નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

જિંદગી મશીનની જેમ નહીં માણસની જેમ જીવો

ઢસરડો કરે રાખી આયખુ પુરૂ કરવાનો કોઈ અર્થ નથી
ઉમંગ અને ઉત્સાહ તમારા આયખાનું કાર્ડ રિચાર્જ કરી દેશે


આંખોને સમજાવીએ થોડુ,
ઈચ્છાનો અહેસાસ બદલીએ,
માણસ... માણસ કરવા કરતા,
જીવવા માટે મરવા કરતા,
માણસ નામે નાત બદલીયે.


બિઝનેસમાં કર્મચારી કામ કરવાની સાથે પોતાની આવડતનો પણ ઉપયોગ કરે તો તેનું કામ વધુ દીપી ઊઠે છે.

મેનેજમેન્ટ ગુરૂઓનું માનવું છે કે ધંધામાં કર્મચારી પાસે મશીનની જેમ યંત્રવત્ કામ લેવાને બદલે કર્મચારીને સોંપેલા કામમાં તે પોતાની આવડતનો પણ ઉપયોગ કરે તો સમય અને કામની ગુણવત્તામાં ખાસ્સો એવો ફેર પડે છે.

સંસારમાં પણ આવું જ છે. લોકો જિંદગી જીવી કાઢે છે. પણ જિંદગી આખી એક મશીનની જેમ કામ કરી પુરૂ કરવાને બદલે ઉમંગ અને ઉત્સાહ દ્વારા જીવો તો ચોક્કસ તેમાં ફેર પડે છે. આયુષ્ય લાંબુ પણ મળે છે.

એક બહેન પરણીને સાસરે ગયા. સાસરૂ સારૂ હતું. કુટુંબમાં પણ બધા સારા હતા. પણ આ બેનના મોઢા પર કોઈ ઉત્સાહ જોવા મળતો ન હતો. મેં પૂછ્યુ કેમ આમ છે ? તો જવાબ મળ્યો કે બસ મશીનની જેમ જિંદગી જીવી કાઢીએ છીએ.

જિંદગીમાં સુખ અને દુ:ખ તો આવતા જ રહેવાના. તમારી અપેક્ષા પ્રમાણે જ બધી ઘટનાઓ બને તેવી આશા ન રાખવી જોઈએ. એક ભાઈ સરકારી કર્મચારી છે. દિવસ આખો ઓફિસમાં ‘વર્કલોડ’ ખૂબ રહે છે. પરિણામે ઘરે આવેત્યારે પણ તેમના ચહેરા પર હોશકોશ જોવા નથી મળતા આ ભાઈને પૂછયુ કામ તો બધા કરે છે પણ આમ તમે હતાશ કેમ દેખાવ છો ?

ત્યારે તે ભાઈએ જવાબ આપ્યો, ‘હું’ સરકારી રોબોટ છું. મશીનની જેમ જે કામ સોંપાય તે કરે રાખુ છું. મોંઘવારીમાં આમેય પરિવારની ચિંતા રહે છે. પરિણામે મને જીવનમાં કોઈ રસ જ દેખાતો નથી.’
બજારમાં એક લટાર મારીએ તો આવા ચહેરા પરથી નુર ઊડી ગયુ હોય તેવા અનેક માણસો નજરે પડશે.

માણસ એક યંત્રણામાં ગોઠવાય ગયો છે. જાગવુ, તૈયાર થવુ, ઓફિસે જવું, ઘરે આવવું, ટી.વી. જોવું, સુઈ જવું. ફરી પાછો બીજો દિવસ... એ જ રીતે મહિલાઓ ઊઠે, ઘરકામ કરે, શાક લેવા જાય, સૂઈ જવાનું ફરી પાછો બીજો દિવસ... આ એક ધારા રૂટીન કામમાં કોઈ ફેરફાર નહીં કરવાથી રસ ઊભો થતો નથી પરિણામે ઉત્સાહનો અભાવ જોવા મળે છે.

જિંદગીમાં થોડો થોડો ‘ચેઈન્જપ્ત લાવો. અરે તમે જે રસ્તેથી ઘરે પાછા જતા હો એના બદલે બીજો રસ્તો પકડો ને ઘરે પહોંચો. રોજ એક સરખા બુટ પહેરતા હો તો ક્યારેક સ્પોર્ટસ શુઝ પહેરો. કાંઈકને કાંઈક નાનો ફેરફાર કરો. તમે રોબોટ નથી. તમે મશીન નથી. તમારી અંદર છલોછલ સંવેદના ઢબુરાયેલી છે.

આ સંવેદનાને ઢંઢોળો. તમારૂ મનગમતું કોઈ ગીત ગણગણો. અરે ઘરમાં એમ.ટી.વી. ચાલુ કરીને પત્ની સાથે ડાન્સ પણ કરો. ઉત્સાહ ના કુપનને જેટલા રીચાર્જ કરાવશો એટલી જિંદગી જીવવાની વધુ મજા આવશે. ઢસરડો કરે જ રાખો અને જિંદગીના વર્ષો પસાર કરો એના બદલે જિંદગીની એક એક પળ કિંમતી છે એને ભરપુર માણી લ્યો. આજનો લ્હાવો લીજીયે રે કાલ કોણે દીઠી છે...!!

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!