નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

દિલ્હી મેટ્રો સ્ટેશન પરની કૃતિ, કલાનગરીનું રાજધાનીને નજરાણું

ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સના પ્રો. એમ.શશીધરન અને તેમની ટીમે બે મહિનાની જહેમતના અંતે તૈયાર કરેલી કૃતિ

તાજેતરમાં દિલ્હી મેટ્રો એરપોર્ટ એક્સપ્રેસ લાઈન સ્ટેશન પર સ્ટેઈનલેસ સ્ટીલના પાઈપ પર સેંકડો યાત્રીઓ એક જ હરોળમાં ઊભા રાહ જોઈ રહ્યાં છે તેવી કૃતિ મૂકવામાં આવી છે. આ કૃતિ ‘ધ એન્ડલેસ ટ્રેઈલ’ની ડિઝાઇન વડોદરાના આર્ટિસ્ટ અને તેની ટીમે તૈયાર કરી છે.તેનું નિર્માણ પણ વડોદરાના નાગરવાડા વિસ્તારમાં કરવામાં આવ્યું છે. આ અંગે ‘દિવ્ય ભાસ્કર’ સાથે આર્ટિસ્ટ પ્રો.એમ. શશીધરન અને એન્જિનિયર દિલીપ પટેલે મોકળા મને ચર્ચા કરી હતી.

‘ધ એન્ડલેસ ટ્રેઈલ’ વિશે એમ. શશીધરન કહે છે કે, ‘ મેટ્રો એરપોર્ટ લાઈન સ્ટેશન પર મને જગ્યા બતાવવામાં આવી ત્યારે મેં ત્યાં ઘણા લોકોને લાઈનબંધ ચાલતા જોયા, લોકો એક સાથે વાટ જોતા હોય છે. જો તેમને એક હરોળમાં ગોઠવવામાં આવે તો એક પગદંડી તૈયાર થાય છે. બસ, તેના આધારે જ એક સ્કેચ તૈયાર કર્યો, ‘ધ એન્ડલેસ ટ્રેઈલ’ એવું નામ પણ એટલા માટે જ આપ્યું કે સ્ટેશન્સ પર આવું જ હંમેશાં જોવા મળતું જ રહેશે.

આ આર્ટપીસમાં રાહ જોવી, હરોળબદ્ધ ઊભા રહેવું એ સભ્ય સમાજનો માનવીય સ્વભાવ પણ છે. આ આર્ટપીસમાં કુલ ચાર પ્રકારની જ મૂર્તિઓ તૈયાર કરી છે. જેમાં ત્રણ પુરુષો અને એક મહિલાની ઊભી અવસ્થામાં મૂર્તિઓ મૂકાઈ છે. અમેરિકાની સ્વાતંત્રદેવીની પ્રતિમા પર જે પતીના પ્રોસેસ કરવામાં આવી છે તે જ પ્રોસેસ આ આર્ટવર્કમાં કરાઈ છે. આ આર્ટપીસમાં મૂર્તિઓ અગ્નિપ્રતિરોધક બ્રોન્ઝ ગનમેટલમાંથી અને પાઇપ સ્ટેઇનલેસ્ટ સ્ટીલનો છે. આ વિશે આ આર્ટપીસનું એન્જિનિયરિંગ વર્ક દિલપિભાઈ પટેલે કર્યું છે.

નાગરવાડામાં રવિ એન્જિનિયર્સ નામની ફર્મ ધરાવતા દિલપિભાઈ પટેલ ઓલ્ડપાદરા રોડ પરના અક્ષર ચોક પરની અબાકસ કલાકૃતિ અને ફતેગંજ વડસર્કલ પરની કૃતિઓ સહિત અનેક આર્ટપીસનું એન્જિનિયરિંગ વર્ક કરી ચૂક્યા છે. આ પ્રોજેક્ટમાં શહેરના જ આર્ટિસ્ટ તરુણ ચૌધરી અને હિમાંશુ પંચાલ પણ આ આર્ટવર્કમાં નોંધપાત્ર ફાળો છે.

આર્ટિસ્ટો શહેરને સુંદર બનાવી શકે

વડોદરાને આર્ટનું મક્કા કહેવાય છે અહીં જાણીતા ૩૫૦ જેટલા આર્ટિસ્ટો રહે છે. શહેરના સર્કલથી માંડીને બગીચાઓમાં તેમના આર્ટવર્ક મૂકવામાં આવે તો શહેરની કલાત્મકતા નખિરી ઊઠે અને આર્ટિસ્ટોને પણ પ્રોત્સાહન મળે. હાલમાં શહેરના ત્રણેક શિલ્પોને બાદ કરતાં શહેરના આર્ટિસ્ટોની કલા આર્ટગેલેરી સુધી સિમિત છે. ધ એન્ડલેસ ટ્રેઈલ કોઈ પણ જાહેર સ્થળે મૂકાયેલી મારો પ્રથમ કલાનમૂનો છે. -પ્રો.એમ.શશીધરન

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી