નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

યુવા NRI સાહસિકો ગુજરાતમાં રોકાણ કરવા આકર્ષાતા નથી

 
- યુવા એનઆરઆઈ સાહસિકો ગુજરાતમાં રોકાણ કરવા આકષૉતા નથી


- અમદાવાદ આવેલા લંડનનાં ભૂતપૂર્વ મેયરના વાઈબ્રન્ટ ગુજરાત માટે સૂચનો

- સિંગલ વિન્ડો સિસ્ટમ હજુ કામ કરતી નથી
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબ્લ ઈન્વેસ્ટર્સ સમિટ દુનિયાભરના રોકાણકારોને આકર્ષી રહી છે આમ છતાં અહીં બિન નિવાસી યુવા સાહસિકો રોકાણ માટે આકષૉતા નથી તેવું અમદાવાદ આવેલાં લંડનનાં ભૂતપૂર્વ મેયર અને બિન નિવાસી ગુજરાતી લતા પટેલે કહ્યું છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીમાં કેટલાક વેપારીઓ સાથેની વાતચીત દરમ્યાન તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં રોકાણ માટેના જે એમઓયુ થયા છે તેમાંથી ૯૫ ટકાથી વધુ એમઓયુ દેશની કંપનીઓએ જ કર્યા છે.

લતા પટેલ અને યુ.કે.માં કાઉન્સિલર રહી ચુકેલા તેમના પતિ કે ડી પટેલે કહ્યું હતું કે એક એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ જેનાથી ૨૦૧૩માં યોજાનારી સમિટમાં મોટાપાયે વિદેશી કંપનીઓ એમઓયુ કરે. તેમનું કહેવું છે કે ગુજરાત ટુરીસ્ટ માટે પણ આકર્ષણ ઊભું કરી શક્યું નથી.

યુકેમાં જ્યાં વર્ષે ૪૦ મિલિયન ટુરીસ્ટ આવે છે, ફ્રાન્સમાં ૭૦ મિલિયન ટુરીસ્ટ આવે છે જ્યારે ભારતમાં માત્ર પાંચ મિલિયન ટુરીસ્ટ આવે છે તેમાંથી પાંચ ટકા જ ગુજરાતમાં આવે છે. ગુજરાતમાં આવનારા આ ૫ ટકામાંથી ૬૫ ટકા લોકો એવા ગુજરાતીઓ છે જે અહીં ફરવા માટે નહિ પરંતુ તેમના સગા સબંધીઓને મળવા માટે આવે છે.

આ કપલનું વાઈબ્રન્ટ ગુજરાત માટે કહેવું છે કે આજે પણ વિદેશથી આવતા રોકાણકારની તમામ પ્રોસેસ એક જ જગ્યાએ પુરી થઈ જાય તેવી વ્યવસ્થા નથી. રોકાણકારે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ નિયમોનું પાલન કરવું પડે છે. આગામી વાઈબ્રન્ટ સમિટ પહેલા વિદેશથી ગુજરાતમાં રોકાણ કરવા આવનારા રોકાણકારો માટે આ રીતની વ્યવસ્થા ઊભી જાય તેવું પણ તેમણે સૂચન કર્યું હતું.





Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી