નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સૂર્ય પર થયો મહા વિસ્ફોટ,પૃથ્વી પર થઈ શકે છે અંધારું

>>સૌર વિસ્ફોટને કારણે ચીનના અમુક ભાગમાં રેડિયો સેવા પ્રભાવિત થઈ
>>સૌર વિકિરણો 900 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે પૃથ્વી તરફ આવી રહ્યા છે
>>આગામી દિવસોમાં ઈલેક્ટ્રિક પાવર ગ્રીડ અને સેટેલાઈટ સેવા પ્રભાવિત થઈ શકે


અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાનું કહેવું છે કે સૂર્યમાં થયેલા શક્તિશાળી સૌર વિસ્ફોટને કારણે ચીનમાં રેડિયો સંચાર સેવા પ્રભાવિત થયા બાદ આગામી થોડા દિવસોમાં ઈલેક્ટ્રિક પાવર ગ્રીડ અને સેટેલાઈટ સેવા પ્રભાવિત થઈ શકે છે. નાસાના સોલાર ડાયનામિક્સ ઓબ્ઝર્વેટરીના જણાવ્યા પ્રમાણે સૂર્યના દક્ષિણ ગોળાર્ધમાં ચાર વર્ષમાં સૌથી મોટો જુપિટર આકારના ધબ્બા જોવામાં આવ્યા છે. પ્રકાશની સાથે ભારે માત્રામાં સૌર વિકિરણો જોવા મળ્યા છે, જે પૃથ્વી તરફ 900 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે આગળ વધી રહ્યા છે.

અમેરિકન નેશનલ સ્પેસ વેધર પ્રેડિક્શનનું માનવું છે કે આ તોફાન પહેલાની ખામોશી છે. હજી સુધી ત્રણ સૌર વિસ્ફોટથી 13, 14 અને 15 ફેબ્રુઆરીના રોજ રેડિયો સેવા બાધિત થઈ છે. જે થોડા સમય સુધી ચાલુ રહી શકે છે. આના કારણે વાયુ, શોર્ટ વેવ પ્રસારણ ઉપરાંત નેવિગેશન જેવી જીપીએસ સિસ્ટમ પણ પ્રભાવિત થઈ શકે છે.

સૌર વિસ્ફોટને કારણે દક્ષિણ ચીનના અમુક ભાગમાં શોર્ટ વેવ પ્રસારણ પ્રભાવિત થયું છે. ચીને કહ્યું છે કે તેનું કારણ ચીન ઉપર આયનમંડળમાં આકસ્મિક પરિવર્ત છે. બે ત્રણ દિવસમાં પ્રસારણ સેવા વધારે ખોરવાઈ તેવી શક્યતા છે. સૂર્યની સપાટી પર થયેલા વિસ્ફોટની ઈલેક્ટ્રિક ગ્રીડ પર અસર 1973માં જોવામાં આવી હતી. જ્યારે કેનેડાના મધ્ય પૂર્વી ક્યૂબેક પ્રાંતમાં 60 લાખ લોકો અંધારામાં રહેવા માટે મજબૂર થયા હતાં.

બ્રિટિશ જિઓલોજીકલ સર્વેના જિયોમેગ્નેટિઝ્મ હેડ એલન થોમસન કહે છે કે માનવ જીવન નિરંતર ટેક્નોલોજી પર આધારિત થતું જાય છે. આના કારણે ચુંબકત્વ સંબંધિત આંકડાઓનું સંકલન આવશ્યક છે. જેમાં આપણે એક એવી સિસ્ટમ તૈયાર કરવામાં સફળ રહીએ જેના કારણે વર્તમાન સિસ્ટમમાં આવતા પડકારોથી પ્રભાવિત થયા વગર કામ કરી શકીએ.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી