નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ફિલ્મ રિવ્યૂ: ડબલ ધમાલ



Movie Name:ડબલ ધમાલ
Viewer Rating:
Click here to vote
56
Click here to vote
13
Critic Rating:
Star Cast:સંજય દત્ત, અરશદ વારસી, જાવેદ જાફરી, રિતેશ દેશમુખ, આશિષ ચૌધરી, કંગના રાણાવત, મલ્લિકા શેરાવત
Director:ઇન્દ્ર કુમાર
Producer:અશોક થેકારિઆ, ઇન્દ્ર કુમાર
Music Directer:આનંદ રાજ આનંદ
Genre:કોમેડી ફિલ્મ
Related Gallery
Story
સ્ટોરીઃ 'ડબલ ધમાલ' ફિલ્મ ચાર યુવાનો- આદી(અરશદ), માનવ(જાવેદ), રોય( રિતેશ) અને બોમન(આશિષ)ની છે, જેઓ હાથમાં આવેલા 10 કરોડ રૂપિયા અનાથાશ્રમને દાન કરી ફરીથી કંગાળ હાલતમાં ફરી રહ્યાં છે ત્યાંથી ચાલું થાય છે.

તેઓ પોતાના નસીબને કોસી રહ્યાં હોય છે ત્યાં જ તેઓ કબિર(સંજય દત્ત)ને વૈભવી જીવન જીવતો જૂએ છે. પછી ચાલું થાય છે આ ચાર યુવાનોની આસાનીથી પૈસા કમાવવા માટેની ધિંગામસ્તી અને ઓળખાણની ગફલતથી થતી રમુજ. સહેલાઇથી પૈસાદાર થવાની રેસમાં તેમની સાથે જોડાય છે સંજય દત્તના જીવનની બે મલ્લિકાઓ, કામિની(મલ્લિકા) અને કિયા (કંગના).

સ્ટોરી ટ્રીટમેન્ટઃ પ્રથમ હાફમાં પ્રેડિક્ટેબલ કોમેડી છે, જેમાં સહેલાઇથી પૈસા કમાવવા પાછળ ઘેલા આ ચાર યુવાનોને સંજય દત્ત મુર્ખ બનાવે છે. બીજા હાફમાં ટ્વિસ્ટ આવે છે પણ ટિપિકલ જોક્સ અને નોટંકીના લીધે લોકોને જકડી રાખતો નથી. ફિલ્મમાં ગુઝારિશ અને વોન્ટેડ જેવી ફિલ્મોના સ્પૂફથી રમૂજ પેદા થાય છે.

સ્ટાર કાસ્ટઃ સંજય દત્તે તેનું કામ સારી રીતે કર્યું છે. જ્યારે રિતેશ દેશમુખે અલગ-અલગ પાત્રોને જે રીતે નિભાવ્યા છે તેની નોંધ લેવા જેવી છે. અરશદ વારસીએ આ ફિલ્મમાં સાબિત કર્યું છે કે તે મુન્ના(સંજય)ના જીવનમાં એક મહત્વનો ભાગ ભજવે છે. તેની અદ્દભૂત કોમિક ટાઇમિંગ દર્શકોને આ ફિલ્મમાં જોવાની મજા આવશે. જો કે, આશિષ ચૌધરી જોઇએ તે પ્રમાણે પોતાના પાત્રને ન્યાય આપી શક્યો નથી. જાવેદ જાફરીએ કેટલાક ભાગોમાં સારું યોગદાન આપ્યું છે પરંતુ અંત એકનેએક વાતનું પુનરાવર્તન કરતો હોય તેવું લાગે છે. મલ્લિકા શેરાવત જલેબી બાઇના પાત્રમાં એક્ટિંગની કમાલ બતાવતી નથી પરંતુ તેનો ગ્લેમરસ લુક ચોક્કસ લોકોને પસંદ પડશે. કંગના રાણાવતના ભાગે કંઇ ખાસ રોલ નથી અને તેથી ઇમ્પ્રેશન જમાવવા માટે તે એક્સપોઝ કરવા પર ઉતરી આવી હોય તેમ લગે છે.

ડાયરેક્શનઃ ' ડબલ ધમાલ' અર્થહીન કોમેડી નથી પરંતુ તે કેટલાક ભાગોમાં લોકોને મનોરંજન પાડવામાં સફળ નિવડી છે. જે ડાયરેક્ટરે 'ઇશ્ક' અને 'દિલ' જેવી સુપર હિટ ફિલ્મો આપી હતી, તેમની પાસે આના કરતા વધુની આશા રાખવામાં આવી રહી હતી, પરંતુ વધુ પડતાં સ્ટાર, વિદેશનું લોકેશન હોવા છતાં પણ ઇન્દ્ર કુમાર ફિલ્મને પૈસા વસુલ એન્ટરટેઇનર બનાવી શક્યા નથી.

ડાયલોગ્સ/ સિનેમેટોગ્રાફી/ મ્યુઝિકઃ ફિલ્મના ડાયલોગમાં પોપ્યુલર બોલિવુડના ડાયલોગની છાંટ જોવા મળે છે. ફિલ્મની સ્ક્રિપ્ટ અને પાત્રો પરાણે તમને હસાવતા હોય તેમ ક્યાંક લાગી જાય છે. સિનેમેટોગ્રાફી સારી છે. મ્યુઝિકમાં કોઇ દમ નથી અને જલેબી બાઇને પણ વધારે પડતું ચગાવ્યું હોય તેવું લાગે છે, મલ્લિકા સાથે પણ એ ગીતના તાલ પર તમને ઝુમવાનું નહીં ગમે.

ફિલ્મ કેમ જોવી?: 'ડબલ ધમાલ'માં મજા પડે તેવા રમૂજી જોક્સ છે. તમને દ્વિઅર્થી જોક્સ ગમતાં હશે તો તમને ઇન્ટ્રસ્ટિંગ લાગશે. જો તમને મોટા સ્ટાર કાસ્ટને જોવાનું પસંદ કરતા હોવ તો જરૂરથી ફિલ્મ જોવા જાવ પરંતુ કંટાળાથી બચવા માટે સાથે પોપકોર્ન લઇ જવાનું ન ભુલતાં. ફિલ્મની ટિકિટ ખરીદવાનું બીજુ કારણ મલ્લિકાના ઠુમકા અને તેનો બિકિની અંદાજ પણ છે. જો કે, તમે 'ડબલ ધમાલ'માં તમે 'ધમાલ'ની અપેક્ષા રાખીને જશો તો દુખી થશો.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!