નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

મોબાઇલ ફોનને ટક્કર આપવા આવી રહ્યો છે 'નેટફોન'

અત્યાર સુધી તમે બજારમાં કોઇ નવા મોબાઇલ ફોન અથવા તો પછી સ્માર્ટફોનના લોન્ચિંગ અંગે સાંભળ્યું હશે. પરંતુ હવે દુનિયામાં પહેલી વખત ફિલિપિન્સની સૌથી મોટી વાયરલેસ પ્રદાતા કંપની 'સ્માર્ટ' બજારમાં એક નવી પ્રોડક્ટ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે, જેનું નામ નેટફોન આપવામાં આવ્યું છે.

- આ ફોનમાં સારામાં સારી અંડ્રૉયડ 2.2 ઓપરેટિંગ સીસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- મોબાઇલના દરેક 'ફંકશન' માટે તમને અલગ-અલગ સ્ક્રીન મળશે
. આ ફોનમાં ઇન્ટરનેટ પ્રોટોકોલ એટલે કે આઇપી આધારિત કોમ્યુનિકેશન સીસ્ટમનો ઉપયોગ કરાશે. આ ફોનમાં સારામાં સારી અંડ્રૉયડ 2.2 ઓપરેટિંગ સીસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શરૂઆતમાં આ મોબાઇલ ફોન બનાવનાર કંપની જેડટીઇના પોપ્યુલર મોડલ જેડટીઇ બ્લેડના પ્લેટફોર્મ પર ઉતારવામાં આવશે. તમને બતાવી દઇએ કે જેડટીઇ બ્લેડને બ્રિટનમાં ઓંજેંજ સૈન ફ્રાન્સિસકોના નામથી જાણવામાં આવે છે.

આ ફોનમાં વન ટચ સ્ક્રીન ફીચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે મોબાઇલના દરેક 'ફંકશન' માટે તમને અલગ-અલગ સ્ક્રીન મળશે. ખાસ વાત તો એ છે કે કંપની આ ફોનમાં પોતાની વાયરલેસ ટેકનોલોજીથી જોડાયેલ સોફટવેરનો ઉપયોગ કરી રહી છે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!