નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગ્રેસફુલ લુક આપતા પ્રિન્ટેડ કોટન પેન્ટ

 
કોટન પ્રિન્ટેડ પેન્ટમાં મલ્ટિ કલરની પેટર્ન વધારે જોવા મળે છે. પહેલાં આ પ્રકારના પેન્ટ સરકસમાં જોકર પહેરતાં. આ પેન્ટની પેટર્ન અને ડિઝાઈનમાં થોડોઘણો ફેરફાર કરીને બદલાતા સમયની સાથે આ પેન્ટે આજની ફેશનમાં પોતાનું સ્થાન જમાવી લીધું છે.

ફેશનની દુનિયામાં ડેનિમ હંમેશાં અગ્રેસર રહ્યું છે અને તેથી જ તે સિઝનલ ડ્રેસિંગ માટે પણ વખણાય છે. તેના જ એક પ્રકાર રૂપે આવેલા પેન્ટ ઉનાળામાં વધારે અનુકૂળ છે. આ પેન્ટ પહેરીને ગરમીમાં પણ તમે આરામદાયક રહી શકવા સાથે ગ્રેસફુલ દેખાશો. હાલમાં સૌથી વધુ આકર્ષણમાં રહેલા પરિધાનમાં પ્રિન્ટેડ કોટન પેન્ટ ઇન થિંગ છે. યુવતીઓએ જેને પહેલી પસંદગીમાં સ્થાન આપી દીધું છે તેવા કોટનના પ્રિન્ટેડ પેન્ટ પહેરીને નીકળો તો લોકો બે ઘડી જોતાં તો રહી જ જશે.

દરેક વ્યક્તિ ઉનાળામાં હળવા રંગો પહેરવાનું વધુ પસંદ કરે છે અને આ બાબતને ધ્યાનમાં રાખીને જ ડિઝાઈનરોએ ડેનિમ અને કોટનના મટિરિયલમાંથી બનેલા લાઇટ કલરના પેન્ટમાં રંગોની પસંદગી પર ખાસ ધ્યાન આપ્યું છે. વળી, તેને સિંગલ કલરમાં ન રાખતા તેમાં ડિઝાઈનને પણ સ્થાન આપી દીધું છે. જેથી તમે મલ્ટિ કલર પહેરી શકો. પ્રિન્ટેડ પેન્ટમાં જો લાઇટ કલરની વાત કરીએ તો લેમન યલો, ગ્રે, વ્હાઇટ, પિન્ક, ક્રીમ, લાઇટ ઓરેન્જ, ગ્રે, સ્કાય બ્લ્યૂ, લાઇટ બ્રાઉન વધારે ઇન છે.

જ્યારે ડાર્ક કલરમાં નેવીં બ્લ્યૂ, બ્લેક, મરૂન, રેડ, ઓરેન્જ અને પર્પલ કલર વધારે જોવા મળે છે. ડાર્ક કલરમાં મોટા ભાગે વ્હાઇટ અને ક્રીમ કલરની પ્રિન્ટ હોય છે જેનાથી પેન્ટ વધારે આકર્ષક લાગે છે. લાઇટ કલરના પેન્ટમાં ડાર્ક કલરની પ્રિન્ટ અને એ જ રીતે ડાર્ક કલરમાં લાઇટ પ્રિન્ટનું કોમ્બિનેશન ખૂબ જ આકર્ષક લાગે છે.

૧૯૪૦ના સમયમાં આ પ્રકારના પેન્ટની ફેશન વધારે જોવા મળતી હતી. તે વખતે પેન્ટની કમરનો ભાગ ફિટિંગવાળો અને હિપ્સની નીચેના ભાગથી લૂઝ રાખવામાં આવતો તેમ જ એડીના ભાગમાં થોડું ઓછું ફિટિંગ આવતું. અત્યારના સમયમાં જે ફેશન જોવા મળે છે તેમાં થોડાક ફેરફાર સાથે એડીના ભાગથી માપસરનું ફિટિંગ રાખવામાં આવે છે. આ સાથે સળંગ લૂઝ પેન્ટ પણ હોય છે.

પ્રિન્ટેડ કોટન પેન્ટમાં ફેરફારો કરવામાં આવ્યા છે જેથી તે નવા જમાના પ્રમાણેની ફેશનમાં સ્થાન મેળવી શકે. અત્યારે પેટર્નમાં એડીના ભાગમાં દોરીની નવી પેટર્ન પણ જોવા મળે છે. જે ટ્રાઉઝર્સમાં મોટાભાગે હોય છે. પેન્ટને તમે નીચેથી ફોલ્ડ કરીને પણ પહેરી શકો છો તો તે કેપ્રી જેવો લુક આપશે. આજકાલ આ પ્રિન્ટેડ કોટન પેન્ટ બોલિવૂડ અને હોલિવૂડની અભિનેત્રીઓની પસંદગીમાં છે.

કોટન પ્રિન્ટવાળા પેન્ટમાં તમને કેવી પ્રિન્ટ શોભશે તે પણ જરૂરી છે. પ્રિન્ટમાં ફ્લોરલ પ્રિન્ટની ઝીણી ડિઝાઈન, ચેકસ, એનિમલ પ્રિન્ટ, વેજિટેબલ પ્રિન્ટ, ડોટ્સ, અનઇવન લાઇનિંગ વગેરે જોવા મળે છે. બોલ્ડ પ્રિન્ટ એટલે કે મોટી ડિઝાઈનવાળી પ્રિન્ટ તમારા વ્યક્તિત્વને શોભે છે કે નહીં તે ખાસ ધ્યાન રાખવું પડે છે. જો તમારી ઊંચાઇ ઓછી હોય તો બોલ્ડ પ્રિન્ટના પેન્ટ ન પહેરવા. તમે ફ્લોરલ પ્રિન્ટની ઝીણી ડિઝાઈનવાળા પેન્ટ પસંદ કરી શકો છો અથવા ઊભી લાઇનિંગવાળી પ્રિન્ટ પણ તમને શોભશે.

જો તમારી ઊંચાઇ વધારે હોય તો તમે કોઇ પણ પ્રિન્ટના પેન્ટ પર પસંદગી ઉતારી શકો છો. ઝીણી પ્રિન્ટ તમને વધારે આકર્ષક બનાવશે. આ પ્રિન્ટેડ પેન્ટ સાથે તમે પ્લેઇન કલરની જર્સી, સ્લિવલેસ ટોપ, ટ્યુનિક, ટી-શર્ટ્સ, સ્પગેટી, ઓફ શોલ્ડર ટોપ, ક્રેપ ટોપ પહેરી શકો છો. પ્લેઇન કલરના ટોપ અને પ્રિન્ટેડ પેન્ટનું કોન્બિનેશન તમને સેક્સી લુક આપે છે. સ્લિવલેસ ટોપ વધારે ઊઠાવ આપે છે.

ઉનાળામાં વધારે તાપ સામે કોટનના પ્રિન્ટેડ પેન્ટ તમને હળવાશનો પણ અનુભવ કરાવે છે. જે પહેરીને તમે પિકનિક પર જઇ શકો. ઓફિસમાં જો આ પેન્ટ પહેરવા હોય તો તેની સાથે જર્સી પહેરી શકાય. આ પેન્ટની સાથે તમે હાઇ હીલના સેન્ડલ પહેરી શકો છો. તો હવે તમે પણ ઉનાળામાં પેન્ટ પહેરવાનું પસંદ કરતા હો અને સાથે જ હળવાફૂલ રહેવું હોય તો તમારા વોર્ડરોબમાં પ્રિન્ટેડ કોટન પેન્ટને સ્થાન આપી દો. આરામદાયક, આકર્ષક લાગવાની સાથે તમે ‘કૂલ’ પણ લાગશો.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!