નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સોરી, હું લેસ્બિયન છું!

અમે જાણીએ છીએ કે તમે બહું સુંદર અને સેક્સી છો. આ વાત ઘણા લોકો સ્વીકારે છે અને માટે જ તમને પોતાની ડેટ બનાવવા માટે તમારી આગળ પાછળ ફરતા હશે. ખાસ કરીને વેલેન્ટાઈન ડે ના દિવસે તમને સેક્સી ડ્રેસમાં જોયા પછી તો આવા લટ્ટુઓની સંખ્યા વધી ગઈ હશે. આમ તો મોટાભાગની છોકરીઓને ગમતું હોય છે તેમની પાછળ છોકરાઓની લાંબી લાઈન લાગે પણ ઘણી વાર તેઓ પણ કંટાળી જતી હોય છે આવા લટ્ટુઓથી પીછો છોડાવી છોડાવીને.

રાહમાં મળી જતા રોમિયોને કયુ બહાનુ બતાડવું તે ન સમજાતું હોય તો ચિંતા ન કરો. અમે તમને સૂચવીએ છીએ અમુક ખાસ ઉપાયો.

1. તેને મેસેજ મોકલો: તેને સ્પષ્ટ વાત જણાવતો મેસેજ મોકલો કે તે તમાકી ચૂપીનો ખોટો અર્થ નિકાળી રહ્યો છે. તેની સાથે સંબંધ બાંધવામાં કોઈ જ ઈચ્છા નથી. જો તમે પહેલાથી કોઈ સંબંધમાં હોવ તો તેની હકીકત પણ તેને જણાવો કે તમે પહેલેથી જ કોઈ અન્યને પ્રેમ કરો છો.

2. લાતો કે ભૂત બાતો સે નહીં માનતે: જો તમારા સીધા અને સ્પષ્ટ મેસેજની તેના પર કોઈ અસર ન થાય તો સમય છે તેને થોડી મજા ચખાડવાનો. તેની સાથે ગુસ્સાથી વાત કરો અને તેનું અપમાન કરો. આમ કરવાથી તેને ગુસ્સો આવશે અને તેના અહંકારને ઠેસ લાગશે.

3. તેની સાથે લન્ચ ડેટ પર જાઓ: વેલ વિચારો છો એટલી સામાન્ય લંચ ડેટ પર નહીં. તેને લન્ચ ડેટ પર બોલાવો અને તે ચોક્કસ જ બહુ જ ખુશી સાથે તમને મળવા માટે આવશે. પણ તે સમયે તમે તમારા બોયફ્રેન્ડને સાથે લઈને જજો. તમારા બોયફ્રેન્ડને જોઈને તે ખરેખર ભોંઠો પડી જશે. આ ટ્રિક મોટાભાગે કામ કરતી જ હોય છે.

4. તેને જણાવી દો કે તમે લેસ્બિયન છો: જો કોઈ પણ યુક્તિ કામ ન કરે તો આખરી રસ્તો છે. જે થોડો અલગ છે પણ ચોક્કસ જ કામ કરશે. તમને હેરાન કરતા પુરુષથી પીછો છોડાવવા માટે તેને કહી દો કે તમે લેસ્બિયન છો અને તમને પુરુષોમાં કોઈ જ રસ નથી.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી