નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પ્રેમ શાશ્વત છે... મિસ્ટર એન્ડ મિસિસ લિંકનની પ્રેમકથા

ઈતિહાસનાં વિરાટ પરિવર્તનો પાછળ ખૂબ નાનાં નાનાં કારણો અને અદ્રશ્ય પ્રેરણાઓ પણ હોય છે. અબ્રાહમ લિંકને ગુલામીની પ્રથાનો અંત લાવીને અમેરિકાના ઈતિહાસને એક નવો વળાંક આપ્યો હતો. લિંકન પોતાના સુદ્રઢ વ્યક્તિત્વ, પ્રખર મેધા અને આદર્શોને કારણે આજે પણ દુનિયાનાં મહાન પ્રેરક વ્યક્તિત્વોમાંના એક છે. જોકે, બહુ ઓછા લોકો જાણતા હશે કે એક રાષ્ટ્રપ્રમુખ તરીકે એમણે કરેલાં અવિસ્મરણીય કાર્યોપાછળ એમનાં પત્ની મેરી ટોડનું કેટલું મહત્વનું પ્રદાન અને પ્રેરણા હતાં. મેરી ટોડ પોતાના સમયની પ્રખર સ્ત્રીઓમાંનાં એક હતાં. તેઓ મહત્વાકાંક્ષી પણ હતાં. ગુલામીની પ્રથા અંગે એમના દિલમાં તીવ્ર અણગમો હતો. લિંકન માટેનો એમનો પ્રેમ આ આધાર પર જ શરૂ થયો અને વિકસ્યો. લિંકનના રુક્ષ વ્યક્તિત્વને મેરી ટોડનો સાથ ન મળ્યો હોત તો ઈતિહાસનો પ્રવાહ કોઈ બીજી દિશામાં પણ વળી શક્યો હોત. મિસ્ટર એન્ડ મિસિસ લિંકનની પ્રેમકથા અને દાંપત્યના આ કોમળ અઘ્યાયનું એક વિહંગદર્શન...

લિંકન રોજ ફરવા જતા. એક દિવસ બગીમાં બેસી ફરવા નીકળ્યા. એક મિત્ર ત્યારે જ આવી ચડ્યા. લિંકન અને મિત્ર બન્ને ફરવા બગીમાં નીકળી પડ્યા. રસ્તામાં લિંકનની નજર એક મજૂર પર પડી. એણે લિંકનને જોતાં જ અભિવાદન કર્યું. જવાબમાં લિંકન વધુ ઝૂકીને નમસ્કાર કર્યા. મિત્રે પછી પૂછ્યું: તમે દેશના પ્રમુખ છો. તમારે પેલા મજૂરને આટલા ઝૂકીને નમસ્કાર કરવાની શી જરૂર હતી? લિંકનનો જવાબ હતો: હું મારાથી વધુ નમ્ર બીજા કોઈને જોવા નથી ઈચ્છતો.

દુશ્મન પણ બની ગયા દોસ્ત

આંતરવિગ્રહના સમયમાં લિંકન એક દિવસ પોતાના સૈનિકોના કેમ્પમાં ગયા અને પછી શત્રુસેના તરફ ચાલી નીકળ્યા. એમને જોઈને બધા પરેશાન થઈ ગયા પણ કોઈ બોલે શું? લિંકન પાછા જવા લાગ્યા ત્યારે બધાએ આદરપૂર્વક ઊભા થઈ એમને વિદાય આપી. ત્યાં હાજર એક વૃદ્ધાએ પૂછ્યું: તમે તો દુશ્મનોને પણ પ્રેમ કરો છો, જ્યારે ખરેખર તો તમારે એમનો અંત લાવવો જોઈએ. લિંકનનો જવાબ હતો: એ કામ હું એમની સાથે દોસ્તી કરીને પણ કરી શકું છું... સાચું જ છે, દોસ્તી થઈ જાય તો દુશ્મની ક્યાં બચે જ છે?

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!