નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

શું મોદી બનાવશે ગુજરાતમાં દુબઈ-હોંગકોંગ જેવું શહેર?

- સૌથી વધુ ૩.૬૫ની એફએસઆઇને રાજ્ય સરકારની મંજુરી
- સાબરમતી કોતરોની સંપાદિત કરાયેલી ૬૭૩ એકર જમીનને રાજ્ય કેબિનેટની બહાલી
- સૌપ્રથમ રોડ, ગટર, પાણી, આઇટી કેબલ અને વીજળીની સુવિધા ઊભી કરાશે
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના‘ડ્રીમ પ્રોજેક્ટ’ ગિફ્ટ સિટીમાં ગુજરાતના સ્થાપનાદિન ૧લી મે-’૧૧થી ઇન્ફ્રાસ્ટ્ર્કચરના પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવી રહ્યા છે. સૌપ્રથમ ફોરલેન રોડ, ગટરલાઇન, પાણી, આઇ.ટી. કેબલ્સ તેમજ વીજળીની સુવિધાઓ ઊભી કરવામાં આવશે. અંદાજે રૂપિયા ૭૫ હજાર કરોડના બિઝનેસ હબમાં રાજ્ય સરકારે ૬૭૩ એકર જમીન સંપાદન કરી છે, જેને કેબિનેટે બહાલી આપી છે.

ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક (ગિફ્ટ) સિટી સંયુક્ત સાહસ છે. ડિટેઇલ માસ્ટર પ્લાનમાં દુબઈ અને હોંગકોંગ જેવો કન્સેપ્ટ રાખવામાં આવ્યો છે. શહેરી વિકાસ વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટી માટે રાજ્ય સરકારે આઠ પ્રકારની મંજુરીઓ તાજેતરમાં મેળવી છે, જેમાં ગુડાના માસ્ટરપ્લાન, કેન્દ્રના સિવિલ એવિએશનનું કલીયરન્સ, પર્યાવરણીય કલીયરન્સ અને માઇક્રો ઝોનિંગનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારે આ સિટીની ઇમારતો માટે સૌથી વધુ ૩.૬૫ની એફએસઆઇ જાહેર કરી છે. કેન્દ્ર સરકારે સેઝને મંજુરી આપી છે. વાઇબ્રન્ટ સમિટ-’૧૧માં આ સિટી માટે ૫૦ હજાર કરોડના એમઓયુ સાઇન કરાયા છે.

વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ૨૦૦ કરોડનાં કામ માટે ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અન્ય સુવિધાઓ ઊભી કરવા આમ તો ૭૦૦૦ કરોડનું બજેટ જોઈએ છે, પરંતુ આગામી ત્રણ વર્ષમાં ૧૦૦૦ કરોડ ખર્ચવાનું આયોજન છે. જમીનનો વિકાસ કરવા ગુડાને ૬૭૩ એકર જમીનનું એડવાન્સ પઝેશન આપી દેવામાં આવ્યું છે. હાલ કાચા રસ્તા અને જમીન સમથળનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.

ગિફ્ટ સિટીમાં ટ્રાન્સપોટેંશન વ્યવસ્થાના ભાગરૂપે બીઆરટીએસના ફેઝ-૩ની મંજુરી અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશને આપી છે, જ્યારે એમઆરટીએસ માટે જીઆઇડીબીએ બહાલી આપી છે. સરકારે ભૂકંપરહિત બાંધકામ સહિત આ સિટી માટે ૧૧ જાતના અભ્યાસ રિપોર્ટ બનાવ્યા છે. સાબરમતીના વિશાળ ફલક ઉપર ગિફ્ટ સિટીને પાણીની જરૂરિયાત પૂરી પાડવા એક કિલોમીટર લાંબા અને સાત મીટર ઊંડા સમૃદ્ધિ સરોવરનું નિર્માણ પણ થઈ રહ્યું છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી