નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

રોમાંચક બનેલી ભારત-ઇંગ્લેન્ડ મેચમાં ટાઈ પડી

- સચિન-સ્ટ્રાઉસની સદી એળે ગઈ

એન્ડ્ર્યુ સ્ટ્રાઉસની કેપ્ટન્સ ઇનિંગ્સને કારણે અત્યંત રોમાંચક બનેલી ૨૦૧૧ના વર્લ્ડ કપની લીગ મેચ રવિવારે ટાઈમાં પરિણમી હતી. મેચમાં સચિન તેંડુલકરે (૧૨૦) તેની કારકિર્દીની વધુ એક યાદગાર ઇનિંગ્સ રમી હતી તો ઝહિર ખાને ભારત માટે મેચ જીવંત બનાવી દીધી હતી. ઝહિરે ઉપરાઉપરી બે બોલમાં સ્ટ્રાઉસ અને ઇયાન બેલની જામેલી જોડીને તોડીને ભારતને મેચમાં પરત ફરવામાં મદદ કરી હતી. બંને ટીમને એક-એક પોઇન્ટ મળ્યો હતો.

અહીંના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખઆતે રમાયેલી મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ૪૯.૫ ઓવરમાં ૩૩૮ રન નોંધાવ્યા હતા જેના જવાબમાં ઇંગ્લેન્ડે ૫૦ ઓવરમાં આઠ વિકેટના ભોગે ૩૩૮ રન કર્યા હતા. ઓપનર એન્ડ્ર્યુ સ્ટ્રાઉસે ઇંગ્લેન્ડ માટે આક્રમક શરૂઆત કરી હતી.

કેવિન પીટરસન સાથે દસ ઓવરમાં ૬૮ રન ઉમેર્યા બાદ તેણે ઇયાન બેલ સાથે મળીને ત્રીજી વિકેટ માટે જંગી ભાગીદારી નોંધાવી હતી. ભારતના લગભગ તમામ બોલર સામે સ્ટ્રાઉસે આસાનીથી બેટિંગ કરી હતી અને ૧૫૮ રન ફટકાર્યા હતા. ઇયાન બેલે ૬૯ રન ફટકાર્યા હતા જ્યારે ઝહિર ખાને ત્રણ મહત્વની વિકેટ ખેરવી હતી.

બાંગ્લાદેશ સામેની મેચ જેવા જ મૂડમાં વીરેન્દ્ર સેહવાગે બેટિંગ શરૂ કરી હતી પરંતુ તેને વારંવાર જીવતદાન મળી રહ્યા હતા. પ્રથમ જ ઓવરમાં તેને બે જીવતદાન મળી ગયા હતા. આમ છતાં તેણે ઝડપથી રમવાનું જારી રાખ્યું હતું, જોકે સામે છેડે સચિન તેંડુલકર દ્રઢતાથી બેટિંગ કરી રહ્યો હતો.

સચિને જે રીતે આરંભ કર્યો ત્યારથી લાગતું હતું કે આજનો દિવસ તેનો જ છે અને તેણે પુરવાર પણ કરી દેખાડ્યું. સચિનની આ ૪૭મી સદી હતી અને તેની શ્રેષ્ઠ સદી પૈકીની એક બની શકે તે રીતે તેણે બેટિંગ કરી હતી.

પોલ કોલિંગવૂડની બોલિંગમાં તેણે સિકસર ફટકારી એ અગાઉ જેમ્સ એન્ડરસન, ટિમ બ્રેસનાન અને અજમલ શહેઝાદને સચિને આસાનીથી ફટકાર્યા હતા. સચિને ૧૧૫ બોલમાં દસ બાઉન્ડ્રી અને પાંચ સિકસર સાથે ૧૨૦ રન ફટકાર્યા હતા. વર્લ્ડ કપમાં આ તેની પાંચી સદી હતી જે એક વિક્રમ છે.

ગૌતમ ગંભીર સાથે સદીની ભાગીદારી નોંધાવ્યા બાદ સચિને યુવરાજ સાથે વધારે આક્રમક બેટિંગ કરી હતી. ગંભીર પ્રથમ મેચની માફક જ રવિવારે આઉટ થયો હતો પરંતુ એ અગાઉ તેણે ૬૧ બોલમાં ૫૧ રન ફટકાર્યા હતા જ્યારે યુવરાજે ફોર્મ પરત મેળવતી બેટિંગ કરીને ૫૦ બોલમાં ૫૮ રન નોંધાવ્યા હતા જેમાં નવ બાઉન્ડ્રીનો સમાવેશ થતો હતો.

યુવરાજ અને ધોનીએ ૬૯ રનની ઝડપી ભાગીદારી નોંધાવી હતી જેમાં ધોનીના ૨૫ બોલમાં ૩૧ રનનો સમાવેશ થતો હતો, જોકે સળંગ બે બોલમાં ભારતે આ બંનેની વિકેટ ગુમાવી એ પછી એક સમયે ૩૭૫નો સ્કોર શક્ય જણાતો હતો જે ઘટીને ૩૩૮ સુધી જ પહોંચી શક્યો હતો.

યુસુફ પઠાણ અને વિરાટ કોહલી પણ સંળગ બે બોલમાં આઉટ થયા હતા અને એ પછીના ખેલાડીઓ ટિમ બ્રેસનાન સામે ટકી શક્યા ન હતા. ઇંગ્લેન્ડ માટે આશ્વાસનરૂપ બાબત ટિમ બ્રેસનાનની બોલિંગ હતી. બ્રેસનાને કારકિર્દીની શ્રેષ્ઠ બોલિંગ કરતાં ૪૮ રનમાં પાંચ વિકેટ ઝડપીને ટીમને થોડી રાહત આપી હતી.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી