નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

…તો વીરુનું બેટ બની જશે “બેરહેમ”

ટીમ ઇન્ડિયાના વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગ માટે 17 ફેબ્રુઆરીથી ખૂબ જ સારો સમય શરૂ થઈ રહ્યો છે. આ તારીખના બે દિવસ પછી જ શરૂ થઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપમાં વીરુનું બેટ ખૂબ જ બેરહમ બની જશે. આ વર્લ્ડ કપમાં વીરુ માટે યાદગાર સાબિત થઈ શકે છે.

મુલતાના સુલતાનના નામે ઓળખાતો વિરેન્દ્ર સેહવાગની કુંડળીમાં નીચ રાશિમાં સ્થિર સૂર્ય, મંગળની સાથે દશમા ભાવમાં છે અને સાથે જ નવમા ભાવમાં રાહુ હોવાને લીધે તેના પારિવારિક સ્થિતિ સારી ન હોવા છતાં તેને પોતાની મહેનતથી આગળ વધીને ટીમ ઇન્ડિયામાં જગ્યા બનાવી છે. સેહવાગની કુંડળીમાં સાતમા ભાવમાં ગુરુ હોવાને લીધે લગ્ન પછી તેનો ભાગ્યોદય થયો છે.

નઝમગઢના નવાબની ગુરુની મહાદશા 2004માં શરૂ થઈ અને તેની આ મહાદશા 2020 સુધી ચાલશે. સેહવાગના ગુરુની મહાદશા દરમિયાન જ તેને ટીમ ઈન્ડિયામાં જગ્યા મેળવી. વીરુની કુંડળીના સાતમા ભાવમાં ઉચ્ચ રાશિમાં સ્થિર ગુરુ પંચ મહાપુરુષ યોગમાંથી એક હંસ યોગ બની રહ્યો છે. એટલે ગુરુની મહાદશા તેમની માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આ મહાદશામાં આર્થાત 2020 સુધી વીરુ ખૂબ જ સારું પ્રદર્શન કરશે. કહેવાય છે કે, આ સમય વીરુ માટે ગોલ્ડન પીરિયડ સાબિત થશે.

વર્તમાન સમયમાં વીરુને ગુરુની મહાદશામાં બુધની અંર્તદશા ચાલી રહી છે. જો બધુ યોગ્ય રહેશે તો આ વર્લ્ડ કપમાં સેહવાગનું પ્રદર્શન ખૂબ જ સારું રહેશે કારણ કે તેની કુંડળીમાં મંગળની સ્થિતિ ખૂબ જ સારી છે અને 17 ફેબ્રુઆરીથી મંગળ ગોચરમાં દશમા ભાવમાં આવી જશે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!