નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

મ.સ.યુનિની ઇ-લાઇબ્રેરી દેશમાં ૪થા ક્રમે

અન્ય તમામ અન્ય નવ યુનિવર્સિટી સેન્ટ્રલ યુનિવસિર્ટી છે

માત્ર હંસા મહેતા લાઇબ્રેરી જ સ્ટેટ યુનિવર્સિટીમાં આવેલી છે

મ.સ.યુનિની હંસા મહેતા લાઇબ્રેરી વિશ્વભરમાં આગવું સ્થાન ધરાવે છે. હાલમાં યુજીસીના આઇયુસી દ્વારા ૨૦૧૦ માટે ઇ - લાઇબ્રેરીની સેવાઓ બદ્દલ આપવામાં આવેલ દેશભરની શ્રેષ્ઠ દસ યુનિવર્સિટીમાં હંસા મહેતા લાઇબ્રેરી ચોથા સ્થાને આવી છે.

યુનિની હંસા મહેતા લાઇબ્રેરીમાં વર્ષો જુનો ઈતિહાસ કહેતાં પુસ્તકો તો છે જ. ઉપરાંત એચ.એમ. લાઇબ્રેરી દ્વારા પૂરી પાડવામાં આવેલ ઇ લાયબ્રેરી પણ હવે ઉત્તમ સેવાઓ આપી રહી છે. અને એણે દેશની પ્રથમ દસ યુનિ.માં પાંચમું સ્થાન મેળવ્યું છે. આ અંગે વાત કરતાં મ.સ. યુનિવર્સિટી લાઇબ્રેરીયન ડૉ. મયંક ત્રિવેદીએ જણાવ્યું કે, યુજીસીની આઇયુસી દ્વારા ૨૦૧૦માં ઇ - લાઇબ્રેરીની સેવાઓ બદ્દલ દેશની તમામ યુનિવર્સિટીને ક્રમાંક આપવામાં આવ્યો હતો.

જે અંતર્ગત એચ.એમ. લાઇબ્રેરી ચોથા સ્થાને છે. ઉપરાંત પ્રથમ દસમાં આવનાર તમામ યુનિ. સેન્ટ્રલ યુનિવર્સિટી છે જ્યારે આ એચ.એમ. જ સ્ટેટ યુનિમાં આવે છે. એટલું જ નહીં આપણે ત્યાં ઇ - લાઇબ્રેરીની ઉત્તમ સેવાઓ આપવામાં આવે છે. જેમાં લગભગ ૨૫ હજારથી વધુ જર્નલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, ૨૦૦૯માં રિકવેસ્ટ આર્ટિકલ ડિલિવરીમાં એચ.એમ. લાઇબ્રેરી પ્રથમ આઠમાં ત્રીજા ક્રમાંકે છે. જ્યારે ટકાવારીની દ્રષ્ટિએ આપણે સૌથી વધુ ટકાવારી સાથે પ્રથમ ક્રમાંકે છીએ. આગામી દિવસોમાં લાઇબ્રેરીમાં અનેક નવા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી