નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સરકારીબાબુઓ કરતાં પણ કમ્પ્યૂટર ધીમા!

- ઓનલાઇન વેટ રિટર્ન ફાઇલ કરતાં ૪૫ મિનિટ લાગે છે!
- મેન્યુઅલ રિટર્ન ત્રણ-ચાર મિનિટમાં જ ભરાઈ જાય છે

- રિટર્ન લેટ ફાઇલ થાય તો દંડ ન કરવો એ મુખ્ય માગ

- મૌનરેલી અને ધરણાં કાઢી વિરોધ વ્યક્ત કરાશે

સરકાર ટેક્નોલોજીનો ઉપયોગ કરી વહીવટને ઝડપી બનાવવા માગે છે, બીજી તરફ સરકારીબાબુઓ કરતાં પણ ધીમી ગતિએ સરકારી કમ્પ્યૂટરો ચાલતાં હોવાથી માનવકલાકોનો બગાડ વધી ગયો છે. વેટ ડિપાર્ટમેન્ટમાં ઓનલાઇન રિટર્ન ફાઇલ કરતાં ૪૫ મિનિટનો સમય લાગે છે. આ જ કામગીરી જો પ્રેિકટશનર લાઇનમાં ઊભા રહીને કરે તો એક્સાથે અનેક રિટર્ન બે-ત્રણ મિનિટમાં જ ભરી શકે છે.

સોમવારે ધ સર્ધન ગુજરાત કમિર્શયલ ટેક્સ બાર એસો.ના પ્રમુખ કુમાર દવેએ કહ્યું કે પ્રજાના ખભે બંદૂક મૂકી સરકાર કમ્પ્યૂટરાઇઝેશન કરવા માગે છે. ૯ પેજનું એક રિટર્ન ઓનલાઇન ફાઇલ કરવામાં ૪૫ મિનિટનો સમય લાગે છે. કમ્પ્યૂટર સામે ૧૮ કલાક બેસી રહો તો પણ ૧૫થી વધુ રિટર્ન ફાઇલ કરી શકાતાં નથી.

બીજી તરફ દંડ ન ભરવામાં આવે ત્યાં સુધી સી-ફોર્મ પણ અપાતાં નથી. એસોસિયેશનના ભૂતપૂર્વ પ્રમુખ પ્રશાંત શાહે કહ્યું કે સર્વરને કારણે સમયસર ઇ-રિટર્ન ફાઇલ ન કરી શકનાર વેપારીઓને દંડ ન ફટકારવામાં આવે તેટલી જ માગ છે. એસો.ના ઉપપ્રમુખ શશાંક મીઠાઇવાલાએ કહ્યું કે આ વખતે પહેલીવાર રાજ્યભરનાં એસોસિયેશનો એકજુટ થઈ કાર્યક્રમ આપી રહ્યાં છે.

- સર્વરની ક્ષમતા છે માત્ર ૩૨,૦૦૦ રિટર્ન સ્વીકારવાની!

વળી, સર્વરની ક્ષમતા ૩૨૦૦૦ રિટર્ન સ્વીકારી શકે તેટલી જ છે. તેની સામે રાજ્યભરમાં મંથલી ડીલર ૧.૨૫ લાખ અને સીએસટી નંબર ધરાવનાર ૩ લાખ છે. મહિનાના અંતના દિવસોમાં એક્સાથે રિટર્ન ફાઇલ થતાં હોવાથી સર્વર ઠપ થઈ જાય છે.

- આ છે વિરોધ કાર્યક્રમો..

તા. ૮,૯,૧૦ : મુખ્યમંત્રી-ધારાસભ્યોને ઇ-મેઇલ, ફેકસતા. ૧૧ : વેચાણવેરા ભવનથી કલેક્ટરાલય સુધી મૌનરેલીતા. ૧૪-૧૫ : વેચાણ વેરા ભવનમાં કાળી પટ્ટી બાંધી વિરોધતા. ૧૭ : ચેમ્બર અને વેપારી સંગઠનોને રજુઆતતા. ૧૮ : વેચાણ વેરા ભવન સમક્ષ પ્રતીક ધરણાં

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી