નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

વિશ્વકપની પાંચ શ્રેષ્ઠ ફિલ્ડિંગ

2011ના વિશ્વકપમાં યુવા ખેલાડીઓ અને અનુભવી ખેલાડીઓનો તાલમેલ આપણને જોવા મળશે. જેમાં બોલિંગ અને બેટિંગની સાથોસાથ શ્રેષ્ઠ ફિલ્ડિંગ કરતાં ખેલાડીઓના પણ દર્શન થશે. ત્યારે અત્યાર સુધી રમાયેલા 10 વિશ્વકપમાં એવા ટોપ ફાઇવ ગ્રેટ ફિલ્ડર અને તેમના દ્વારા કરવામાં આવેલી શ્રેષ્ઠ ફિલ્ડિંગ અંગે અહીંયા માહિતી આપવામાં આવી છે.


1975માં રિચાર્ડના ત્રણ રન આઉટ

1975ના વિશ્વકપમાં વિવિયન રિચાર્ડ્સ એક વધુ ટેલેન્ટેડ યુવા ખેલાડી તરીકે બહાર આવ્યાં હતાં. જો કે, ટૂર્નામેન્ટની ફાઇનલમાં તે પોતાના આ ટેગને કાયમ રાખી શક્યાં ન હતા. જો કે, ફાઇનલમાં તેમણે શાનદાર ફિલ્ડિંગ કરીને ઓસ્ટ્રેલિયાના ત્રણ ખેલાડીઓને પેવેલિયન ભેગા કર્યાં હતાં અને વેસ્ટ ઇન્ડિઝે વિશ્વકપનો ખિતાબ જીત્યો હતો.

કપિલે રિચાર્ડ્સનો કેચ પકડી ઇતિહાસ રચી નાંખ્યો

1983ના વિશ્વકપની ફાઇનલ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાઇ રહી હતી. વેસ્ટ ઇન્ડિઝને શરૂઆતી ઝટકા પહોંચ્યા બાદ વિવિયન રિચાર્ડ્સે બાજી સંભાળી લીધી હતી અને ભારતીય બોલરો માટે તે ખતરનાક સાબિત થઇ રહ્યોં હતો. પરંતુ મદન લાલની એક ઓવરમાં વિવિયને બાઉન્ડ્રી ફટકારવાના ઇરાદાથી બોલને હિટ કર્યો હતો અને કપિલે એ શોટને કેચમાં ઘણા જ અદ્દભૂત રીતે ફેરવી નાંખ્યો હતો. આખરે આ મેચમાં ભારતનો વિજય થયો હતો અને ભારત 1983નું વિશ્વ ચેમ્પિયન બન્યું હતું.

જ્હોન્ટિ રોડ્સ દ્વારા ઇન્ઝમામ ઉલ હકને રન આઉટ કરવો

1992ના વિશ્વકપમાં દક્ષિણ આફ્રિકાએ બ્રિસબેનના મેદાનમાં પાકિસ્તાન જેવી પ્રતિભાશાળી ખેલાડીઓથી ભરેલી ટીમનો સામનો એક ગ્રુપ મેચ દરમિયાન કર્યો હતો. એ સમયના પાકિસ્તાનના સુકાની ઇમરાન ખાન સાથે ઇન્ઝમામ ઉલ હક બેટિંગ કરી રહ્યો હતો. હક 48 રન પર હતો ત્યારે બોલ તેના પેડ સાથે અથડાઇને પોઇન્ટમાં ઉભા રહેલા જ્હોન્ટી પાસે ગયો હતો. બોલ જ્હોન્ટી સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં રન લેવાનો પ્રયાસ હકે કર્યો હતો. પરંતુ ઇમરાન ખાનએ તેને પાછા ફરવા જણાવ્યું હતું. ઇન્ઝમામ ઉલ હક ક્રિઝમાં પહોંચે તે પહેલા જ્હોન્ટી રોડ્સે ડાઇવ લગાવીને તેને આઉટ કરી દીધો હતો. જ્હોન્ટીએ ઇન્ઝમામને કરેલો રન આઉટ એ ક્રિકેટ ઇતિહાસનો સૌથી લોકપ્રિય રનઆઉટ છે. દક્ષિણ આફ્રિકા આ મેચ 20 રનથી જીતી ગયું હતું.

સ્ટિવ વો-ડેવિડ બૂને કર્યો વેકંટપથી રાજૂને રન આઉટ

1992નાં વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયા સામેની એક મેચમાં ભારતને અંતિમ બોલમાં જીત માટે 4 રનની જરૂર હતી. શ્રીનાથે એ બોલને લોગ-ઓન તરફ ફટકાર્યો હતો અને રન લેવાની શરુઆત કરી હતી. શ્રીનાથે ઉછાળેલા બોલને પકડવા માટે સ્ટિવે ઘણો પ્રયાસ કર્યો હતો પરંતુ તે કેચ પકડી શક્યો ન હતો. એ દરમિયાન ભારતે બે રન દોડી લીધા હતા અને ત્રીજો રન દોડી રહ્યાં હતા. વોએ બોલ વિકેટ કીપર ડેવીડ બૂન તરફ ફેક્યો હતો અને બૂને ખૂબ જ સાહસિક્તા સાથે વેંકટપથી રાજૂને રન આઉટ કર્યો હતો.

ડ્વેન લેવરોક દ્વારા પકડાયેલો રોબિન ઉથપ્પાનો કેચ

2007ના વિશ્વકપમાં ભારતનું પ્રદર્શન નિમ્ન કક્ષાનું રહ્યું હતું. જોકે, તેણે બર્મૂડા જેવી નવી ટીમ સામે રેકોર્ડ બ્રેક 413 રન ફટકાર્યા હતા. આ મેચમાં બર્મૂડાની ટીમના ફિલ્ડર ડ્વેન દ્વારા શ્રેષ્ઠ ફિલ્ડિંગનું પ્રદર્શન કરવામાં આવ્યં હતું. તેણે સ્લિપમાં રોબિન ઉથપ્પાનો કેચ પકડીને તેને ત્રણ રનમાં પેવેલિયન ભેગો કર્યો હતો.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી