નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

વેલેન્ટાઈ ડેના દિવસે રેડ ડ્રેસ પહેરવો કે બ્લેક?

જે લોકો વેલેન્ટાઈન ડેની રાહ જોઈ રહ્યા હશે તેઓ એક એક દિવસની ગણતરી કરી રહ્યા હશે. તો તમને જણાવી દઈએ કે હવે માત્ર 4 દિવસ બાકી છે વેલેન્ટાઈન ડેને આડે. પણ શું તમે બધી તૈયારી કરી લીધી? વેલેન્ટાઈન ડેના દિવસે ક્યો ડ્રેસ પહેરવાના છો, મેચિંગ જ્વેલરી, શૂઝ, હેર સ્ટાઈલ, તમારા વેલેન્ટાઈન માટે ગિફ્ટ, ફ્લાવર્સ વગેરે. અમને ખ્યાલ છે કે તમે તે દિવસે કોઈ નાની એવી વાત પણ ભૂલવા નથી માંગતા. તો તમારી સહાયતા માટે આ રહી લિસ્ટ.

1. ડ્રેસ: ક્યો ડ્રેસ પહેરવાના છો તે પહેલાથી નક્કી કરવુ જરૂરી છે કારણ કે વેલેન્ટાઈન ડેના દિવસે કેવા લાગશો તેનો અંદાજો તો તમારે મેળવવો પડે ને. તમે કોઈ નાઈટ પાર્ટીમાં જવાનો હોવ તો તમારો લિટલ બ્લેક ડ્રેસ બહુ જ સુંદર લાગશે તમારા પર. પણ જો તમે ડિનર ડેટ પર જવાના હોવ તો તમે રેડ અથવા પર્પલ કલરનો શોર્ટ ડ્રેસ પહેરી શકો છો.

2. જ્વેલરી: તમારા સેક્સી ડ્રેસને કંમ્પ્લીમેન્ટ આપે તેવી મેચિંગ જ્વેલરી તમારી પાસે હોવી જરૂરી છે. જો તમારી પાસે ન હોય તો ખરીદી કરી શકો છો અથવા મિત્ર પાસેથી ઉધાર લઈને અરેન્જમેન્ટ કરી શકો છો. પણ જો જો ક્યાંક સારી અને ગમતી જ્વેલરી પહેરવાના શોખમાં તમે જ્વેલરીની દુકાન ન બની જાવ.

3. પાર્લર: તમે સુંદર તો લાગો જ છો બસ તમારી સુંદરતાને થોડી ટોન અપ કરવા માટે બ્યૂટિ પાર્લરની મુલાકાત લેવી જરૂરી છે. મેનિક્યોર, પેડિક્યોર, ફેસિયલ, વેક્સિંગ અને હેર કટ આટલી બાબતો બહુ જ જરૂરી છે સારા દેખાવા માટે. હજી ચાર દિવસ બાકી છે માટે આજે જ પાર્લરનુ અપોઈન્ટમેન્ટ લઈ લો.

4. શૂઝ: તમે બ્લેક સ્ટિલેટો્સ પહેરી શકો છો જે મોટાભાગે કોઈ પણ ડ્રેસ કે જીન્સ અને સેક્સી ટોપ સાથે સારા લાગશે. પણ જો તમે વેલેન્ટાઈનના રંગે રંગાયા હોવ એટલે કે રેડ ડ્રેસ પહેર્યો હોય તો તેની સાથે રેડ હિલ્સ પહેરો. જો તમે 31 ડિસેમ્બરની પાર્ટી માટે કોઈ નવા શૂઝ ખરીદ્યા હોય તો તે પણ પહેરી શકો છો. કારણ કે પુરુષો તમારા શૂઝને લાંબા સમય સુધી યાદ નથી રાખી શકતા.

5. હેર કટ/સ્ટાઈલ: તમે તમારા ડ્રેસ અનુસાર કોઈ હેર સ્ટાઈલ કરાવી શકો છો. અને જો તમે વેલેન્ટાઈન ડેના દિવસે કંઈક ખાસ લુક મેળવવા માંગતા હોવ તો આજે જ જઈને કોઈ નવી હેર કટ કરાવી લો અને તમારા વેલેન્ટાઈનને સરપ્રાઈઝ આપો. જો કોઈ હેર સ્ટાઈલ કે હેરકટ તમને ન સૂજે તો તમારા વાળને સ્ટ્રેઈટનર દ્વારા સ્ટ્રેઈટ કરીને ખુલ્લા છોડી દો.

6. વેલેન્ટાઈન ગિફ્ટ: તમારા વેલેન્ટાઈન ડેને યાદગાર બનાવવા માટે તમારા વેલેન્ટાઈનને આપો કંઈક ખાસ ભેટ. મોટાભાગે સ્ત્રીઓ મૂંઝવણમાં મૂકાતી હોય છે કે તેઓ તેમના વેલેન્ટાઈનને શું ગિફ્ટ આપે. તમારી મૂંઝવણમાંને મૂંઝવણમાં ગિફ્ટ લેવાનુ જ રહી ન જાય તેનુ ધ્યાન રાખજો. તમે તેમને વોલેટ, તેમની પસંદની મ્યુઝિક ડીવીડી, ગિટાર, ગોગલ્સ, જો તેમને બાઈક ચલાવવાનો શોખ હોય તો હેલ્મેટ જેવી કંઈ પણ અલગ વસ્તુ ભેટમાં આપી શકો છો.

7. ફ્લાવર્સ: મોટાભાગે પુરુષો જ સ્ત્રીઓને ફ્લાવર બૂકે આપીને ખુશ કરવાનો પ્રયત્ન કરતા હોય છે. પણ એનો અર્થ એ નથી કે પુરુષોને ફૂલો પસંદ નથી. હા, તમારી જેમ તેમને ફૂલોનો ગુચ્છા પસંદ નથી હોતા પણ તમે તમારા વેલેન્ટાઈનને કોઈ એક ખાસ ફૂલ આપી શકો છો, જેમ કે રોઝ, લીલી અથવા ઓર્કિડ. આખો બૂકે આપવાની જરૂર નથી. માત્ર એક ફૂલ જેને તે પોતાની પાસે રાખી શકે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી