નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

હા, હા, હા.. સારા પ્રેમી ખુલીને હસે છે..!!!

કહેવાય છે કે હાસ્ય મનુષ્ય હોવાની સાબિતી કે પ્રમાણ છે. બધા મનુષ્યોની હંસવાની એક પદ્ધતિ હોય છે બધા જુદું-જુદું હંસતા હોય છે. હંસવાની પદ્ધતિથી પણ મનુષ્યના સ્વભાવ વિશે ઘણી જાણકારી મેળવી શકાય છે. શરીરલક્ષણ વિજ્ઞાન પ્રમાણે જોઈએ તો....

-ખુલીને હંસનાર લોકો સહનશીલ, ઉદાર, બધાનું સારું વિચારનાર, વિચારવાન તથા ભણવા-લખવામાં આગળ હોય છે. એવા લોકો નિષ્કપટ હોય છે અને સારા પ્રેમી હોય છે. -અટ્હાસની સાથે ઊંચા સ્વરમાં હંસતા લોકો સ્વાભિમાની, વિશ્વાસી, પુરુષાર્થ પ્રેમી તથા સફળ વ્યક્તિત્વવાળા હોય છે. પરંતુ જો એવા હાસ્ય સાથે ચહેરો વ્યંગ્યપૂર્ણ હોય તો એવા લોકો અહંકારી પણ હોય છે.

-ઘોડાની જેમ હિનહિનાઈને હંસતા લોકો ધૂર્ત, અહંકારી, કપટી અને બદમાશ હોય છે.

-રોકાઈ-રોકાઈને હંસનાર કે એક જ વિષાય ઉપર થોડી થોડી વારે હંસતા લોકોની માનસિક શક્તિ નબળી હોય છે. એટલે આવા લોકો બુદ્ધિહીન, અવિવેકી પ્રવૃત્તિવાળા તથા મૂર્ખ હોય છે.

-જે લોકોનું હાસ્ય શાંત હોય તેઓ પોતાના મનની પ્રસન્નતાને વ્યક્ત કરે છે તથા ગંભીર, ધૈર્યવાન, શાંતિપ્રિય, વિશ્વાસી, જ્ઞાની તથા સ્થિર પ્રવૃત્તિવાળા હોય છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી