નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સુશિક્ષિત પરિવારમાં દીકરાની આશા!


જમાનો બદલાયો હોવાનું કહેવાય છે, પણ લોકોની માનસિકતા તો હજી એની એ જ રહી છે.

આજના જમાનામાં પણ દીકરો જન્મે એવી આશા કેટલાક પ્રદેશોમાં સુશિક્ષિત સ્ત્રીઓ રાખે છે. સમાજ બદલાયો હોવાનું ક્યાંય જણાતું નથી.

જમાનો બદલાયો છે આ વાત કેટલા અંશે સાચી તેનો જવાબ આપવો ખરેખર મુશ્કેલ છે. આજે પણ ટીવીમાં આવતી લોકપ્રિય સિરિયલોની વાતના મુદ્દા તો જૂના જમાનાને સ્પર્શે તેવા જ હોય છે. છતાં પણ લોકોને તે જ સૌથી વધારે ગમે છે. બાળવિવાહ, માથે ઓઢેલું રાખીને ફરતી સ્ત્રીઓ, વહુને પરેશાન કરતી સાસુઓ, કાવાદાવામાં રાચતા ઘરના સભ્યો આ બધું શું બદલાતા સમાજની નિશાની છે? શા માટે આવા પ્રોગ્રામો બનાવવામાં આવે છે? કારણ આવા પ્રોગ્રામને જ વધારે વ્યુઅરશિપ મળે છે એટલે કે વધારે લોકો જુએ છે. જમાનો બહારથી બદલાયેલો દેખાય છે, પરંતુ હજુ માણસના મન બદલાયેલા દેખાતા નથી.

આવી જ એક વાત સ્ત્રી ભ્રૂણહત્યાની છે. હમણાં જ ઉત્તર પ્રદેશના એક ભણેલાગણેલા માણસને મળવાનો પ્રસંગ બન્યો. તેઓ દિલ્હીમાં રહે છે. તેમની સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે સમાજમાં હજી પણ સ્ત્રીઓની દશા ખૂબ દયાજનક છે. તેમણે જણાવ્યું કે જે મા-બાપને બે દીકરીઓ હોય તેમના માટે ત્રીજી સુવાવડ વખતે ગર્ભ પરીક્ષણ કરાવવું એ ખૂબ જ જરૂરી બની જાય છે કારણ કે જો ત્રીજી દીકરી અવતરે તો જિંદગીમાં ખૂબ મોટી સમસ્યાઓ ઊભી થઇ જાય.

સામાન્ય રીતે તો તેઓ બીજી પ્રેગ્નન્સી વખતે જ ડોક્ટરને શોધતાં થઇ જાય છે કે જે સોનોગ્રાફી કરીને બતાવે કે આવનાર બાળક દીકરો છે કે દીકરી? નવા કાયદા પ્રમાણે આ પ્રકારનું પરીક્ષણ કાનૂની ગુનો બને છે. આથી તેમણે એવા ડોક્ટરો શોધવા પડે છે કે જે ગરજ માટે વધુ પૈસા લઇને આ તપાસ કરી આપે. જેનાથી તેઓ આવનાર બાળકને અવતરવા દેવું કે નહીં તે અંગેનો નિર્ણય લઇ શકે.

દિલ્હીના એ મિત્રનું કહેવું હતું કે તેમને આવા કામ કરાવવા ઘણી વાર દિલ્હીથી દૂર ગાઝિયાબાદ કે સાહિબાબાદ જેવા ટાઉનમાં જઇને આવા ડોક્ટરની શોધ કરવી પડે છે.આ વાત વિચારતાં કરી દે એવી છે. એકાદ ડોક્ટર કોઇ જાળમાં ફસાઇને સોનોગ્રાફી કરતા પકડાય તેનાથી આ પ્રશ્નનો ઉકેલ આવવાનો નથી. અહીં ‘પાડાના વાંકે પખાલીને ડામ’ આપવા જેવી વાત છે. જરૂર છે આ અંગે સમાજમાં જાગૃતિ લાવવાની. સ્ત્રીઓ જ આમાં સૌથી આગળ પડતો ભાગ લઇ શકે તેમ છે.

જો સ્ત્રીઓ જ ઘરમાં આવનારી બીજી સ્ત્રીનું માન જાળવશે તો પ્રશ્ન ઊભો નહીં થાય. સામાન્ય રીતે એક સ્ત્રી જ બીજી સ્ત્રીની દુશ્મન તરીકે જોવા મળે છે. ઘરમાં સાસુનો આગ્રહ હોય છે કે વહુને આવનાર બાળક દીકરો હોય અને તે ન અવતરે ત્યાં સુધી આવો આગ્રહ ચાલુ રાખવામાં આવે. તે પછી તે જ વહુ સાસુ બનતાં તેનામાં પણ આ જ વલણ જોવા મળે છે. કદાચ સાસુ શબ્દમાં જ આવી ખૂબીઓ હશે. આ પદ મળતાં જ બધી શાણી, ભોળી સ્ત્રીઓ પણ લલિતા પવાર બની જતી હોય છે.

એ મિત્રનું કહેવું છે કે ત્યાં સમાજમાં દીકરીને વધારે ભણાવવાનું પણ યોગ્ય ગણતા નથી કારણ કે પછી તેને લાયક પાત્ર ન મળે તો ઘણી મુશ્કેલી ઊભી થઇ શકે છે. આથી આવડત હોવા છતાં પણ દીકરીને ઓછા ભણતર સાથે જ રાખવામાં આવે છે જેનાથી તેને કદાચ ઘણું સહન કરવાનું પણ આવી શકે છે.ગુજરાતના શહેરોમાં કદાચ થોડો ફેરફાર જોવા મળતો હશે, પણ ગામડામાં હજુ પણ આ ફેરફાર પહોંચતાં હજી વખત લાગશે.

નવા આંકડાઓ પ્રમાણે, લોકોની જાગૃતિ અને સરકારના પ્રયત્નો અને નિયમોના કારણે સ્ત્રી ભ્રૂણહત્યાનું પ્રમાણ ચોક્કસ ઘટ્યું છે કે પુરુષની સરખામણીમાં સ્ત્રીનું પ્રમાણ વધ્યું છે પરંતુ આ ફેરફાર બહુ મોટો નથી.જેને આપણે બદલાયેલો સમાજ કહીએ છીએ, જો તેનામાં પણ આ ફેરફારો ગોકળગાયની ઝડપે જ થતાં હોય તો દયાનંદ સરસ્વતી, રાજા રામમોહનરાયને આપણે સલામ જ કરવી પડે. જેમણે ગુલામીની પ્રથા, સતીપ્રથા કે વિધવા વિવાહ જેવા સમાજમાં વર્ષોથી ખૂંપી ગયેલી બદીઓ સામે એકલા હાથે કામ કર્યું હશે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!