નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સફળતા જોઈએ છે? લક્ષ્ય ઉપર આ રીતે ફોકસ કરો...

જેમનું લક્ષ્ય સ્પષ્ટ હોય તે લોકો એ પણ જાણતા હોય છે કે તેમના આ લક્ષ્ય સુધી પહોંચવામાં કોણ-કોણ મદદ કરશે. બજારની દુનિયામાં વેપારીઓ ફોકસ ગ્રૂપને ટાર્ગેટ કરે છે. એવી જ રીતે અધ્યાત્મિક દુનિયામાં પણ સિદ્ધ-બુદ્ધ લોકોએ એવા જ પ્રયોગ કર્યા હતા અને આજે પણ કરે છે. રામ-કૃષ્ણ અવતારોથી લઈને મહાવીર, બુદ્ધ, મોહમ્મદ, ઈસા, નાનક સુધી બધાએ આવા જ પ્રયોગ કર્યા હતા.


આ બધા અવતારોએ ચોક્કસ ફોકસ રાખ્યું, જે તેમના હેતુઓને પરિપૂર્ણ કરી શકતા હતા અને તેમના સહાયક બની શકતા હતા. માત્ર એક ઉદાહરણથી સમજીએ તો...


પાંડવો જ કૃષ્ણના ભરોસે ન હતા. કૃષ્ણએ પણ પાંડવોને પોતાના લક્ષ્ય પૂર્તિ માટે પસંદ કર્યા હતા. આ સિદ્ધ પુરુષો એ વાત ઉપર ધ્યાન આપે છે કે તેમની પહેલા(ભૂતકાળમાં) થયેલા શ્રેષ્ઠ વ્યક્તિઓ અને શાસ્ત્રોએ કયાં ક્યાં સન્માર્ગ બતાવ્યા હતા, જે આજે તેમના ફોકસ ગ્રૂપના લોકો ચૂકી રહ્યા છે. અને પછી ફરીથી તેઓ પ્રયાસ કરે છે કે લોકોને શ્રેષ્ઠ જીવન પદ્ધતિનો લાભ મળે.


પોતાના ફોકસ ગ્રૂપના લોકોને સિદ્ધ પુરુષ સંસ્કારિત પણ કરે છે. હવે તેની ઉપર વિચાર કરો કે દરેક યુગમાં એવા સિદ્ધ લોકો અવતરે છે, નામ, રૂપ, પરિવેશ અને પદ્ધતિ બદલીને. આજે પણ છે, આપણો પ્રયત્ન હોવો જોઈએ કે આપણે તેમના ફોકસ ગ્રૂપમાં આવી જઈએ. તેઓ જે મોકો આપી રહ્યા છે તેને કૃપા સમજી જે મોકો મળશે, તેને સેવા માનીએ, પરંતુ ચૂકી ન જશો. કોઈ સિદ્ધના ફોકસ ગ્રૂપમાં આવવું ખૂબ જ મોટી ઉપલબ્ધિ કહેવાય. ભૌતિક આકાંક્ષાઓને પ્રાપ્ત કરવાની હોડમાં લાગેલા આજના લોકો એવા આધ્યાત્મિક તકોને લપકી(ઝડપી) લેવાની કલા પણ આવડવી જોઈએ.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી