નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પ્રેમમાં પડવા કેવી રીતે મજબૂર કરે છે આ ગ્રહો

જો તમારી જન્મકુંડળીમાં મંગળ શુક્રની યુતિ કોઇ પણ સ્થાનમાં હોય તો તમે પ્રેમ પણ કરવાના અને પ્રેમલગ્ન પણ કરવાના કારણ કે બ્રહ્નાંડના તમામ ગ્રહોમાં પ્રેમ શબ્દની સૌથી નજીક કોઇ ગ્રહ હોય તો તેમાં શુક્ર-મંગળના નામ ગણાવી શકાય.

ચંદ્ર એટલે મન અને શુક્ર એ સાક્ષાત્ કામદેવનું સ્વરૂપ છે. ચંદ્રની ચંચળતા અને શુક્રનું સૌંદર્ય પ્રેમનું એક અદભૂત ગીત બને છે.

જો તમારી કુંડળીમાં શુક્ર ૧-૨ અગર ૭ના અંક સાથે હોય અગર જો મંગળ ૨-૭ના અંક આગળ હોય તો પ્રેમરોગ પ્રાપ્ત કરવાના હકદાર બનો છો.

જો જન્મકુંડળીનો લગ્નેશ (પ્રથમ સ્થાન) અને સપ્તમ સ્થાનનો અધિપતિ ગ્રહ યુતિ કે સંબંધમાં હોય તો પણ પ્રેમલગ્નના મંડાણા થાય.

પ્રેમમાં જીવજો પ્રેમમાં મરજો-હિંમત ના હોય તો પ્રેમ ના કરજો, જિંદગી નથી અમને પ્રેમથી વહાલી-પ્રેમ માટે જ છે જિંદગી અમારી, ઇચ્છા થાય તો વાંચજો લેખ પ્રેમનો-બાકી મરજી તમારી.ભઇ જ્યોતિષના ગ્રહો અને પ્રેમ શબ્દને જન્મોજન્મનો અતુટ સંબંધ છે. કારણ એ ચંદ્ર અને શુક્રના લાગણીવેડા-મંગળ શુક્રના ભાગેડુ પ્રેમીઓના ભેગા છેડા અને થોડા સમય પછી પ્રેમલગ્નના સંઘર્ષમાંથી મંગળ-શનિ અને રાહુની અથડામણના તણખામાંથી થતા છુટાછેડા આ બધું ગ્રહોને આભારી છે. જન્મકુંડળીના ગ્રહો નારાજ તો પ્રેમ અને પ્રેમી બંને તારાજ.

જીવનમાં દરેક વ્યક્તિની પ્રથમ અને અંતિમ ઇચ્છા કે લાલસા માત્ર ને માત્ર પ્રેમ પામવાની હોય છે. ગ્રહોની મહેરબાની યારના થોડા પ્યારથી જ તમને જિંદગીભરના શાયર બનાવી દે છે. ભાગ્યશાળી જાતકના નસીબમાં જ પ્રેમ હોય છે. તમારી જન્મકુંડળીના ગ્રહો પ્રેમની અદ્ભુત ભેટ આપી તમને નસીબદાર બનાવે છે કે નહીં? તેનો વિચાર પ્રસ્તુત લેખમાં કરીએ. જ્યોતિષશાસ્ત્ર અને ગ્રહોની દ્રષ્ટિએ પ્રેમ પ્રાપ્તિની પ્રાથમિક શરતો અહીં આપી છે. આ તમામ શરતો જો તમારી કુંડળીમાં લાગુ પડતી હોય તો તમે પ્રેમને લાયક છો તે વાત નક્કી (ઉંમરનો બાધ નથી)

૧. જો તમારી જન્મકુંડળીમાં મંગળ શુક્રની યુતિ કોઇ પણ સ્થાનમાં હોય તો તમે પ્રેમ પણ કરવાના અને પ્રેમલગ્ન પણ કરવાના કારણ કે બ્રહ્નાંડના તમામ ગ્રહોમાં પ્રેમ શબ્દની સૌથી નજીક કોઇ ગ્રહ હોય તો તેમાં શુક્ર-મંગળના નામ ગણાવી શકાય. શુક્ર એટલે પ્રેમ સ્નેહ લાગણી અને સંબંધોની હૂંફના તાણાવાણા. શુક્ર વ્યક્તિની ઊર્મિ અને આકર્ષણ સાથે સંકળાયેલો ગ્રહ છે. મંગળ પાસે પ્રેમપંથ પર આગળ વધવાની શૂરવીરતા, નીડરતા અને શૌર્ય છે. શુક્રની પ્રેમ-લાગણીની જ્યોતમાં મંગળ શૌર્ય અને સાહસનું તેલ પૂરે છે. અલબત્ત મંગળ-શુક્રના સંબંધોમાં પ્રેમનું સ્વરૂપ કામુક અને ઉતાવિળયું હોય છે. આથી જ મંગળ શુક્રની યુતિ જે કુંડળીમાં હોય તેવા જાતકો ભાગીને લગ્ન કરતાં હોય છે.

૨. પ્રેમ નૈસિર્ગક રીતે પ્રાપ્ત થવાની બીજી અગત્યની ગ્રહ સ્થિતિ કુંડળીમાં ચંદ્ર શુક્રનો સંબંધ છે. જો તમારી કુંડળીમાં કોઇ પણ રાશિમાં ચંદ્ર અને શુક્ર એકસાથે બેઠા હોય અગર ચંદ્ર અને શુક્ર એકબીજાને સામે બેઠા હોય તો આ ગ્રહ સ્થિતિ તમારી આંતરિક લાગણીઓના તારને વેદના, સંવેદના દ્વારા ઝંઝોળી પ્રેમનું મીઠું સંગીત રેલાવે છે. ચંદ્ર એટલે મન અને શુક્ર એ સાક્ષાત્ કામદેવનું સ્વરૂપ છે. ચંદ્રની ચંચળતા અને શુક્રનું સૌંદર્ય પ્રેમનું એક અદભૂત ગીત બને છે. પરંતુ શુક્ર અને ચંદ્ર બંને શુભ ગ્રહો હોઇ આ ગ્રહોની યુતિ દ્વારા થતા પ્રેમસંબંધ કાવ્યાત્મક અને ઊર્મિશીલ (Lyrical) હોય છે. પ્રેમના આ સ્વરૂપમાં ભાગેડુ વૃત્તિ-કામુક્તા કે સામાજિક બળવાનું પ્રમાણ હોતું નથી.

૩. જો તમારી કુંડળીમાં શુક્ર ૧-૨ અગર ૭ના અંક સાથે હોય અગર જો મંગળ ૨-૭ના અંક આગળ હોય તો પ્રેમરોગ પ્રાપ્ત કરવાના હકદાર બનો છો.

૪. જ્યારે વિજાતીય પાત્રોની કુંડળીમાં મંગળ-શુક્ર એક રાશિમાં હોય અગર બંનેની કુંડળીના મંગળ-શુક્ર એકબીજાના દ્રષ્ટિસંબંધમાં હોય ત્યારે આવાં પાત્રો એકબીજા માટે જીવવા મરવાના કોલ (વચન) આપતા હોય છે. જગતને પ્રેમની અદ્ભુત અનુભૂતિનો અહેસાસ કરાવનાર પ્રણય બેલડી લયલાના તુલાના શુક્રને મજનૂનો મેષનો મંગળ પૂર્ણ દ્રષ્ટિથી જોતો હતો. આથી પ્રેમના નામે આ જોડી અજર-અમર બની ગઇ કહો કે પ્રેમનું અમૃત આ જોડી પી ગઇ. ઉ.દા. તરીકે જો તમારી કુંડળીમાં મંગળ તુલા (૭ના અંક) રાશિમાં હોય અને સામેના પાત્રની કુંડળીમાં શુક્ર મેષ (૧ના અંક) રાશિમાં હોય તો જ્યોતિષની દ્રષ્ટિએ પ્રેમ આકર્ષણના સંજોગો પેદા થાય.

૫. જન્મકુંડળીમાં પાંચમું સ્થાન પ્રણય-પ્રેમનું ગણાય અને સાતમું સ્થાન દાંપત્યજીવનનું કહેવાય. જો જન્મકુંડળીમાં પાંચમા અને સાતમા સ્થાનના અધિપતિ ગ્રહો એકબીજાના સંબંધમાં આવે તો અવશ્ય પ્રેમલગ્ન થાય. જો જન્મકુંડળીનો લગ્નેશ (પ્રથમ સ્થાન) અને સપ્તમ સ્થાનનો અધપિતિ ગ્રહ યુતિ કે સંબંધમાં હોય તો પણ પ્રેમલગ્નના મંડાણા થાય. વાચક મિત્રો અને ખાસ કરીને પ્રેમવાંછુઓ જો તમારી કુંડળીમાં અહીં જણાવેલ એક પણ ગ્રહ યોગ કે મુદ્દો લાગુ ના પડતો હોય તો પણ નિરાશ થતા નહીં કારણ કે ઇશ્વરે ક્યાંક કોઇક જગ્યાએ તમારા માટે તમારું પાત્ર નિધૉરિત કરેલું જ હશે. તમારા જીવનમાં પણ પ્રેમની વસંત બહાર આવશે જ. વેલેન્ટાઇન્સ-ડેનું પેલું વાક્ય હંમેશાં મમળાવજો.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!