નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કળયુગમાં અનિષ્ટોથી કેવી રીતે બચી શકાય?

જીવનમાં દુર્ગુણો આસનીથી પ્રવેશ કરી જાય છે. આપણે ગમે એટલા તાળા લગાવીએ કે ચોકીદાર બેસાડીએ પણ દુર્ગુણોના આક્રમણ સામે પોતાનું રક્ષણ કરવું મુશ્કેલ બની જાય છે.હનુમાન ચાલીસની 21મી ચોપાઈમાં આપણને હનુમાનજીનું નવું રૂપ જોવા મળે છે. राम दुआरे तुम रखवारे। होत न आज्ञा बिनु पैसारे। તમે રામદ્વારના દ્વારપાળ(ચોકીદાર) છો, તમે રક્ષા કરો છો રામદ્વારની. તમારી આજ્ઞા વગર કોઈ અંદર કેવી રીતે પ્રવેશ કરી શકે? તેનો સીધો અર્થ છે, તમારી કૃપા વગર ભગવાન શ્રીરામની કૃપા પ્રાપ્ત નથી થઈ શકતી.આ ચોપાઈને આજકાલ લોકોએ નવી પરિભાષા આપી દીધી છે. બિનુ પૈસા અર્થાત્ પૈસા વગર કોઈ નથી જઈ શકતું. કારણ કે આજકાલ આપણે દરેક કામ માટે રૂપિયા-પૈસા આપવા પડે છે. પરંતુ વાસ્તવિક અર્થ એવો નથી. દ્વારપાળની ભૂમિકાને આપણે સમજવી જોઈએ. આપણા હૃદયના આપણે પોતે દ્વારપાળ-ચોકીદાર છીએ.


આપણે તો રોજે-રોજ કામ, ક્રોધ, લોભ, મોહને પ્રવેશ આપીએ છીએ, તો શું આપણે સાચા દ્વારપાળ છીએ? શું આપણે સત્ય, વિવેક, શાંતિ, પરોપકાર, અહિંસા જેવા સદગુણોને પ્રવેશ આપીએ છીએ? આ દુર્ગુણોના પ્રવેશ આપતી વખતે આપણે રિશ્વતખોર(લાંચીયા) બની જઈએ છીએ. એટલે સંકેત આપવામાં આવે છે કે, આપણે કયા પ્રકારના દ્વારપાળ બનવું જોઈએ. અનેક લોકો એવા સ્વાભિમાનની હોય છે કે જો આગ્રહ કરવામાં ન આવ્યો હોય તો આમંત્રણ સ્વીકાર નથી કરતા. સદગુણીઓ એવા જ સ્વાભિમાની હોય છે. તેમને આમંત્રણ આપી-આપીને આગ્રહપૂર્વક પ્રવેશ કરાવવો પડશે. દ્વારપાળનો આગ્રહ કરી આમંત્રણ આપવાની કલામાં પણ પારંગત હોવું જોઈએ. હનુમાનજીની કૃપા થઈ જાય તો આપણા પ્રવેશ-પ્રબંધન સફળતા પૂર્વક ઉકેલાશે. અને દ્વારપાળ સજગતા, બળ, વિવેક તથા આગ્રહની સાથે સાચું પરિણામ આપશે. તો ચાલો દુર્ગુણોના આક્રમણ વખતે હનુમાન રૂપી ચોકીદારને જીવનમાં સ્થાન આપી દઈએ.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!