એક
જોક વાંચવા જેવી છે. એક શીપમાં અમુક લોકો મુસાફરી કરી રહ્યા હતાં, અચાનક
કંઈક કારણોસર શીપ પાણીમાં ડૂબવા લાગી. મુસાફરી કરનાર લોકોમાંથી 2 ઈટાલિયન
પુરુષ અને 1 સ્ત્રી, 2 જર્મન પુરુષ અને 1 સ્ત્રી, 2 ફ્રેન્ચ પુરુષ અને 1
સ્ત્રી અને 2 ભારતીય પુરુષ અને 1 સ્ત્રી એક સુંદર અને રમણીય આઈલેન્ડ પર
પહોંચી ગયા. એક મહિના પછી, બન્ને ઈટાલિયન પુરુષો એકબીજા સાથે ઝઘડતા હતા કે
કોણ ઈટાલિયન સ્ત્રીને પરણશે. બન્ને જર્મન પુરુષોએ ચુસ્ત ટાઈમ ટેબલ બનાવી
લીધુ હતું કે ક્યા દિવસે કયો પુરુષ સ્ત્રી સાથે સૂશે. બન્ને ફ્રેન્ચ પુરુષો
અને સ્ત્રી સાથે મળીને ખુશી ખુશી રહેતા હતાં. જ્યારે બન્ને ભારતીય પુરુષો
રાહ જોઈ રહ્યા હતાં કે કોઈ ત્રીજી વ્યક્તિ આવીને તેમની ઓળખાણ પેલી સ્ત્રી
સાથે કરાવે.
વેલ, આ માત્ર ભારતીય પુરુષોની વાત નથી પણ ઘણા પુરુષો એવા હોય છે જેઓ
સ્ત્રીઓ સાથે વાતચીત કરતા ગભરાય છે. તેઓ સ્ત્રીઓથી નથી ડરતાં હોતાં પણ કદાચ
સ્ત્રી તેનો પ્રસ્તાવ નકારી કાઢશે અને તેમની ઈમેજ ખરાબ થઈ જશે અથવા તો પછી
મિત્રો મજાક ઉડાડશે તે વાતનો ડર સતાવતો હોય છે. તો તમારે ડરવાની જરૂર નથી.
આ રહી અમુક ટિપ્સ જેનાથી તમે તમારો ડર દૂર કરીને તમને ગમતી કોઈ પણ સ્ત્રી
આગળ તમારો પ્રસ્તાવ મૂકી શકશો.
1. સમજો અને પછી આગળ વધો: તમે કોઈ પણ સ્ત્રીને પસંદ કરતા હોવ તો
તેનો અર્થ એ નથી કે તે પણ તમને પસંદ કરતી જ હોય. કોઈને પહેલી વાર જોયા પછી
ગમી જાય એ વાત અલગ છે પણ તેનો અર્થ એ નથી કે તે જ ઘડીએ જઈને તેને પ્રપોઝ
કરી દેવું. થોડી રાહ જુઓ, નિરિક્ષણ કરો કે શું તે તમને પસંદ કરી રહી છે કે
નહીં અને જો લાગે કે તે પણ તમારા તરફ આકર્ષિત થઈ રહી છે તો જ આગળ વધો.
2. પહેલી મુલાકાતમાં પ્રપોઝ કરવાની જરૂર નથી: પહેલા મિત્રતા અને પછી
પ્રપોઝ કરતા પુરુષો આજકાલની સ્ત્રીઓને નથી ગમતા હોતા. માટે જો તમે કોઈ
સ્ત્રીને પસંદ કરતા હોવ તો તેને પહેલી વાર મળો ત્યારે તમારા મનમાં શું છે
તેનો થોડો ઘણો ખ્યાલ તેને ચોક્કસ આપો. પણ હા, પ્રપોઝ કરી દેવાની જરૂર નથી.
3. તેના સંકેતો સમજો: જો કોઈ સ્ત્રી તમને પસંદ કરતી હશે તો તે પણ
તમારી સામે જોવાનો પ્રયાસ કરશે. તમારી આસપાસ રહેવાનો પ્રયત્ન કરશે. આવા
સંકેતો સમજીને તેની નજીક જવાનો પ્રયાસ કરો.
4. ખોટી પ્રશંસા ન કરો: સ્ત્રીઓને પોતાની પ્રશંસા ગમે છે પણ ખોટી
પ્રશંસા નહીં. તમે તેમની જે એક-બે વાતને લઈને તેના તરફ આકર્ષાયા હોય તે વાત
સ્પષ્ટ રીતે નહીં તો સ્માર્ટી રીતે જણાવો. આત્મવિશ્વાસની સાથે આ વાત કહેશો
તો સ્ત્રી ખરેખર પ્રભાવિત થઈ જશે.
5. બની શકે તો એકલામાં મળવાનો પ્રયાસ કરો: જો તમને મિત્રોની સામે
પોતાની ઈમેજ ખરાબ થવાનો કે નકારી કાઢવાનો ડર સતાવતો હોય તો જ્યારે તે
સ્ત્રી એકલી હોય ત્યારે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરો. જેમ કે પાર્કિંગ
લોટમાં, જ્યારે તે વોશરૂમ તરફ જઈ રહી હોય ત્યારે, જ્યારે તે ડ્રિન્ક્સ લેવા
જઈ રહી હોય ત્યારે.
6. જૂની પિક અપ લાઈન્સ ન વાપરો: તમારા મિત્રો જે પિક અપ લાઈન બોલીને
સ્ત્રીઓને પટાવતા હોય છે તે જરૂરી નથી કે દરેક વખતે કામ કરે. તમે જે
સ્ત્રીને પ્રસ્તાવ મૂકવા માંગો છે તેને જાણવાની તક આપો કે તમે અન્ય પુરુષો
કરતા અલગ છે, અને તમે અલગ અંદાજમાં વાતચીત કરીને આ વાત જણાવી શકો છો.
7. પ્રયત્ન હિમ્મતવાળા લોકો જ કરે છે: જરૂરી નથી કે તમને ગમતી
સ્ત્રી તમને પણ પસંદ કરતી હોય. માટે આગળ વધતી વખતે મનમાંથી એ ખ્યાલ કાઢી
નાંખો કે તે તમને પસંદ કરશે કે નહીં. માત્ર એટલુ યાદ રાખો કે તમે તેને
તમારા દિલની વાત કહેવા માંગો છો. ત્યાર બાદ વિચારવાનુ તો તે સ્ત્રીએ છે
તમારે નહીં. તમારે માત્ર તમારા દિલની વાત કહેવાની છે. આખરે પ્રયત્ન કરવા
માટે પણ હિમ્મતવાળા લોકો જ કરે છે.
Comments
Post a Comment