નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ભૂલથી પણ આ 5 લોકોને ડેટ ન કરતા!

ઘણી વાર પરિસ્થિતિ બહુ જ ખરાબ થઈ જતી હોય છે જ્યારે ઓફિસમાં તમે મજાક મજાકમાં કોઈની સાથે સાચે જ રોમાન્સ કરવા લાગો અને ખાસ કરીને ક્યા વ્યક્તિ સાથે રોમાન્સ કરો છો તે વાત બહુ જ ખતરનાક સાબિત થઈ શકે છે.

ન્યૂ વોલ્ટ.કોમ દ્વારા કરાયેલા 2000 લોકોના સર્વેમાં જાણવા મળ્યુ હતું કે 59 ટકા લોકો જે ઓફિસના અન્ય સહકર્મચારીઓ સાથે રોમાન્સ કરતા હતા અથવા સંબંધ ધરાવતા હતા, તેમાંથી 30 ટકા લોકોના અંગત અને વ્યાવસાયિક સંબંધો પર અસર પડી છે.

આ રહી એક યાદી જે જણાવશે કે ક્યા 5 પ્રકારના લોકો સાથે ઓફિસમાં ક્યારેય રોમાન્ટિક સંબંધો ન બાંધવા.

1. ટ્રેઈની કે ઈન્ટર્ન:
જો તમારા ઓફિસમાં તમારી નીચે કામ કરનાર કોઈ ટ્રેઈની, ઈન્ટર્ન કે આસિસટન્ટ હોય તો તેની સાથે ક્યારેય સંબંધો ન બાંધતા કારણ કે આમ કરવાથી તમારા સહકર્મચારીઓ અને ટ્રેઈનીમાં ફેવરિટિઝમની ભાવનાઓ પેદા થશે.

2. આઈટી સ્ટાફ મેમ્બર:
તમારું કમ્પ્યુટર ખરાબ થાય અને તમારી આખરે આઈટી મેમ્બરની મદદની જરૂર પડે તો તમે તેને ચોક્કસ બોલાવી શકો છો પણ કમ્પ્યૂટર બંધ ચાલુ કરવા માટે કે નાની વાતે જો તમે તમારા આઈટી હેલ્પરને બોલાવશો તો તો બધાને ખબર પડી જ જશે કે આજકાલ તમારે ટેકનીકલ સપોર્ટની જરૂર કંઈક વધુ જ પડી રહી છે.

3. બોસ સાથે:
સેક્સ તો દૂરની વાત રહી પણ જો તમે માત્ર તેમની સાથે પ્રેમમાં પડશો કે માત્ર આકર્ષણનો દોર શરૂ કરશો તો તે પહેલા જ એકવાર વિચારી લો તેમની સાથેના બ્રેકઅપ બાદ તમારી હાલત શું કરશે.

4. બોસની પત્ની કે બોસનો પતિ:
પરિણિત સહકર્મચારી સાથે શારીરિક સંબંધો બાંધવા કોઈ સારો વિચાર નથી. પણ બોસની પત્ની કે બોસના પતિ સાથે સેક્સ માણવું કે સંબંધો બાંધવા કે કારકીર્દિની આત્મહત્યા કરવા જેવું છે.

5. સિરિયલ ડેટર:
ઓફિસમાં એવો એકાદ પુરુષ તો હશે જેના વિશે સૌ કોઈ જાણતા હશે કે કેટલો ચાલુ કે લફરેબાઝ છે. આનો અર્થ એ થાય છે કે તે વારે વારે પાર્ટનર બદલતો રહે છે. આવા લોકો સાથે સંબંધ બાંધવાથી તમારી રેપ્યુટેશન ઘટી જશે અને તમારા સહકર્મચારીઓ તમારી વાતનો ભરોસો કરે તે વાત તેમના માટે મુશ્કેલ બની જશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી