નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગુજરાત ગૌસંસ્કૃતિનું મોડલ સ્ટેટ બનશે

- અમદાવાદ સ્થિત સમસ્ત મહાજન દ્વારા ગૌસેવા આયોગના અધ્યક્ષ વલ્લભ કથીરિયાનું બહુમાન

અમદાવાદ સ્થિત સમસ્ત મહાજન સંસ્થા દ્વારા 7મી ફેબ્રુઆરી, રવિવારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના ગુજરાત સરકારના ગૌસેવા આયોગના અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરીયાનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડો.કથીરીયાએ કહ્યું હતું કે, સમસ્ત મહાજનની ગૌરક્ષા, ગૌસંવર્ધન, ગોચર વિકાસ, વૃક્ષારોપણ, જળસંગ્રહ, પશુઆવાસ અને જીવદયા પ્રવૃત્તિને કારણે ગુજરાત ગૌસંસ્કૃતિનું મોડેલ બનશે.સમસ્ત મહાજનની આ બેઠકમાં તેમના હસ્તે ગુજરાતની પાંજરાપોળો અને જીવદયાપ્રેમીઓને રુ.50 લાખના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમસ્ત મહાજન સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ગીરીશભાઈ શાહ, અશોકભાઈ શાહ, દેવેન્દ્રભાઈ જૈન સહિતના અગ્રણીઓ દ્વારા ગૌસેવા આયોગના અધ્યક્ષનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું.
ગૌસેવા માટે સમસ્ત મહાજન જેવી સંસ્થાઓ દ્વારા આવનારા સમયમાં કેવા પ્રકારની કામગીરી કરવી જોઇએ? કતલખાને લઇ જવાતા પશુઓને બચાવનારા જીવદયા પ્રેમીઓને રક્ષણ આપવાની સાથે શું તેમનું બહુમાન પણ કરવુ જરુરી નથી?


Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી