નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આપનો SMSથી આપનું વ્યક્તિત્વ ઉજાગર થાય છે

 એસએમએસ છે વ્યક્તિત્વનું દર્પણ
- આખો દિવસ મેસેજ ટોનથી રણકતા રહે છે યુવા વર્ગના મોબાઈલ
- વ્યક્તિ ક્રિમિનલ, નિંદાખોર, લાગણીશીલ કે ધૂની છે તેનો આછો-પાતળો ખ્યાલ તેના SMS થકી મળી જાય છે
જીવન માત્ર કોઈના ઈન્તજાર કરવા માટે નથી કે જે તમારા માટે સર્જાયા હોય, પરંતુ, જીવન તો એવા માટે જીવવા લાયક છે કે જે તમારા લીધે જીવતા હોય.’’

આ SMS આવતા જ મેનેજમેન્ટ નિષ્ણાંત રાહુલ જાણી ગયો કે સુધીર હજુ ભાંગી તૂટેલી મનોદશામાંથી સાવ મુક્ત થયો નથી. સુધીર તેની ગર્લફ્રેન્ડ સાથે સંબંધ તૂટી ગયા બાદ તદ્દન હતાશ થઈ ગયો હતો. કેટલાક લોકો ખૂબ નિરાશ કે હતાશા અનુભવે ત્યારે જાણ્યે-અજાણ્યે તેઓ આ પ્રકારના મેસેજ તેમના મિત્રો, સ્નેહીજનોને ફોરવર્ડ કરતા રહે છે.

જોકે આ માટે તેમનો હેતુ પોતાની જિંદગી બીજાની સમક્ષ ખુલ્લી કરવાનો હોતો નથી. પરંતુ આ બધુ અનિયંત્રિત મનોદશામાં થતું રહે છે આવી જ રીતે કેટલાક લોકો ખૂબ ખુશી કે અત્યંત આવેશમાંઆવીને પણ ચોક્કસ હેતુના SMS ફોરવર્ડ કરતા રહે છે.

જે મોબાઈલ ધારક તમને SMS મોકલે તેની માનસિકતા કેવા પ્રકારની છે, આ વ્યક્તિ કેવા સમયે શું કરી શકે ? તેવી માનસિક બાબતો તેમના મેસેજ ઉપરથી કળી શકાય છે. આજે તો દરરોજ-૨૦-૨૫ SMS કરવા એ ઘણા યુવાનોની મજબૂરી બની ગઈ છે.

કેટલાક યુવાનોના મોબાઈલ આખો દિવસ SMSના ટોનથી ગુંજતા રહે છે. આનો મતલબ એ નથી કે તેના SMS અત્યંત અગત્યના હોય છે પરંતુ તેઓ પણ આ મેસેજ મોકલનારા મિત્રોથી કંટાળી ગયા હોય છે પણ ના પાડી શકાતી નથી! કે મોબાઈલમાં મેસેજ સાવ બંધ કરવા શક્ય નથી. મેસેજ મોકલનારાઓને તેમના લીધે અન્યને ભોગવવી પડતી હેરાનગતિનો ખ્યાલ હોવા છતાં તેઓ પાસે પણ SMS કર્યા. સિવાય બીજો કોઈ રસ્તો હોતો નથી.

મેસેજ અને માનસિકતાએ મનોવિજ્ઞાનમાં પણ રસપ્રદ વિષય છે. મેસેજ વાંચતાં જ મોકલનારો ક્યા પ્રકારની લાગણી અનુભવી રહ્યો છે તેની સ્થિતિનો થોડો ખ્યાલ આવી જાય છે. કેટલાક લોકો ખૂબજ ચિંતા, વિશ્વાસઘાત, પ્રણયભંગ કે દુ:ખમાં આવી પડ્યા હોય ત્યારે મેસેજના સહારે હોય છે. તેમના મેસેજના શબ્દો પણ નિરાશાવાદી હોય છે કારણ કે તેમને આવા મેસેજ વધુ આકર્ષે છે. તેનું અર્ધ જાગૃત મન મેસેજને ફોરવર્ડ કરાવે છે. આવ, લોકો માત્ર અત્યંત દુ:ખ જ નહીં પણ ખુબ હર્ષમાં પણ મેસેજ કરવા લાગે છે, જાતને રોકી શકતા નથી!

લાગણીશીલ લોકોને સમજવું અઘરૂં છે. આ પ્રકારના લોકો તમને બે-ત્રણ મેસેજ કર્યા બાદ તમારી પાસે પણ વળતા SMS ની પૂરી અપેક્ષા રાખે છે. જો તમે SMS થકી જવાબ દેવાનું નહીં રાખો તો તેમના મેસેજ આવતા બંધ થઈ જશે. આ જ રીતે ક્રિમિનલ માનસિકતા ધરાવતા લોકો સતત અશ્લીલ મેસેજનો મારો ચલાવતા રહે છે. તેમના SMS માં નગ્નતા ઉભરી આવે છે, વિકૃત્તિઓથી ભરેલા લોકો નિરર્થક મેસેજ મોકલાવી એક પ્રાકરે પાશવી આનંદ મેળવતા હોય છે જેમ કે વહેલી સવારે ગુડનાઈટનો મેસેજ મોકલાવી ખડખડાટ હસે છે.

આ વિકૃતિ છે. તો નિંદાખોર લોકો સતત આકૃતિ વડે કે લખાણ દ્વારા સામેવાળી વ્યક્તિ કે અન્ય કોઈની નિંદાનો મારો SMSના માધ્યમથી ચલાવતા હોય છે. આ રીતે SMS થકી વ્યક્તિની માનસિકતાની ખબર પડી જાય છે.

મેસેજના વ્યસનીઓની દુનિયા

SMS તો આજે તદ્દન સાહજિક વૃત્તિ થઈ ગઈ છેપરંતુ અડધી રાત્રે ૩-૧૦ કલાકે એકાએક તમારા મોબાઈલમાં મેસેજ ટોન રણકે અને તેમાં જીવનમાં કશુંક પામવા માટે કાંઈક ગુમાવવું પડે છે તેવો ચવાઈ ગયેલા ક્વોટનો મેસેજ આવે તો મોકલનારાને શું કહેશો ? તમે ગમે તે કહો પણ આવા લોકો મજબૂરીવશ મેસેજ મોકલતા જ રહેશે. આવા લોકોને એક રીતે મેસેજનું વ્યસન છે. તેમ કહી શકાય. જ્યાં સુધી તેઓ ટાર્ગેટ મુજબ મેસેજ ફોરવર્ડ ન કરે ત્યાં સુધી તેઓ માનસિક અસ્વસ્થતા અનુભવે છે અને દિવસનો મોટો સમયગાળો મેસેજ કરવામાં વ્યર્થ રીતે ખર્ચી નાંખે છે

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!