નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

નોકિયા 'સી6-01' ભારતમાં લૉન્ચ

મોબાઇલ ફોન બનાવનારી જાણીતી મોબાઇલ કંપની નોકિયાએ ભારતીય બજારમાં પોતાનો આકર્ષક સ્માર્ટફોન નોકિયા 'સી6-01' લૉન્ચ કરી દીધો છે. ભારતીય બજારમાં ખાસ્સા લાંબા સમયથી આ મોબાઇલ લૉન્ચ થવાની રાહ જોવાતી હતી.

સિંબાયન ઑપરેટિંગ સિસ્ટમ ઉપર આધારિત આ મોબાઇલમાં ક્લીઅર બ્લેક ડિસપ્લે ટેક્નોલૉજી, બ્લૂટુથ 3.0, વાઈફાઈ જેવા અત્યાધૂનિક ફિચર્સ ઉપલબ્ધ કરાવ્યા છે.

હાઇલાઇટ્સઃ-- 8 મેગાપીક્સલનો કેમરો ફ્લેશ લાઇટ સાથે ઉપલબ્ધ- આ નવો મોબાઇલ ટચસ્ક્રીન દ્વારા ઑપરેટ થાય છે- વિનામૂલ્યે ઓવીઆઈ મેપનો ઉપયોગ પણ કરી શકાશે- તે 3જી ટેક્નોલૉજીને પણ સરળતાથી સપોર્ટ કરે છે

આ મોબાઇલમાં કેમેરા પાછળ પણ ખાસ્સુ ધ્યાન આપવામાં આવ્યુ છે. સી6-01માં કંપનીએ 8 મેગાપીક્સલનો કેમરો ફ્લેશ લાઇટ સાથે ઉપલબ્ધ કરાવ્યો છે, જેનાથી રાતના સમયમાં પણ સ્પષ્ટ ફોટોગ્રાફી કરી શકાશે.

નોકિયાનો આ નવો મોબાઇલ ટચસ્ક્રીન દ્વારા ઑપરેટ થાય છે. સાથે જ તેમાં વિનામૂલ્યે ઓવીઆઈ મેપનો ઉપયોગ પણ કરી શકાય છે. ઉપરાંત આ મોબાઇલમાં જીપીએસ સિસ્ટમ પણ અપાઈ છે.

અને તે 3જી ટેક્નોલૉજીને પણ સરળતાથી સપોર્ટ કરે છે. ભારતમાં મોબાઇલની કિંમત 18,299 રૂપિયા રાખવામાં આવી છે. કંપનીને આશા છે કે આ મોબાઇલ હેન્ડસેટ ભારતીય ગ્રાહકોને ગમશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી