નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અવનવાં થીમબેઝડ રિસેપ્શન

લગ્ન પ્રસંગનું મહત્વ અદકેરું છે. તેથી જ તો તેને તહેવારની જેમ ઊજવવામાં આવે છે. આની ઉજવણીમાં કોઇ કસર રાખવામાં આવતી નથી. લગ્નપ્રસંગ લોકોની સ્મૃતિમાં વર્ષો સુધી રહે તે માટે લગ્નમાં વિવિધ થીમનું આયોજન કરવામાં આવે છે. અરે, હવે તો થીમબેઝ રિસેપ્શનનું પણ ભવ્ય આયોજન થાય છે. આ વર્ષે રિસેપ્શનમાં ક્યાં પ્રકારની થીમ ઇન છે એ અંગે ‘આઇડિયા ઇવેન્ટ’ના સમીર વૈદ્ય પાસેથી જાણીએ. જેથી ઘરમાં કે સ્નેહીજનોમાં રિસેપ્શનનું આયોજન કરવામાં સરળતા રહે. સમીરભાઇ કહે છે, ‘લગ્ન અને ખાસ કરીને રિસેપ્શનને યાદગાર સંભારણું બનાવવા માટે થીમ બેઝ ડેકોરેશન કરવાની માંગ દિવસે દિવસે વધી રહી છે. દર વર્ષે લોકોને કંઇક નવું આપી શકાય એ માટે અમે પોતે પણ નવું નવું ક્રિએટ કરતાં રહીએ છીએ. લેટેસ્ટ પોપ્યુલર થીમ આ પ્રમાણે છે.

આઇસ એન્ડ ફાયર: આ થીમમાં એન્ટ્રી ગેટ બરફની ગુફા જેવો બનાવવામાં આવે છે. જાણે બરફની ગુફામાં પ્રવેશતાં હો એવું લાગે. તેમાં થોડા થોડા અંતરે મશાલ લગાવવામાં આવે છે. સ્ટેજ બરફનું હોય અને એમાં અગ્નિની જવાળાની ઇફેકટ આપવામાં આવે છે.

પીકોક થીમ: મોરના પીંછા જેવા કલર કોમ્બિનેશન મુજબ આખું સ્ટેજ બને છે. ચારે બાજુ મોર જ દેખાય એવો દેખાવ ઊભો કરવામાં આવે છે. વર-વધૂના પોશાક પણ પીકોક કલરના હોય છે. પીકોક થીમમાં લાઇટિંગ ઇફેકટ સાથે વિવિધ ફુલથી સજાવટ કરાય છે.

ક્રિસ્ટલ થીમ: અત્યારે ક્રિસ્ટલની ડિમાન્ડ વધારે છે. આ થીમમાં ફૂલના સ્થાને લાઇટિંગને પ્રાધાન્ય આપવામાં આવે છે. ઝુમ્મરનું સ્ટેજ બનાવી તેની ચોતરફ લાઇટિંગ કરવામાં આવે છે. નવવધૂ પણ ડાયમંડ વર્કવાળી સાડી પહેરે છે.

જોધા-અકબર થીમ: જોધા-અકબર એ બાદશાહી થીમ હોવાથી આમાં મહેલ જેવો સ્ટેજ બને છે. વર-વધૂના પોશાક મુગલાઇ જેવા હોય છે. વરને સ્ટેજ સુધી હાથી ઉપર બેસાડી લાવવામાં આવે છે. જ્યારે કન્યાને ડોલીમાં બેસાડીને લવાય છે. આ ઉપરાંત આજકાલ રાજસ્થાની થીમ અને ઇજિપ્ત થીમ ઇન છે. યજમાનની ઇચ્છા પ્રમાણે થીમ ઊભી કરવામાં આવે છે, તો બે જુદી જુદી થીમનો કન્સેપ્ટ ભેગો કરી ઘણી વખત મિક્સ એન્ડ મેચ થીમ પણ કરવામાં આવે છે. આ રીતે હવે લોકો થીમબેઝડ લગ્ન અને રિસેપ્શનનું આયોજન કરી જીવનમાં એક વાર આવતા આ પ્રસંગને આજીવન યાદગાર બનાવે છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી