નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

હવે ઇસરોનું બે લાખ કરોડનું કૌભાંડ

કમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) વર્ષ 2005માં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની વ્યવસાયી પાંખ અંતરિક્ષ કોર્પોરેશન લિમિટે અને દેવાસ મલ્ટી મીડિયા વચ્ચે થયેલા કરારમાં તપાસ ચાલુ કરી છે. પ્રાથમિક દ્રષ્ટીએ આ કૌભાંડ R બે લાખ કરોડ કરતા વધારેનું હોય શકે છે.

-રૂ. બે લાખ કરોડનું ઈસરોનું સ્પેક્ટ્રમ કૌભાંડ -ખુદ વડાપ્રધાન હસ્તક છે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ-કેગ દ્વારા ઊંડી તપાસ હાથ ધરવામાં આવી કેવી રીતે થયું કૌભાંડ ?

મીડિયામાં ઉછળેલા અહેવાલો પ્રમાણે વર્ષ 2005માં અંતરિક્ષ કોર્પોરેશન અને દેવાસ મલ્ટી મીડિયા વચ્ચે બે સેટેલાઈટ મોકલવાના કરાર થયા હતા. જેના પગલે કંપનીને ગુપ્ત લાભ મળનાર હતો. એસ-બેન્ડના સ્પેક્ટ્રમ પર, વીસ વર્ષ સુધી 70 મેગા હર્ટ્ઝ સુધીના સ્પેક્ટ્રમનો ઉપયોગ થઈ શકે છે. ઈસરોએ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ હેઠળ આવે છે. જે વડાપ્રધાનને હસ્તક છે.

કેગના પ્રાથમિક અંદાજ પ્રમાણે, આ કરારથી R બે લાખ કરોડનું નુકશાન થયું હોત. દેવાસ અને અંતરિક્ષ વચ્ચેના કરારથી અંતરિક્ષને દરેક સેટેલાઈટ પર વાર્ષિક અગ્યાર મિલ્યન ડોલરની આવક થઈ હોત. જ્યારે દરેક સેટેલાઈટમાં દસ-દસ ટ્રાન્સપોન્ડર તરતા મુકવાના હતા.

શા માટે આ સ્પેક્ટ્રમ મહત્વનું ?

આ કરાર હેઠળ, દેવાસ મલ્ટીમીડિયાને 2500 મેગાહર્ટ્ઝના બેન્ડ પર 70 મેગાહર્ટ્ઝ પર બ્રોડબેન્ડનું સ્પેક્ટ્રમ મળનાર હતું. આ ફ્રિકવન્સીનો ઉપયોગ દુરદર્શન દ્વારા કરવામાં આવતો હતો. જેની મદદથી સમગ્ર દેશમાં કાર્યક્રમો રજૂ કરવામાં આવતા હતા. વર્તમાન સમયમાં ટેરેસ્ટરિયલ મોબાઈલ કોમ્યુનિકેશનને કારણે આ પ્રકારના સ્પેક્ટ્રમની મોટી કિંમત રહે છે. વર્ષ 2010માં સંઘ સરકારે આ પ્રકારના માત્ર 15 મેગાહર્ટ્ઝના એરવેવ પર 3જી મોબાઈલ સર્વિસના વેચાણ દ્વારા R 67,719 કરોડ મેળવ્યા હતા.
જુલાઈ 2010માં વિરોધ થયેલો
દેવાસ મલ્ટિ મીડિયામાં ડચીસ ટેલિકોમ અને ડૉ. એમ. જી. ચંદ્રશેખરનો હિસ્સો છે. જેમાં ડચીસ ટેલિકોમનો હિસ્સો મામુલી છે. જ્યારે ડૉ. ચંદ્રશેખર ઈસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક સચિવ રહી ચૂક્યાં છે. વર્ષ 2010ના જુલાઈ માસમાં સ્પેસ કમિશને આ કરારનો વિરોધ કર્યો હતો અને તેને રદ્દ કરવાની ભલામણ કરી હતી. પરંતુ, આમ બન્યું નથી. આ કરાર માટે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અને ઈસરોએ સ્પર્ધાત્મ બિડિંગ પણ કર્યું ન હતું. દેવાસના પ્રોજેક્ટના નાણાંકીય લાભો અને તેના વ્યવસાયી ઉપયોગ પ્રત્યે નિરીક્ષકોને પણ ઈસરો દ્વારા અજાણ રાખવામાં આવ્યા હતા.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!