નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

રનની દોડમાં સચિન સૌથી આગળ

ક્રિકેટ વર્લ્ડ કપમાં પણ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર તમામ પર હાવી રહ્યો છે. તે રન બનાવવામાં તથા સદી ફટકારવામાં રિકી પોન્ટિંગ, અરવિંદ ડી સિલ્વા તથા સનત જયસૂર્યાને પાછળ રાખી ચૂકયો છે. ડી સિલ્વા અને જયસૂર્યા વર્લ્ડ કપને અલવિદા કરી ચૂક્યા છે તેથી સચિનને માત્ર ઓસ્ટ્રેલિયન સુકાની રિકી પોન્ટિંગનો સામનો કરવો પડશે.

સચિન તેંડુલકર : ૧,૭૯૬ રન
વર્લ્ડ કપ ક્રિકેટમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ૧૯૯૨થી ૨૦૦૭ સુધીના પાંચ વર્લ્ડ કપમાં સચિને કુલ ૧,૭૯૬ રન બનાવ્યા અને આ દરમિયાન તેણે ચાર સદી અને ૧૩ અડધી સદી નોંધાવી છે. સચિન છઢ્ઢી વખત વર્લ્ડ કપમાં રમશે.
સચિને ૧૯૯૨ના વર્લ્ડ કપની આઠ મેચમાં ત્રણ અડધી સદી સહિત ૨૮૩ રન બનાવ્યા હતા. ત્યારબાદ ૧૯૯૬ના વર્લ્ડ કપમાં તેણે શ્રીલંકા અને કેન્યા એમ બે સદી સહિત ત્રણ અડધી સદી વડે ૫૨૩ રન બનાવ્યા હતા. ૧૯૯૯ના વર્લ્ડ કપમાં તેણે ૨૫૩ રન બનાવ્યા હતા જેમાં કેન્યા વિરુદ્ધના ૧૪૦ રનનો સમાવેશ થાય છે.
૨૦૦૩માં સાઉથ આફ્રિકા ખાતે રમાયેલા વર્લ્ડ કપ દરમિયાન સચિને એક સદી અને છ અડધી સદી વડે ૬૭૩ રન બનાવ્યા હતા. ૨૦૦૭માં વેસ્ટ ઇન્ડીઝમાં રમાયેલા વર્લ્ડ કપમાં તેણે ત્રણ મેચમાં એક અડધી સદી વડે કુલ ૬૪ રન બનાવ્યા હતા. ગયા વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પ્રથમ રાઉન્ડમાં બહાર થઇ ગઇ હતી.
રિકી પોન્ટિંગ : ૧,૫૩૭ રન
ઓસ્ટ્રેલિયન સુકાની રિકી પોન્ટિંગ પણ રન બનાવવામાં સફળ રહ્યો છે. તેણે અત્યાર સુધીની ૩૯ વર્લ્ડ કપ મેચમાં કુલ ૧,૫૩૭ રન બનાવ્યા છે. ૧૪૦ રનનો સ્કોર સર્વશ્રેષ્ઠ રહ્યો છે તથા તેના ખાતાંમાં ચાર સદી અને છ અડધી સદી નોંધાયેલી છે. પોન્ટિંગનો આ પાંચમો વર્લ્ડ કપ છે. તેણે ૧૯૯૬ના વર્લ્ડ કપમાં જયપુરા ખાતે વેસ્ટ ઇન્ડીઝ સામે ૧૦૨ રન બનાવ્યા હતા. ત્યારબાદ તે ૧૯૯૯ના વર્લ્ડ કપમાં માત્ર એક જ અડધી સદી નોંધાવી શક્યો હતો.
તેણે સાઉથ આફ્રિકા સામે ૬૯ રન બનાવ્યા હતા. તે બે વખત ૪૭-૪૭ રન બનાવી શક્યો હતો અને અડધી સદી નોંધાવી શક્યો નહોતો. ૨૦૦૩ના વર્લ્ડ કપમાં પોન્ટિંગે ભારત સામેની ફાઇનલમાં અણનમ ૧૪૦ રન બનાવ્યા તે પહેલાં શ્રીલંકા સામે ૧૧૪ રનની ઇનિંગ્સ રમી હતી. આ ઉપરાંત તેણે પાકિસ્તાન સામે ૫૭ રન પણ બનાવ્યા હતા. પોન્ટિંગે ત્યારબાદ ૨૦૦૭ના વર્લ્ડ કપમાં એક સદી અને ત્રણ અડધી સદી નોંધાવી હતી.
બ્રાયન લારા : ૧,૨૨૫ રન
ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ ચૂકેલા વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ બેટ્સેમન બ્રાયન લારાએ ૧૯૯૨થી ૨૦૦૭ વચ્ચે ૩૪ વર્લ્ડ કપની મેચમાં ૧,૨૨૫ રન બનાવ્યા હતા. ૧૧૬ તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર રહ્યો હતો. તેની સરેરાશ ૪૨.૨૪ની તથા સ્ટ્રાઇક રેટ ૮૬.૨૬નો રહ્યો હતો. લારાએ વર્લ્ડ કપમાં બે સદી તથા સાત અડધી સદી ફટકારી હતી. તેણે પોતાના પ્રથમ વર્લ્ડ કપમાં ચાર અડધી સદી નોંધાવી હતી.
ઓસ્ટ્રેલિયાની ધરતી પર રમાયેલા ૧૯૯૨ના વર્લ્ડ કપમાં તેણે અણનમ ૮૮, ૭૨, ૫૨ તથા ૭૦ રનની ઇનિંગ્સ રમી હતી. ત્યાર બાદ પછીના વર્લ્ડ કપમાં લારાએ સાઉથ આફ્રિકા સામે ૧૧૧ તથા ઓસ્ટ્રેલિયા સામે ૬૦ રન બનાવ્યા હતા. ૨૦૦૩ના વર્લ્ડ કપમાં લારાએ સાઉથ આફ્રિકા સામે ફરીથી ૧૧૬ રન તથા કેનેડા સામે ૭૩ રન પણ બનાવ્યા હતા. ૨૦૦૭ના વર્લ્ડ કપમાં જે લારાની ધરતી પર રમાયો હતો તેમાં તેણે સુપર-૮ તબક્કામાં ઓસ્ટ્રેલિયા સામે ૭૭ રન બનાવ્યા હતા. આ સ્પર્ધામાં તેનાં વર્લ્ડ કપ અભિયાનનો અંત આવ્યો હતો.
સનત જયસૂર્યા : ૧,૧૬૫ રન
આક્રમક બેટિંગ માટે જાણીતા બનેલા સનત જયસૂર્યા વન-ડે ક્રિકેટમાં ધમાલ મચાવવામાં નિષ્ણાત છે. તેણે ૧૯૯૨થી ૨૦૦૭ના વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો અને ૩૮ મેચમાં ૧,૧૬૫ રન બનાવ્યા હતા. તેનો સર્વોચ્ચ સ્કોર ૧૨૦ રનનો રહ્યો હતો. તેની સરેરાશ ૩૪.૨૬ તથા સ્ટ્રાઇક રેટ ૯૦.૬૬નો રહ્યો હતો. તેણે વર્લ્ડ કપમાં ત્રણ સદી અને છ અડધી સદી નોંધાવી હતી. જયસૂર્યા માટે ૧૯૯૨નો વર્લ્ડ કપ ખરાબ રહ્યો હતો, કારણે તે એક પણ અડધી સદી નોંધાવી શક્યો નહોતો.
૧૯૯૬માં ભારત, પાકિસ્તાન અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં રમાયેલા વર્લ્ડ કપમાં તેણે ભારત સામે ૭૯ તથા ઇંગ્લેન્ડ સામે ૮૨ રન બનાવ્યા હતા. ૧૯૯૯નો વર્લ્ડ કપ પણ તેના માટે ખરાબ રહ્યો હતો અને તે ૨૯, ૫, ૬,૩ તથા ૩૯ રનના સ્કોરે આઉટ થયો હતો. ત્યારબાદ ૨૦૦૩ના વર્લ્ડ કપમાં તેણે ન્યૂઝીલેન્ડ સામે ૧૨૦ તથા ૨૦૦૭ના વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે ૧૦૯ તથા વેસ્ટ ઇન્ડીઝ સામે ૧૧૫ રન બનાવ્યા હતા.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી