નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પ્રેમી બોર્નવિલે ચોકલેટ આપે તો શું સમજવું?

વેલેન્ટાઈન વીક અનુસાર આજે છે ચોકલેટ ડે. સ્ત્રીઓને ચોકલેટ બહુ જ પસંદ હોય છે. બની શકે કે આજે તમારો પ્રેમી તમને કોઈ ચોકલેટ આપે તો માત્ર તેને એક ભેટ સમજી ન લેશો. કારણ કે અલગ અલગ ચોકલેટ પાછળ કોઈને કોઈ લાગણી છૂપાયેલી હોય છે. તમારો પ્રેમી તમને કઈ ચોકલેટ આપે છે તેના પરથી તેના મનમાં તમારા માટે કેવી લાગણી છે તે તમે જાણી શકો છો.

1. કેડબરી ડેરી મિલ્ક: પ્રેમનો એકરાર કરવા માટે ગુલાબના લાલ ફૂલોની સાથે જો તમને કેડબરી ડેરી મિલ્ક ચોકલેટ આપે તો તમારા તેમના મનની વાત સમજતા વાર ન લગાડવી જોઈએ. જો તમે પણ તેને પ્રેમ કરતા હોવ તો તેણે આપેલી ચોકલેટ સાથે શેર કરીને ખાઈ શકો છો. આમ પણ શુભ કામની શરૂઆત પહેલા મોં મીઠું કરવુ જોઈએ.

2. પર્ક અથવા મંચ: જો તમારો પ્રેમી તમને પ્રેમથી પર્ક કે મંચ ચોકલેટ લાવી આપે તો માનો કે તે તમને પસંદ કરવા માંગે છે અને તમને જાણવા માંગે છે. જો તમને લાગે કે તે વ્યક્તિ સાચુ બોલી રહ્યો છે અને તમે પણ તેને જાણવા માંગો છો તો તેમણે આપેલી પર્ક અથવા મંચ ચોકલેટ જરૂરથી સ્વીકારજો.

3. ફાઈવ સ્ટાર: વેલ હવે તો લગભગ બધા પુરુષો જાણતા હોય છે કે પ્રેમની શરૂઆત મિત્રતાથી થાય છે. તેમ છતાં જો તમારો પ્રેમી તમારી સામે પોતાની પ્રેમની લાગણીઓ વ્યક્ત કરતા ગભરાતો હશે તો બની શકે કે તમારી સામે મિત્રતાનો હાથ લંબાવે. ફાઈવ સ્ટાર સ્વીકારીને તમે તેમને મિત્રતાને સ્વીકારી શકો છો અથવા નકારી શકો છો.

4. કિટ કેટ: સંબંધોમાં ઘણી વાર બ્રેકની જરૂર હોય છે. હાલમાં જ તમે બોલિવૂડની ફિલ્મ બ્રેક કે બાદમાં આ વિચાર બહુ સારી રીતે રજૂ કરવામાં આવ્યો હતો. તમે અલગ થવા ન માંગતા હોવ પણ કદાચ તમારા પ્રેમી કે પ્રેમિકાથી થોડો સમય દૂર રહેવા માંગતા હોવ ત્યારે તમને કિટ કેટ આપી શકો છો. આનો અર્થ બ્રેક અપ નથી પણ બ્રેક છે. બ્રેક પછી ફરી નવા જોશ સાથે તમે આગળ વધી શકો છો. તમારા પ્રેમીની ભાવનાઓને સમજવાનો પ્રયાસ કરો.

5. બોર્નવિલે: ડાર્ક ચોકલેટના શોખીનોને ખ્યાલ હશે કે બોર્નવિલે મિઠાશની સાથે થોડી કડવાશનો અનુભવ કરાવે છે. કોઈપણ વસ્તુની અતિશયોક્તિ થઈ જાય ત્યારે તે વણસી જાય છે. સંબંધોનુ પણ કંઈક આવુ છે. જો તમારો પ્રેમી તમને બોર્નવિલે ચોકલેટ આપે તો માનો તે તમારો વધુ પડતો પ્રેમ તેમને રુંધાવી રહ્યો છે અને કદાચ છૂટકારો મેળવવા માંગે છે. તમારે સમજદારીથી કામ લેવાની જરૂર છે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!