નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે વર્લ્ડ કપની વોર્મઅપ મેચ

બેંગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે બપોરે ૨.૩૦ કલાકે મેચ શરૂ થશે. બંને ટીમ એકબીજા પર દબાણ લાદવાના ઇરાદા સાથે મેદાને પડશે

વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની પ્રારંભિક મેચ રમતાં અગાઉ મહેન્દ્રસિંઘ ધોનીના ધુરંધરો રવિવારે અહીંના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાનારી વોર્મઅપ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમ સામે ટકરાશે. બંને ટીમ પોતપોતાના મહત્વના ખેલાડીઓની ઇજામાંથી બહાર આવી નથી તેને કારણે આ મેચ બંને ટીમના ખેલાડીઓ માટે ફિટેનસ ટેસ્ટ બની રહેશે.

મેચ બપોરે ૨.૩૦ કલાકે શરૂ થશે અને તેનું જીવંત પ્રસારણ ઇએસપીએનની સ્ટાર સ્પોર્ટ્સ અને સ્ટાર ક્રિકેટ ચેનલ પરથી કરાશે.

સેહવાગ અને યુવરાજના બુલંદ ઇરાદા : ગયા વર્ષે મોટાભાગની મેચમાં ઇજાથી પરેશાન રહેલો યુવરાજસિંઘ હવે સંપૂર્ણ ફિટ જણાય છે અને રન ફટકારવા માટે આતુર છે.

બીજી તરફ વીરેન્દ્ર સેહવાગ પણ ૫૦ ઓવર સુધી ટકી રહેવા માટે પ્રતબિદ્ધ બન્યો છે. આ બંને ઉપરાંત સચિન તેંડુલકર, ગૌતમ ગંભીર, યુસુફ પઠાણ અને વિરાટ કોહલી પણ ફોર્મમાં છે અને ઓસ્ટ્રેલિયન બોલરનો સામનો કરવા મક્કમ છે. ધોની છેલ્લા કેટલાક સમયથી ફોર્મમાં નથી.

રિકી પોન્ટિંગ પણ સક્ષમ છે

ઓસ્ટ્રેલિયન સુકાની રિકી પોન્ટિંગ પણ ભારત સામેની આ મેચને હળવાશથી લેશે નહીં. પોન્ટિંગ આ વર્લ્ડ કપ જીતીને પોતાની આગેવાની હેઠળ સળંગ ત્રીજો વર્લ્ડ કપ જીતવા આતુર છે. આ ગોલ્ડન તકનો લાભ લેવા તે હાલમાં તમામ ચીજ દાવ પર લગાડી દેવા માગે છે. આમેય ભારત સામેના મુકાબલાને ઓસ્ટ્રેલિયન ટીમ યુદ્ધ તરીકે ગણતી હોય છે.

વોર્મઅપ મેચનું પ્રસારણ

ઇએસપીએન, સ્ટાર સ્પોર્ટ્સ અને સ્ટાર ક્રિકેટ પરથી રવિવારે રમાનારી ભારત અને ઓસ્ટ્રેલિયા તથા એ પછીની ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વોર્મ અપ મેચનું પણ જીવંત પ્રસારણ થવાનું છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી