નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ઝડપથી પ્રમોશન જોઇએ છે તો આ સેક્ટરમાં નોકરી કરો

જી હા તમે જો જિંદગીમાં ટૂંક સમયમાં તરક્કી ઇચ્છો છો તો આ બેસ્ટ સેકટર તમારી રાહ જોઇ રહ્યું છે, આ સેકટર છે બેકિંગ સેકટર. ભારતમાં બેકિંગ સેકટર જેટલી ઝડપથી વધી રહ્યું છે એટલો બીજો કોઇ સેકટરમાં વિકાસ થતો નથી. બેન્કો દ્વારા કરવામાં આવેલ અભ્યાસમાં એ વાત સામે આવી છે કે આવનારા દસ વર્ષોમાં દેશની અલગ-અલગ બેન્કોમાંથી અંદાજે 3,40,000 કર્મચારી રિટાયર થઇ જશે અને એટલી મોટી સંખ્યામાં ખાલી પડેલ સીટો ભરવા માટે બેન્કોને લગભગ 5-7 લાખ નવા કર્મચારીઓની નિમણૂક કરવી પડશે.

- બેન્કોમાં ઊંચા હોદ્દાઓ પર પણ મોટી સંખ્યામાં લોકો રિટાયર થશે.
- પોતાના કર્મચારીઓને પરંપરાગત રીતે પ્રમોશન આપવાની જગ્યાએ શોર્ટ કટ દ્વારા પ્રમોશન આપી રહી છે.


બેન્કોમાં ઊંચા હોદ્દાઓ પર પણ મોટી સંખ્યામાં લોકો રિટાયર થશે, તેના માટે કેટલીય બેન્કો ફાસ્ટ ટ્રેક પ્રમોશનનો સહારો લઇ રહી છે તે પોતાના કર્મચારીઓને પરંપરાગત રીતે પ્રમોશન આપવાની જગ્યાએ શોર્ટ કટ દ્વારા પ્રમોશન આપી રહી છે. દેશની કેટલીય બેન્કોએ સ્કીમ પણ શરૂ કરી દીધી છે. યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેકટર એમવી નાયરના મતે અમારી બેન્કમાં 22-23 વર્ષના કોઇ વ્યક્તિ જોઇન્ટ કરીએ છીએ તો તેઓ 35-40 વર્ષની ઉંમર સુધી બેન્કમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર સુધીની રેન્ક પર પહોંચી જશે. બેન્કે વીતેલાં ચાર વર્ષોમાં આ સિસ્ટમ દ્વારા 548 કર્મચારીઓને પ્રોન્નતિ આપી છે.

પોતાના કર્મચારીઓને ઝડપથી પ્રમોશન આપવા માટે બેન્ક ઇન્ટરનલ એકઝામ, ગ્રૂપ ડિસ્કશન વગેરેનો સહારો લઇ રહ્યું છે, તેને પાર કર્યા બાદ કર્મચારીનું પ્રમોશન પાક્કુ થઇ જાય છે. ટૂંક સમયમાં પ્રમોશન આપવાની પદ્ધતિ પોતાની બેન્કોની મજબૂરી બની ગઇ છે. બેન્ક ઓફ બરોડાના પૂર્વ ચેરમેન અનિલ ખંડેલવાલની અધ્યક્ષતામાં બનેલ સમિતિના મતે આવતા પાંચ વર્ષોમાં દેશમાં બેન્કોના 65 ટકા જનરલ મેનેજર, 58 ટકા આસિસ્ટન્ટ જનરલ મેનેજર અને 44 ટકા ચીફ જનરલ મેનેજર રિટાયર થઇ જશે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!