નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કાન્તિ ભટ્ટ : સ્ત્રી જ સાચો પ્રેમ કરી શકે અને પુરુષ લફરાં!

આદર્શ લગ્ન એ પરસ્પરની એકાંત પ્રિયતા કે એકલતાના રક્ષક કે વાલી બનવાનો મોકો છે. લગ્ન કરનારું પાત્ર તેમનાં પ્રેમી કે પ્રેયસીને કેટલી તાકાતથી તેના વ્યક્તિત્વનું રક્ષણ કરી શકે છે તે જોવાનું છે.

‘પ્રેમ એ સ્ત્રીઓનો પોર્ટફોલિઓ છે અને સ્ત્રી જ સાચો પ્રેમ કરી જાણે છે. સ્ત્રી પ્રેમની વ્યાખ્યાની માથાકૂટમાં પડતી નથી. સ્ત્રી પ્રેમનું અમલીકરણ કરે છે. પુરુષ માત્ર પ્રેમની પંચાત કરે છે.’ આવું બોલનારી કોઈ સ્ત્રી નહોતી. પણ ૧૨૮ વર્ષ પહેલાં જન્મેલા ઓસ્ટ્રીયન-જર્મન કવિ રેઈનર મેરિયા રિલ્કે હતા. તેઓ માત્ર રિલ્કે તરીકે પ્રખ્યાત રોમેન્ટિક કવિ થઈ ગયા. પ્રેમ, એ સ્ત્રી માટેનો પોર્ટફોલિઓ છે તેમ કહેવા છતાં રિલ્કેએ ‘લર્નિંગ ટુ લવ’ નામનો નબિંધ ઘણા મિત્રોના આગ્રહથી લખ્યો હતો. તેમાં પ્રેમ વિશે પોતાના વિચારો જણાવ્યા હતા.

પ્રેમ અને પ્રેમ લગ્ન વિશે મને રિલ્કેના વિચારો ખૂબ જ વ્યવહારુ લાગ્યા. પ્રેમ કરનારે કે પ્રેમ લગ્ન કરનારાને રેઈનર મેરિયા રિલ્કેના વિચારા જાણવા જોઈએ કારણ કે એ કવિએ ૨૨ વર્ષની ઉંમરે એક વિદ્વાન સ્ત્રીનો પ્રેમ મેળવ્યો હતો. તે સ્ત્રીનું નામ લાઉ સાલોમી હતું. તે એક રશિયન સેનાપતિની રુઆબદાર પુત્રી હતી. યુવાન હતી ત્યારે સાલોમીનાં પ્રેમમાં પડવા ઘણા ઈશ્કીટટ્ટૂઓ આવતા હતા. તમે મહાન જર્મન લેખક ફિલસૂફ ફ્રેડરીક નિત્સેનું નામ તો સાંભળ્યું હશે જ. આ ફિલોસોફર જે પછીથી સ્ત્રીને અને લગ્નને ધિકકારતા હતા તેણે લાઉ સાલોમીને પ્રેમની દરખાસ્ત કરેલી તે સાલોમીએ સ્વીકારી નહોતી. 

આ સાલોમી પછી એક જર્મન પ્રોફેસરને પરણી પણ તેને જેવો જોઈતો હતો તેવો પ્રેમ પતિ પાસેથી ન મળ્યો ત્યારે દુ:ખી બચપણમાંથી કવિ બની ગયેલા ૨૨ વર્ષનાં રિલ્કે સાથે સાલોમીનો પરિચય થયો. બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા. જર્મન પ્રોફેસર પતિની જાણ સાથે ૩૬ વર્ષની સાલોમી ૨૨ વર્ષના રિલ્કેની મસ્ટિ્રેસ પ્રેયસી બની ગઈ.

નિત્સે જેવા જગમશહૂર ફિલોસોફરની પ્રેમની દરખાસ્ત ઠુકરાવનારી સાલોમીનો પ્રેમ પામેલા કવિ રિલ્કેએ ‘લર્નિંગ ટુ લવ.’ નામનો નબિંધ લખ્યો છે. તેનાં કેટલાક વિચારો મને ખૂબ જ ઉમદા અને આજનાં ૨૧મી સદીનાં યુવક-યુવતી માટે માર્ગદર્શક લાગ્યા છે... લગ્ન એ એક માથે લીધેલી નવી પ્રવૃત્તિ છે. અનિવાર્ય આપદા અને નવી ગંભીરતા છે-લગ્ન એક પડકાર છે લગ્ન તમારી તાકત, ધીરજ અને તમારી પરસ્પરની ઉદારતાની કસોટી કરે છે... અને... અને... લગ્ન એ બન્ને માટેનું નવું ડેન્જર છે!’ ‘મારી દ્રષ્ટિએ આદર્શ લગ્ન એ પરસ્પરની એકાંત પ્રિયતા કે એકલતાના રક્ષક કે વાલી બનવાનો મોકો છે. લગ્ન કરનારું પાત્ર તેમનાં પ્રેમી કે પ્રેયસીને કેટલી તાકાતથી તેના વ્યક્તિત્વનું રક્ષણ કરી શકે છે તે જોવાનું છે. 

આજના લગ્નમાં વણલખ્યું પરસ્પરનું કરારનામું છે જેમાં દરેક પ્રેમી સામા પાત્રને પૂર્ણ સ્વતંત્રતા આપે અને તેના વ્યક્તિત્વને ખીલવાનો મોકો આપે. લગ્ન વખતે જ આજના યુગમાં બન્નેએ એક વાત સ્વીકારી લેવી જોઈએ કે બન્ને વચ્ચેનું સામિષ્ય જેટલું જરૂરી છે તેટલું જ બન્ને વચ્ચેનું એક નિર્મળ અંતર પણ આવશ્યક છે, જેથી કરીને સ્વૈચ્છિક અવકાશ પેદા થતાં બન્ને જણ પોતપોતાનું આસમાન જોઈ શકે... લગ્ન વખતે બન્ને શિક્ષિત યુગલે એક કડવી હકીકત ખ્યાલમાં રાખવી કે તમારી કમ્પેનિયનશિપ-સાથીદારી, તો જ મજબૂત થશે જો તમે પરસ્પરનાં એકાંતનું અને વ્યક્તિત્વનું રક્ષણ કરશો.’

મારે આ લેખમા લગ્ન કે પ્રેમલગ્ન વિષેનાં વિચારો કરતાં સત્ય કથા પીરસવી છે. ખાસ કરીને જે વિષયને બહુ ઓછો છેડવામાં આવ્યો છે તે ઉત્તરાવસ્થામાં કે પચાસની ઉંમર પછીનો પ્રેમ વધુ આવકાર્ય છે તે એક વાક્યમાં કહેવું છે. મુંબઈના સ્ટ્રેન્ડ બુક સ્ટોલવાળાનો પુસ્તકમેળો ભરાયો તેમાંથી મને ડૉ. એચ. બી. ગિબ્સનનું પુસ્તક ‘લવ ઈન લેટર લાઈફ’ મળી ગયું. તે પુસ્તકમાં મોટી વયે પ્રેમમાં પડનારાઓની સાચી કથા છે. તેમાં સુષી નામની સ્ત્રીએ ઉત્તરાવસ્થામાં પહોંચેલા એક પુરુષ સાથે પ્રેમ કરેલો તેનાં અનુભવની કથા છે. એવી ૧૦ ઉત્તરાવસ્થાના પ્રેમની સાચી કથા એ પુસ્તકમાં છે. તેની પ્રસ્તાવનામાં ડૉ.. ગિબ્સને કહ્યું છે કે પાછલી જિંદગીનો પ્રેમ સંતાનોત્પત્તિ માટેનો કે ટેમ્પરરી વાસના વાળો પ્રેમ હોતો નથી.
આવા પાછલી જિંદગીના પ્રેમને તેમણે ‘એક્ઝિસ્ટેન્શ્યલ લવ’ નામ આપ્યું છે-માનવીને સત્વશીલ અસ્તિત્વ માટેનો પ્રેમ પાછલી જિંદગીમાં જ મળવો જોઈએ. ઉંમર ખૈય્યામની રૂબાયતમાં આવા પ્રેમને ત્રીજા યુગનો (ત્રીજી અવસ્થા) પ્રેમ કહે છે.ધ બર્ડ ઓફ ટાઈમબટ હેઝ એ લિટલ વેટુ ફ્લાય એન્ડ લો!ધ બર્ડ ઈઝ ઓન ધ વિંગઉમ્મર ખૈય્યામે ત્રીજો યુગ એટલે કે ૪૦ની ઉંમર વટાવ્યા પછીનાં પ્રેમનું ઉપરનાં કાવ્યમાં એકદમ મર્માળુ-સુંદર અર્થઘટન કર્યું છે. માનવીને એટલે કે સમયનાં પંખીને એક એવા ગાળાનો સામનો કરવો પડે છે જેમાં તેને ઉડવા માટે દિશાઓની બહુ લાંબી પસંદગી હોતી નથી. તેને માટે એક નાનકડા રસ્તો છે. અને એ ચોક્કસ પ્રેમને રસ્તે જ્યારે પંખી ઊડે છે ત્યારે તેને ઉડવાની પ્રથમવાર નવી પાંખો મળે છે. 

પાછલી જિંદગીનો પ્રેમ એ માનવીને જીવનમાં પ્રેમનાં નવા ક્ષિતિજ સર કરવાનો નવો મોકો અને માર્ગ આપે છે. અસ્તિત્વવાદી પ્રેમ એટલે પ્રેમી પાત્રો ભવિષ્યની ફિકરને બદલે સામે આવી મળેલી પળને માણી શકે તેવો આંતરિક પ્રેરણાવાળો પ્રેમ જેને અંગ્રેજીમાં ઈસ્ટિયુશન કહે છે. પ્રેમી પાત્રો પાસે મેચ્યોરિટી-પરિપક્વતા તેમ જ ખાસ તો બન્નેને પ્રેમની ગરજ હોય છે. આવા અસ્તિત્વવાદી પ્રેમમાં અપાર ધીરજ અને કોમળતા હોય છે. યુવા હૈયાઓ! આવો પ્રેમ કરી શકતા હો તો આજે જ કરો.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી