નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

વર્લ્ડકપ ઉદ્ઘાટન સમારંભમાં રિક્ષામાં આવશે ધોની

વર્લ્ડકપ 2011ના ઉદ્ઘાટન સમારંભમાં સામાન્ય જનતાની સવારી એવી રિક્ષા તમામ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. વર્લ્ડકપમાં ભાગ લઈ રહેલા તમામ દેશોના સુકાનીઓ રિક્ષામાં સવાર થઈ બંગબંધુ સ્ટેડિયમમાં પ્રવેશ કરશે.

બાંગ્લાદેશમાં આ ટૂર્નામેન્ટના નિર્દેશક અલી અહસાન બાબુએ જણાવ્યું છે કે રિક્ષા અમારા પારમ્પરિક પરિવહનનું સાધન છે. આ બાંગ્લાદેશની ધરોહરનો એક ભાગ છે. માટે અમે તેને મહેમાનો સમક્ષ પ્રસ્તુત કરવા ઈચ્છતા હતા. તમામ 14 દેશોના સુકાની રિક્ષામાં સવાર થઈને સ્ટેડિયમમાં હાજર થશે.

બાબૂએ કહ્યું છે કે અમારા અહિંયા રિક્ષાની ઓળખ તેના રંગોની વિવિધતા છે. અમે મહેમાનો સમક્ષ કલાત્મક રૂપ ધરાવતી રિક્ષાઓ પ્રસ્તુત કરીશું. લાઈટની સારી વ્યવસ્થા કરવામાં આવી છે તેથી સ્ટેડિયમના પ્રત્યેક ખૂણામાં તે સારી રીતે જોવા મળશે.

તેમણે જણાવ્યું છે કે ઉદ્ઘાટન સમારંભના પાંચ ભાગમાં રિક્ષાનું પ્રદર્શન પ્રથમ વખત કરવામાં આવશે. ઉદ્ઘાટન સમારંભમાં વર્લ્ડકપની યજમાની કરી રહેલા ત્રણ દેશો ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશની સંસ્કૃતિની ઝલક જોવા મળશે. સમારંભમાં ભારતીય ગાયક શંકાર, અહેસાન, લોય પોતાના સુમધુર અવાજમાં લોકોનું મનોરંજન કરશે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!