નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

નાનકડી ભૂલની પોતાને એવી સજા આપી કે રૂંવાડા ઊભા થઈ જાય!


બ્રિટનના ડોક્ટરથી થઈ સામાન્ય લાપરલાહી તો ય પોતાને મોત ભેટમાં આપ્યું રીડિંગના સાથી ડોક્ટરોનું કહેવુ હતું કે પોતાના કામને લઈને તેઓ ખૂબ પેશનેટ હતા
બ્રિટનના એક જાણીતા ડોક્ટરે એક નાનકડી ભૂલ થઈ જવાના કારણે પોતાને એટલી મોટી સજા આપી કે કોઈ પણ માણસ કાંપી જાય.

45 વર્ષીય એલેકઝાંડર રીડિંગ ઓર્થોપેડિક સર્જન હતા અને આ ફિલ્ડમાં તેમને કામ માટે કેટલાંય એવોર્ડ મળી ચૂક્યા હતા. રીડિંગના સાથી ડોક્ટરોનું કહેવુ હતું કે પોતાના કામને લઈને તેઓ ખૂબ પેશનેટ હતા. લોકો તેમને પરફેક્શનિસ્ટ તરીકે પણ ઓળખતા હતા. તાજેતરમાં એક ઓપરેશન દરમિયાન તેમનાથી નાનકડી ભૂલ થઈ ગઈ, જેના કારણે તેઓ ડિપ્રેશનમાં જતા રહ્યા હતા.

અચાનક એક દિવસે તેઓ મૃત અવસ્થામાં મળી આવ્યા. તેમણે આત્મહત્યા કરી લીધી હતી. પોતાના 7 લાખ પાઉન્ડના ઘરમાં તેની લાશ પંખે ટિંગાયેલી જોવા મળી હતી. બે બાળકોના બાપ એવા આ ડોક્ટરને બેદરકારી જરા પણ પસંદ નહોતી અને આ માટે તેણે પોતાની જાતને પણ ન બક્ષી.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી