નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

નેતાઓ ત્રણ પ્રકારના હોય છે : પૂ. મોરારીબાપુ

 
અગ્નિથી ધૂમોડો વાદળ બને ઉચત્તા પ્રાપ્ત કરે, પરંતુ વરસાદ બનીને અગ્નિને જ ઠારે છે

સમગ્ર જગતને આપણે બ્રહ્નમય સમજ્યાં પછી કોઈને આપણે હલકા માનીશું તો સમજજો કે બ્રહ્ન હલકો છે. દરેક વ્યક્તિની દ્રષ્ટિ ઉદાર હોવી જોઈએ. તે સાધનામાં પણ લીન હોવી જોઈએ. તેથી જ નરસિંહ મહેતાએ ગાયું છે કે ‘સલક લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે...’ જેનાં દ્વારા આપણો વિકાસ થયો હોય તેવાને આપણે પછાડીએ છીએ તે આપણી અધ્યમતા છે, તેમ પૂ.મોરારીબાપુએ પોતાની ૬૯૪મી કથા દરમિયાન નડિયાદમાં જણાવ્યું હતું.

પૂ. બાપુએ વધુમાં શીખ આપતાં કહ્યું હતું કે ‘ધૂમોડો અગ્નિથી થાય, આકાશમાં જાય, વાદળ બને ઉચત્તા પ્રાપ્ત કરે, પરંતુ જ્યારે વરસાદ બનીને વરસે ત્યારે તે સૌપ્રથમ તેને ઉંચે લઈ જનારા અગ્નિને જ ઠારી દે છે. આ અધ્યમતાનો ગુણ છે. ડાહ્યા માણસો ક્યારેય અધ્યમતાનો સંગ કરતાં નથી. અધ્યમતાને હંમેશા દૂર રાખો જેનાંથી મારું-તમારું અને સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ થશે.

પૂ. બાપુએ વધુમાં શીખ આપતાં કહ્યું હતું કે ‘ધૂમોડો અગ્નિથી થાય, આકાશમાં જાય, વાદળ બને ઉચત્તા પ્રાપ્ત કરે, પરંતુ જ્યારે વરસાદ બનીને વરસે ત્યારે તે સૌપ્રથમ તેને ઉંચે લઈ જનારા અગ્નિને જ ઠારી દે છે. આ અધ્યમતાનો ગુણ છે. ડાહ્યા માણસો ક્યારેય અધ્યમતાનો સંગ કરતાં નથી. અધ્યમતાને હંમેશા દૂર રાખો જેનાંથી મારું-તમારું અને સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ થશે.

ઈશ્વર માટે ‘નેતિ’ શબ્દ લાગુ પડે છે તે ગુરુ માટે પણ લાગુ પડે. ગુરુના મહિમાને વાગોળવો ખૂબ જ આનંદનું કામ છે. આપણા ઋષિઓ ખૂબ સરળ હતા, પરંતુ આપણી વિધ્વતાએ આ ધર્મગ્રંથોને ખૂબ જ અઘરાં બનાવી દીધાં છે. તેથી જ ધર્મગ્રંથોમાં પણ સંશોધન થવું જ જોઈએ. અમુક તત્વમાં હલકાપણું હોય છે. જે આખી પેઢીમાં જોવા મળતું નથી.’

પૂ. બાપુએ એક ઉદાહરણ આપતાં કહ્યું હતું કે ‘એક અંધ સુંદર કન્યાને તેનો પ્રેમી ખૂબ પ્રેમ કરીને પોતાની આંખો આપે છે, જ્યારે આંખનું બલિદાન આપનારાં યુવકની સાથે જ તે પરણવાની ના પાડે છે ત્યારે પ્રેમી યુવક પ્રેમીકાને લખે છે કે ‘તું જે આંખોને પ્રેમ કરે છે તે જ આંખો થોડા દિવસ પહેલાં મારી હતી.’ આમ, નાનામાં નાના માણસ પાસે એક એવું તત્વ રહેલું છે જે દુનિયાને નવો રાહ ચિંધે છે. તે પરમતત્વને ઓળખી લેવાની સૌને સહજતા પ્રાપ્ત કરવા અનુરોધ કર્યો હતો.
ભાગવત્ કથામાં શુકદેવજીએ ગુરુના વર્ણવેલાં ત્રણ લક્ષણોને સમજાવતાં કહ્યું કે ‘ગુરુ સૌપ્રથમ તો શબ્દબ્રહ્નમાં નિષ્ણાંત વિદ્વાન હોવો જોઈએ. જેમણે શબ્દને સાંધ્યો, ઓળખ્યો, અનુભવ્યો હોય તેને ગુરુ ગણજો, કારણ કે ‘શબ્દ’ને જગતે બ્રહ્નની પદ્વી આપી છે. શબ્દ બ્રહ્નનો ઉપાસક છે.

બીજું પરબ્રહ્નમાં ગુરુ નિષ્ણાંત હોવા જોઈએ. તે આંતર અને બાહ્ય જગતને ઓળખી શકે તેવી ક્ષમતા હોવી જોઈએ. અને ત્રીજું ‘બ્રહ્નણી ઉપશમાશ્રયમ્’ જેની પાસે નજીક જતાં કાયમ માટે શાંતિની પ્રાપ્તિ થતી હોય તેવા ગુરુને આપણે હંમેશા સેવવા જોઈએ. શાંતિ બહુ દુર્લભપદ છે. શાસ્ત્રોમાં ક્યાંય ગુરુ માટે કે ચેલા માટે ‘ડ્રેસ કોડ’ નથી. સ્વર્ગલોક અને મૃત્યુલોકમાં કોઈ તફાવત નથી. બધું જ જેવું અહિંયા છે, તેવું ત્યાં પણ છે. આપણે સૌએ સમજ્યાં વગરની શ્રદ્ધાને થોડી જુદી રીતે પકડી છે.

વિશ્વમાં હાલમાં મોટા ભાગના સત્કર્મો સ્વર્ગની ભાવના-આશા સાથે થતા હોય છે. પૃથ્વી પર સ્પર્ધા દરેક બાબતે થાય છે. જેનાથી કથા મંડપો પણ બાકાત નથીઊંચ-નીચના ભેદભાવના કારણે હિન્દુ ધર્મને ઘણું બધું સહન કરવું પડ્યું છે. આ વૃત્તિના કારણે આપણએ ખૂબ જ અપરાધો પણ કર્યા છે. ‘કામના’નું બીજું સ્વરૂપ ‘સ્વર્ગ’ છે. વિવેક ચુડામણીએ કહ્યું હતું કે ‘સાધુપુરુષનો સંગ એ જ મોટું સ્વર્ગ છે.’
સ્વર્ગ’ની ઈચ્છાથી સત્સંગ કરનારાઓને પૂ.મોરારીબાપુએ શીખ આપતાં જણાવ્યું હતું કે ‘લોક અને પરલોક સુધારવાની વાતો કરતાં ચિત્ત (મન) શુદ્ધ થાય તેવું સ્થાન-સાધન મેળવવું જોઈએ. કથામંડપએ સ્વર્ગ સમાન જ છે.’ દરેક વ્યક્તિએ ‘વિવેક’ને ગુરુ અને ચિત્તને ચેલો બનાવવો જોઈએ તેમ સંત રામદાસજીના વાક્યને ટાંકીને પૂ.મોરારીબાપુએ જણાવ્યું હતું કે ‘રજ(ધૂળ)માં તમામ પ્રકારના અધમતાના ગુણો છે, પરંતુ પવનના સંગે તે માથે ચઢે છે. આ રજ સત્ય સ્વરૂ૫ સદ્ગુરુના ચરણના માધ્યમથી જેનાં પણ કપાળે લાગે તે શિષ્યને જગતભરના દૈવીગુણોની પ્રાપ્તી થાય છે.
રજમાં તમામ દુર્ગુણો હોવા છતાં પરમ સદ્ગુરુના ચરણનું સેવન તેને સર્વોચ્ચ બનાવે છે. તે ચરણ જ સ્વાદિષ્ટ સ્મૃતિમય ચૂર્ણ પણ બની જાય છે. તેમાંથી દરેક વ્યક્તિના ભવરોગ પણ મટી જાય છે. તેથી જ ગુરુનો મહિમા અનંત અવિનાશી ગણાવીને ગુરુના ચરણની રજને ધારણ કરનારાઓ સકલ વિશ્વને વશ કરશે.’

વધુમાં ભગવાન શંકરને કોઈ સંપ્રદાયમાં બાંધી શકાય નહીં. શંકરને તો તત્વના સ્વરૂપમાં કબૂલવો પડશે. તેથી જ દેવોમાં સૌથી શ્રેષ્ઠ મહાદેવ અને સ્ત્રોતોમાં સૌથી શ્રેષ્ઠ મહિમ્ન સ્તક્ષેત્ર છે. જ્યારે તત્વોમાં ગુરુ તત્વ જેવું કંઈ બીજું નથી તેમ જણાવીને સૌને ‘ઓમકાર’ની સાધનામાં રત રહેવા અનુરોધ કર્યો હતો.

નેતાઓ ત્રણ પ્રકારના હોય છે : પૂ. મોરારીબાપુ

કથા દરમિયાન પૂ.બાપુએ નેતાઓને ત્રણ પ્રકારના ગણાવ્યાં હતા. જેમાં માત્ર સેવા જ કરતા હોય તેવા પૂ.ગાંધીબાપુ સમાનને ‘રાજનેતા’ કહેવાય. ખુરશી, પદ, સત્તા માટે દોડનારાને ‘તાજ નેતા’ કહેવાય અને જે મળે તેને ઝપટમાં લઈ લે અથવા ઝપટમાં લેવાની ફિરાકમાં રત રહે તેને ‘બાજનેતા’ કહેવાય છે.

વૈધ્યોના પણ ત્રણ પ્રકાર જણાવ્યાં હતા. જેમાં જુઠ વૈધ્ય, ઊંટ વૈધ્ય અને બુટ વૈધ્ય તથા સાધુને પણ ત્રણ પ્રકારના ગણાવ્યાં હતા. જેમાં તક સાધુ, દક્ષ સાધુ અને ચક સાધુ (ખાવાપીવા વાળા)નો સમાવેશ થાય છે તેમ જણાવ્યું હતું.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી