નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કસાબના મૃત્યુદંડ માટે ૨૧મીએ હાઇકોર્ટનો નિર્ણય

- સબાઉદ્દીન અહમદ બાબતે પણ એ જ દિવસે નિર્ણય જાહેર કરાશે

૨૬/૧૧ના ત્રાસવાદી હુમલાના એકમાત્ર જીવતા પકડાયેલા હુમલાખોર અજમલ કસાબને વિશેષ ટાડા અદાલતે ફરમાવેલી ફાંસીની સજાને મંજુરી વિશે મુંબઈ વડી અદાલત ૨૧ ફેબ્રુઆરીએ નિર્ણય જાહેર કરશે. સહઆરોપીઓ ફહીમ અન્સારી અને સબાઉદ્દીન અહમદ બાબતે પણ એ જ દિવસે નિર્ણય જાહેર કરાશે.

પાકિસ્તાની ત્રાસવાદી અજમલ કસાબને મૃત્યુદંડના ફરમાન પર મંજુરી ઉપરાંત નીચલી અદાલતના ફહીમ અન્સારી અને સબાઉદ્દીન અહમદને સબળ પુરાવાના અભાવે નિર્દોષ છોડવાના ચુકાદાને પડકારતી રાજ્ય સરકારની અપીલ બાબતે પણ ૨૧મીએ નિર્ણય લેવામાં આવનાર હોવાનું વિશેષ સરકારી ધારાશાસ્ત્રી ઉજજવલ નિકમે જણાવ્યું હતું. ન્યાયમૂર્તિઓ રંજના દેસાઈ અને આર. પી. મોરેએ જણાવ્યું હતું કે ‘‘અમારો ચુકાદો અત્યારે જ તૈયાર છે.

પરંતુ ઢગલાબંધ કાગળપત્રો અને સમન્વય-સંયોજન-સંપાદનની ભારે કામગીરીને લીધે ચુકાદાની જાહેરાત એક પખવાડિયું મુલતવી રાખી છે.’’ તે ઉપરાંત ન્યાયમૂર્તિઓએ આરોપી અજમલ કસાબ અદાલતમાં સુનાવણીની કાર્યવાહી સાંભળવા માગતો હોય તો આગામી ૨૧ ફેબ્રુઆરીએ આર્થર રોડ જેલમાં તેની કોઠડીમાં વિડિયો કોન્ફરન્સ લિન્કની વ્યવસ્થા કરવા સરકારી ધારાશાસ્ત્રી ઉજજવલ નિકમને અનુરોધ કર્યો હતો.

જોકે કસાબના વકીલ અમીન સોલકરે પોતે વિદેશ જવાના હોવાતી ૨૧મીએ હાજરીની અશક્યતાને પગલે સુનાવણી ૨૮ ફેબ્રુઆરીએ રાખવા અનુરોધ કર્યો હતો. ન્યાયમૂર્તિઓએ આ વિનંતી માન્ય નહીં રાખતાં ચુકાદો ૨૧ ફેબ્રુઆરીએ જ નિધૉરિત રાખ્યો હતો.

૨૬/૧૧ આતંકવાદી હુમલાના કેસમાં મુખ્ય આરોપી અજમલ કસાબને વિશેષ ટાડા કોર્ટે ગયા વર્ષની છઢ્ઢી મેએ મૃત્યુદંડ ફરમાવ્યો હતો. ત્યારપછી એ ફરમાનને વડી અદાલતની મંજુરીની કાર્યવાહી બાકી હતી. તે ઉપરાંત વિશેષ અદાલતને આ કેસમાં ફહીમ અન્સારી અને અસાઉદીન અહમદને નિર્દોષ જાહેર કર્યા, તેની સામે પણ રાજ્ય સરકારે વડી અદાલતમાં અપીલ કરી હતી. કસાબે પણ પોતાને કરાયેલી સજાને પડકારતી અરજી વડી અદાલતમાં ૪ જુને કરી હતી. વડી અદાલતમાં સુનાવણી ૧૮ ઓક્ટોબર, ૨૦૧૦ના રોજ વિડિયો કોન્ફરિન્સંગ દ્વારા શરૂ કરાઈ હતી.

કસાબ કેસનો ઘટનાક્રમ

હુમલો : ૨૬ નવેમ્બર, ૨૦૦૮. આતંકવાદી : ૧૦. મૃતકોની સંખ્યા : ૧૬૬. ઘાયલોની સંખ્યા : ૨૫૬. આરોપનામુ ફાઈલ કરાયું : ૨૬ ફેબ્રુઆરી, ૨૦૦૯. ચાર્જશીટમાં આરોપીઓ : ત્રણ (અજમલ કસાબ, સબાઉદીની અહમદ અને ફહીમ અન્સારી). પ્રથમ સાક્ષીની જુબાઈ : ૮ મે, ૨૦૦૯. દલીલો-ચર્ચાનું સમાપન : ૩૧ માર્ચ, ૨૦૧૦. ફાંસીની સજાનું ફરમાન : નીચલી અદાલતે ૬ મે, ૨૦૧૦ના રોજ ફાંસીનું ફરમાન કર્યું. વડી અદાલતમાં અપીલ : કસાબે ૪ જુન, ૨૦૧૦ના રોજ ફાંસીની સજાને પડકારી.

સુનાવણીનો આરંભ : વડી અદાલતમાં ૧૮ ઓક્ટોબર, ૨૦૧૦ના રોજ વિડિયો કોન્ફરિન્સંગ દ્વારા અપીલ, સજાને મંજુરી તથા રાજ્ય સરકારની (અન્સારી-અહમદ) પડકાર અરજીની સુનાવણી શરૂ કરાઈ. દલીલો-ચર્ચાનું સમાપન : ન્યા. રંજના દેસાઈ અને ન્યા. આર. વી. મોરેની ખંડપીઠે ૧૭ જાન્યુઆરી, ૨૦૧૧ના રોજ સુનાવણીનું સમાપન કર્યું.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી