નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

હવે અમદાવાદમાં સસ્તા મકાનો મળશે

પીપીપી મોડલના નેજા હેઠળ સસ્તા મકાનો બનાવા માટે પ્રપોઝલ તૈયાર કરી.

અમદાવાદમાં જમીન-મકાનના ભાવ જેટ ગતિએ વધી રહ્યા છે.ત્યારે શહેરમાં મધ્યમ વર્ગના લોકો ઘર ખરીદી શકે તેટલા સસ્તા દરના રહ્યા જ નથી. આવા સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) મધ્યમ વર્ગના લોકોને પરવડે તે પ્રકારના સ્સતા મકાનની યોજના લઇને આવવાનું વિચારી રહ્યું છે. સસ્તા મકાનની યોજના માટે એએમસીની સ્ટેન્ડિંગ કમિટીએ એક પ્રપોઝલ તૈયાર કરી દીધી છે. આ પ્રપોઝલ 20મી ફેબ્રુઆરી, 2011ના રોજ બજેટની મીટિંગમાં સ્વીકાર્ય થાય તેવી શક્યતા છે.

- એએમસીની ખાલી પડેલ જગ્યામાં રહેણાંકના હેતુથી હાઉસિંગ પ્રોજેક્ટની પ્રપોઝલ તૈયાર કરી છે.
- અમદાવાદમાં પ્લોટોની અછતના લીધે રિઅલ એસ્ટેટ ડેવલપર્સ પ્રોપર્ટીના મોં માંગ્યા ભાવ લે છે.


સ્ટેનિંડગ કમિટીના સભ્યોએ જણાવ્યું કે પ્રોપર્ટીના ભાવમાં ભડકો બોલાઇ રહ્યો છે, ત્યારે મધ્યમ વર્ગના લોકો અમદાવાદમાં મકાન ખરીદી શકે તેવી સ્થિતિ રહી નથી. આથી કમિટીએ એએમસીની ખાલી પડેલ જગ્યામાં રહેણાંકના હેતુથી હાઉસિંગ પ્રોજેક્ટની પ્રપોઝલ તૈયાર કરી છે.

આ હાઉસિંગ પ્રોજેક્ટનો વિકાસ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (પીપીપી) મોડલના નેજા હેઠળ કરાશે. આ અંગે એએમસી સ્ટેન્ડિંગ કમિટીના સીનિયર સભ્યે કહ્યું કે અમે અમદાવાદમાં વસતા મધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને આ યોજના પર કાર્ય કરવાનો વિચાર આવ્યો.

તેમણે કહ્યું કે અમદાવાદમાં પ્લોટોની અછતના લીધે રિઅલ એસ્ટેટ ડેવલપર્સ પ્રોપર્ટીના મોં માંગ્યા ભાવ લે છે. આવા સમયે જેમની આવક રૂ.10,000 થી રૂ.20,000 તે વર્ગના લોકો પ્રોપર્ટી ખરીદવા માટે સક્ષમ રહ્યા નથી. આથી અમને વિચાર આવ્યો કે સસ્તા દરના મકાનની યોજના અમદાવાદમાં થવી જોઇએ.

હાલમાં અમે આ અંગેની એક પ્રપોઝલ જ તૈયાર કરી છે. પરંત ટૂંક સમયમાં અમને આ સસ્તા દરની યોજના માટે પરવાનગી મળી જાય તેવી આશા છે તેમ તેમણે વધુમાં કહ્યું હતું.

આ અંગે ગુજરાત ઇન્સ્ટિટયૂટ ઓફ હાઉસિંગ એન્ડ એસ્ટેટ ડેવલપર્સ (ગાઇહેડ)ના પ્રમુખ સુરેશ પટેલે કહ્યું કે અમદાવાદમાં સસ્તા મકાનો બને તે આવકાર્ય છે. તેનાથી મધ્યમ વર્ગના લોકોને મદદરૂપ થવાશે. તેમજ ભૂતકાળમાં પણ ગુજરાત હાઉસિંગ બોર્ડે મકાનો બાંધ્યા હતા, તેનાથી લોકોને ફાયદો જ થયો હતો.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!