નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સંસ્કારની ભેટ

 
સંસ્કાર સંસ્કૃતિની જમીન પર ઊગે છે. તમારા બાળકોને તે ભેટરૂપે આપો.

તમે ક્યારેય મોતીની તૂટતી માળાના સરી પડતા મોતીને સંભાળવાનો પ્રયત્ન કર્યો છે? જો કર્યો હોય તો તમને ખ્યાલ હશે કે મોતીને હાથમાંથી સરી જતાં ત્યારે જ બચાવી શકાય, જ્યારે માળા તૂટવાની સાથે તેની દોરીના છેડાને સાવધાનીથી પકડી લેવામાં આવે. અન્યથા મોતી જોતજોતાંમાં ચારે તરફ વિખરાઇ જાય છે અને એક-એક મોતીને શોધી તેને ફરીથી માળામાં પરોવવાનું મુશ્કેલ બની જાય છે.

સમાજની માળા પણ કંઇક આવા જ પ્રકારની હોય છે. જેને અનેક પરિવારો પોતાના મૂલ્યો, વિચારો, પરંપરાના મોતીથી પરોવે છે. આ માળાનો જે સૌથી મહત્વનો ભાગ છે, તે છે તેની દોર. આ દોર છે સંસ્કારોની. સંસ્કાર નૈતિક આચરણના રંગથી રંગાયેલા હોય છે. સમાજમાં આવી રહેલા તમામ ફેરફાર, સભ્યતાના નામે થઇ રહેલી અસર છતાં જો આ દોરમાં ક્યાંય ગાંઠ ન પડે, તો આપણો સમાજ, આપણી સભ્યતાની માળા અવશ્ય અખંડ રહેશે.

નાની નાની બાબતો

સમાજમાં વિભક્ત પરિવારનો વધતો જતો ક્રેઝ, સભ્યો વચ્ચે વધતું જતું અંતર, સાયુજયનો અભાવ, સ્ટ્રેસભર્યું વાતાવરણ, આપવાની ભાવનાનો અભાવ, સભ્યો વચ્ચે સંવાદનો અભાવ વગેરે બાબતો મૌન રહીને પણ ઘણુંબધું કહી જાય છે. આ બધી બાબતો નાની હોવા છતાં તે ક્યારે એક મજબૂત દોરને કોરી ખાય છે, તેની ખબર જ નહીં પડે. હજી મોડું નથી થયું. એક પેઢીના હાથમાં સંસ્કારોનો થાળ છે, જે બીજી પેઢીને હસ્તક કરી શકાય છે.

એક નવી પ્રથાનો પ્રારંભ કરો...

બાળકોનો જન્મદિવસ એવો પ્રસંગ છે, જ્યારે પરિવારનાં સૌ સાથે મળીને આનંદ માણે છે. આને બધાં સાથે મળીને એક પ્રથાની માફક ઊજવણી કરો. વડીલો બાળકોને ભેટ અને આશીર્વાદ તો આપે જ છે, પાંચ વર્ષથી મોટા બાળકોને સંસ્કાર પણ ભેટમાં આપો. ભલે ને પછી એ કોઇ વડીલને માન આપવાની બાબત હોય કે કામમાં મોટાને મદદરૂપ થવાનું વચન, કાયમ સાચું બોલવાની શીખામણ હોય કે સમયસર કામ કરવાનો પાઠ હોય. બાળકની ઉંમર અનુસાર સંસ્કાર આપી શકાય છે. તમે ઇચ્છો તો કોઇ પણ બે બાબતો નક્કી કરીને તેમાંથી કોઇ એકની પસંદગી કરવાનું એને કહી શકો છો. સંસ્કારના લાભ અંગે બાળકને સમજાવવું પણ જરૂરી છે.

બાળકનો સ્વભાવ ભૂલકણો હોય છે. એ સંસ્કાર ભૂલે નહીં, તેનો ખ્યાલ રાખવાની જવાબદારી પરિવારના તમામ સભ્યોની રહેશે. બાળક ભૂલી જાય તો માતા-પિતા અને બીજા સભ્યો યાદ કરાવી શકે. બાળકો ત્યારે જ વાત માને છે, જ્યારે એમને યોગ્ય રીતે કહેવામાં આવે. સારા સંસ્કાર સારા વિચારોનું સિંચન કરે છે, ગેરમાર્ગે દોરાતાં અટકાવે છે. એને જીવન જીવવાની રીત શીખવે છે. સંસ્કારની દોરને સાચવી રાખવાનો આ જ યોગ્ય સમય છે.

સંસ્કારની યાદી આ પ્રમાણે હોય...

- મહિનામાં એક વાર શહેરમાં રહેતાં તમામ સંબંધીના ઘરે જવાનો નિયમ બનાવો.

- બાળકે વચન આપ્યા બાદ તેનું કોઇ પણ સંજોગોમાં પાલન કરવાની સૂચના આપો. એ વચન એણે પોતાની જાતને આપ્યું હોય કે વડીલોને.

- દીકરો અને દીકરી બંને મોટા થાય ત્યારે તેમને રસોઇ બનાવતાં અવશ્ય શીખવો.

- બાળકો થોડા મોટા થાય તો તેમને સમજાવો કે કાયમ પરિવારની પ્રાથમિકતા વધારે મહત્વની છે, જેથી તેઓ સંબંધના મહત્વને સમજી શકે.

- નક્કી કરો કે આખા દિવસનો થોડો જ સમય મનોરંજનના સાધનોનો આનંદ માણવામાં વીતાવશો અને આ દરમિયાન આખો પરિવાર સાથે હશે. એટલે કે જુદા જુદા ટીવી પર પોતપોતાને ગમતા પ્રોગ્રામ જોવાનો પ્રતિબંધ રહેશે.

- અઠવાડિયાનો એક દિવસ એવો નક્કી કરો કે જ્યારે પરિવારના દરેક સભ્ય ફ્રી રહેતાં હોય. આ દિવસે સૌ સાથે મળીને એકાદ કલાક વાંચન કરવામાં વિતાવો. બાળકો વાર્તાની ચોપડીઓ વાંચે, તો તમે તમને ગમતાં પુસ્તકો કે મેગેઝિનો વાંચો.

- દીકરા અને દીકરીને સમયનું પાલન કરતાં શીખવો. તેમના મિત્રના ઘરે જવાનું હોય કે હોમવર્ક કરવાનું હોય, દરેક કામ સમયસર પૂરું કરવાની ટેવ પાડૉ. નાનપણમાં પાડેલી આવી ટેવ તેમને જીવનભર ઉપયોગી નીવડશે.

- દરેક જન્મદિવસે બાળકને એક છોડ રોપવાનું પણ કહી શકો છો.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!