નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આ યૂનીક ગિફ્ટ્સ કરશે તમારી પ્રેમિકાને ખુશ!

વેલેન્ટાઈન ડે આવે એટલે બધા પ્રેમીઓ માટે એક મૂંઝવણ લાવે. પ્રેમિકાને ગિફ્ટ શું આપવી. પહેલા તો સ્ત્રીઓ અમુક ખાસ વસ્તુઓ જોઈને ખુશ થઈ જતી કારણ કે તેઓને આવી વસ્તુ ભાગ્યે જ ગિફ્ટમાં મળતી જેમ કે જ્વેલરી, ટેડી બેર, ચોકલેટ્સ, ફ્લાવર્સ વગેરે. પણ હવે તો આ બધી વસ્તુઓ બહુ સામાન્ય થઈ ગઈ છે, સ્ત્રીઓને આ બધી વસ્તુઓ ગિફ્ટમાં મેળવવી તો ગમે જ છે પરંતુ તેની સાથે તેઓ આશા રાખે છે કે વેલેન્ટાઈન ડેના દિવસે તેમને મળે કંઈક ખાસ ભેટ. પણ એ જ વસ્તુ તમારી પરેશાનીનું કારણ બને છે, કારણ કે આખરે તમે સ્ત્રીએ કઈ ખાસ ભેટ આપી શકો.

વેલ, તમારે ટેન્શન લેવાની જરૂર નથી. આ રહી ટોપ 5 યૂનીક ગિફ્ટની લિસ્ટ જે તમે તમારી પ્રેમિકાને ભેટમાં આપી શકો છો.

1. સ્પા વાઉચર: તમે જાણો છો કે તમારી પ્રેમિકા પોતાની જોબ, ઘરની જવાબદારી અને તમારી સાથે સમય ગાળવા માટે કેટલા સ્ટ્રેસનો સામનો કરે છે. તેને રિલેક્સ થવા માટે તમે તેને કોઈ સ્પામાં એક દિવસની મુલાકાત માટે ગિફ્ટ વાઉચર આપો. સ્પાની મુલાકાત લીધા બાદ તે તમને ખરેખર વધુ પ્રેમ કરવા લાગશે. યાદ રાખો આ વાઉચર માત્ર તેને ગિફ્ટ આપવા માટે ન આપો. પણ જો તમે ખરેખર ઈચ્છતા હોવ કે તમારી પ્રેમિકા થોડી રિલેક્સ થાય તો જ આ ગિફ્ટનો વિકલ્પ વિચારજો.

2. ગિટાર: જો તમારી ગર્લફ્રેન્ડ તમારા માટે હેના મોન્ટાના જેવી સ્ટાર હોય તો અથવા તેને સંગીતનો શોખ હોય તો તેને એક ગિટાર ભેટમાં આપી શકો છો. ભલે તેને તે વગાડતા ન આવડતું હોય. અમારી વાત માનો તમારી આ ગિફ્ટ સ્વીકાર્યા પછી તે કંઈ નહીં તો તમારા માટે કોઈ એક ખાસ ધૂન વગાડતા તો શીખી જ જશે.

3. નોટપેડ: આજની સ્ત્રીઓ પુરુષોની જેમ જ ટેકનોસેવી બનતી જાય છે. તેઓ પણ હવે પુરુષોની જેમ ઘરે રહીને ઓફિસનુ અડધું કામ કરતી હોય છે. કિચનના પ્લેટફોર્મ પર શાકભાજીની સાથે લેપટોપ પડ્યુ હોય તે વાત હવે સામાન્ય બનતી જાય છે. તમે પણ તમારી ગર્લફ્રેન્ડને બનાવો ટેકનોસેવી અને ગિફ્ટમાં આપો નોટપેડ. લેપટોપ કરતા ઓછી કીંમતે મળશે અને તમારી ગર્લફ્રેન્ડ તમારો ખરા દિલથી આભાર માનશે.

4. લોન્ઝરી સેટ: જો તમે તમારી પ્રેમિકાને એક સેક્સી અંદાજમાં જોવા માંગતા હોવ તો તમે તેને તમારી પસંદની કોઈ ખાસ હોટ સેક્સી લોન્ઝરી ગિફ્ટ કરી શકો છો. તમારી પ્રેમિકા જ્યારે તેને પહેરીને તમારી સામે આવશે ત્યારે ચોક્કસ જ તમને આ ગિફ્ટ આપ્યાનો આનંદ થશે. પણ યોગ્ય સાઈઝ અને રંગની પસંદગીનો ખાસ ખ્યાલ રાખશો.

5. બોટલ ઓફ વાઈન: તમારી પ્રેમિકા તમારી સામે હંમેશા સુંદર રીતે તૈયાર થઈને આવતી હશે. ક્યારેક જીદ્દ કરતી હશે અને ક્યારેક રિસાઈ જતી હશે. તમે તેને જાણતા હોવા છતાં પણ તમને ક્યારેક લાગતુ હશે કે સ્ત્રીઓને સમજવી આટલી અઘરી વાત કેમ છે. વેલ, તમારી વાત સાચી છે પુરુષો માટે સ્ત્રીઓને સમજવી ખરેખર અઘરી છે. પણ જો તમે ઈચ્છતા હોવ કે તમારી ગર્લફ્રેન્ડ તમારી સાથે દિલ ખોલીને વાતો કરે તો તેને એક વાઈનની બોટલ ગિફ્ટ કરો. વાઈનનો નશો અને તમારા રોમાન્સનો નશો તેને પોતાના દિલની વાત કહેવા માટે મજબૂર કરી જ દેશે.

આ સિવાય પણ તમે ટેડી બેર, હેન્ડ બેગ્સ, જ્વેલરી, કોસ્મેટિક ગિફ્ટ, શૂઝ, ડ્રેસ, મોબાઈલ ફોન, આઈપોડ, ફ્લાવર્સ, કાર્ડ, ચોકલેટ જેવી ભેટ તો આપી જ શકો છો.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!