એમ કહેવાય છે કે, લગભગ પાંચ હજાર વર્ષોથી આયુર્વેદ ઉપચાર લોકો કરે છે અને બ્રહ્માજીએ આયુર્વેદની ભેટ આપી છે. હવે આયુર્વેદ માત્ર પ્રાકૃતિક ઉપચારો સુધી જ સીમિત નથી. તેમાં ઘણો બદલાવ આપ્યો છે. આયુર્વેદમાં બચાવ અને ઉપચાર બંને છે. જો તમારૂં પેટ સાફ તો તમને કોઈ રોગ નથી, એ સિઘ્ધાંતમાં આયુર્વેદ માને છે.
ભારતમાં સ્પાનો મતલબ છે, વિવિધ પ્રકારના મસાજ, સ્નાન, યોગ, મેડિટેશન તથા પ્રાકૃતિક ભોજનથી શરીરની તાણ તથા થાક ઘટાડવી. તેમાં મુખ્યત્વે પંચકર્મ પર ભાર મૂકવામાં આવે છે. શરીરનું આંતરિક અને બાહ્ય સૌંદર્ય એકબીજા સાથે જોડાયેલા છે. તે બધા જ બીનસ્વાસ્થ્યપ્રદ પદાર્થોને શરીરની બહાર કાઢીને સ્વાસ્થ્ય સુધારે છે. ભૂખ વધારે છે તથા પાનચક્રિયાને નિયંત્રિત કરે છે. આ ઉપચારમાં આપવામાં આવતી સુવિધાઓના માઘ્યમથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. અને માનસિક તાણ દૂર થાય છે. જેમાં સોના બાથ, સ્ટીમ, ટરકીશ બાથ, બોડી રેપ્સ, હાઈડ્રોથેરપી, વિચી શાવર્સ, મસાજ, વર્કઆઉટ, એક્સરસાઈકલ, સ્ટેપર્સ, બેંચપ્રેસ, વજન ઉપાડવું વગેરેનો સમાવેશ થાય છે.
પરંતુ આ સ્પા થેરપીનો ઉપયોગ બધાના ખિસ્સાને પરવડતો નથી. એટલે આપણે થોડા ઘરગથ્થુ ઉપચારો વડે ઘરે બેઠા સ્પાની સારવાર મેળવી શકવાના નુસ્ખા જાણીએ.
ઓલીવ ઓઈલથી ત્વચામાં તાજગી
ઓલીવ ઓઈલ એટલે જૈતુનનું તેલ ઘણા હર્બલ તેલ અને મોઈશ્ચરાઈઝરમાં નાંખવામાં આવે છે. ઓલીવ ઓઈલનો સૌંદર્ય નિખારવામાં ઉપયોગ
* ચમકદાર વાળ માટે ઘરે બેઠા કંડીશ્નર બનાવો ૨ ઓલિપ્સ (જૈતુન) ૧ ઈંડાની સફેદી અને થોડુ ઓલીવ ઓઈલ.
* જો તમને ખોડો હોય તો, વાળના મૂળમાં શેમ્પૂ કરતાં પહેલા ઓલીવ ઓઈલથી મસાજ કરો.
* ત્વચાને યુવાન બનાવી રાખવા રાતના સૂતા પહેલાં ત્વચા પર ઓલીવ ઓઈલથી માલિશ કરો. તેનાથી ફેશિયલ પણ કરી શકાય. તે માટે એવોકાડો તથા ઓલીવ ઓઈલ જોઈએ. એવોકાડોને છૂંદીને તેમાં ૧/૨ કપ ઓલીવ ઓઈલ ભેળવો. આનાથી ૧૫ મિનિટ ત્વચા પર મસાજ કરવાથી ફાયદો થશે.
* ખરબચડા નખ પર ઓલીવ ઓઈલનો મસાજ કરવાથી નખ સારા થઈ જશે.
* ખીલની સમસ્યા દૂર કરવા ૧૦ ટીપાં ઓલીવ ઓઈલ અને ૧૦ ટીપાં લવેન્ડર ઓઈલ મિક્સ કરીને લગાડો. જરૂર ફાયદો થશે.
મધ ઃ મધનું પણ સૌંદર્ય વધારવામાં મહત્વનું સ્થાન છે. અને મધ લગભગ પ્રત્યેક ઘરમાં હોય છે.
* ઠંડી ઋતુમાં દૂધમાં મધ નાંખીને તો પીવું જોઈએ. પરંતુ તે ત્વચાને યુવાન બનાવવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. તેનાથી ત્વચા સૌમ્ય અને મુલાયમ બને છે.
* ૧/૨ કપ મધમાં ૧/૪ કપ ઓલીવ ઓઈલ ભેળવીને વાળમાં મસાજ કરો. આનાથી વાળ પર થર જામી જશે શાવર કેપ પહેરીને ૧/૨ ક્લાક રહેવા દો. ત્યાર બાદ શેમ્પૂ કરો. વાળ એકદમ મુલાયમ બની જશે.
* ક્લીન્સીંગ સ્ક્રબ પણ ઘરે બેસીને બનાવી શકાય છે. ૧ મોટી ચમચી મધ ૨ ચમચા બદામનો ભૂકો, ૧/૨ ચમચી લીંબુનો રસ ભેળવીને હળવા હાથે ચહેરા પર મસાજ કરો. પછી હુંફાળા પાણીથી ચહેરો ધોઈ નાંખો.
* ચહેરાની ત્વચા ઢીલી પડી ગઈ હોય તો ૧ મોટો ચમચો મધ, ૧ ઈંડાનો સફેદ ભાગ, ૧ નાની ચમચી ગ્લીસરીન અને થોડો લોટ લઈને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા તથા ગળા પર લગાડો. ૧૦ મિનિટ પછી હુંફાળા પાણીથી ધોઈ નાંખો.
* ચહેરાને ટોનઅપ કરવા માટે ૧ મોટો ચમચો મધ, ૧ મસળેલું સફરજન ભેળવીને લગાડો. ૧૫ મિનિટ રહેવા દો અને ઠંડા પાણીથી મોઢું ધોઈ લેવું.
* ચહેરાને કોમળ બનાવવા માટે ૨ મોટા ચમચા મધનાં ૨ નાની ચમચી દૂધ ભેળવો. આ મિક્સરને ચહેરા તથા ગળા પર લગાડો અને હુંફાળા પાણીથી ધોઈ નાંખો.
* ત્વચાને મુલાયમ અને મખમલી અનુભવ થાય તે માટે ૧/૪ કપ મધ નહાવાના પાણીમાં ભેળવો. આખોદિવસ સુગંધ આવશે.
* ૧/૨ કપ ઓટ્સ, બાસમતી અથવા બ્રાઉન ચોખાનો, તથા પાઉડર મિલ્ક, ૩ નાની ચમચી લીલી ચા તથા ૧/૨ ચમચી નારિયેળ અથવા વેનીલા એક્સટ્રેક્ટ લઈને મિક્સરમાં મિક્સ કરો. આને પાતળા કપડામાં બાંધીને દોરીની મદદથી બાલ્દીની ઉપર લટકાવો અને ગરમ પાણીનો નળ ખોલો. પોટલી બાલ્દીમાં અડધી ડુબેલી હોવી જોઈએ. આ પોટલીને વચ્ચે વચ્ચે નિચોવો. અને પછી પાણીને ઠંડુ થવા દો. ૧૫ થી ૩૦ મિનિટ પોટલી તેમાં ડુબેલી રહેવા દો. પછી સ્નાન કરો.
* ૧/૨ કપ એપ્સમ સૉલ્ટ, ૧/૨ કપ સી સૅાલ્ટ, ૧/૨ કપ કુલ ક્રીમ દૂધ તથા ઓટમીસ મિક્સ કરો. એસંશિયલ ઓઈલના થોડા ટીપાં ભેળવી હુંફાળા ગરમ પાણીમાં ૧/૨ કપ આ મિક્સને ભેળવો.
* પાતળા કપડામાં સુકો અથવા તાજા ફુદીનાના પાન, તેજપત્તા, ૧ નાની ચમચી નાળિયેરનું તેલ તથા બદામનું તેલ ભેળવો. આનેે ગરમ પાણીમાં નાંખીને નહાવું.
* પાંચ ટીપાં લેવેન્ડર એસેંશિયલ ઓઈલને ૧ કપ દૂધમાં ભેળવો. અને તેને નહાવાન પાણીમાં નાંખવું.
* રૂને ઠંડા દૂધમાં બોળી નિચોવીને આંખ પર ૧૦ મિનિટ રાખો. ત્યારબાદ હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લેવો.
લીંબુ
લીંબુના રસથી મગજ તથા શરીરને રાહત મળે છે. તથા તેમાં રહેલા કુદરતી એસેંશિયલ ઓઈલથી સ્ફૂર્તિ પણ મળે છે.
* સવારના લીંબુનો મસાજ કરવાથી આખો દિવસ તાજગી રહે છે. ૩ ટીપાં ઓલીવ ઓઈલ અથવા બદામના તેલમાં ભેળવો. અને આ મિક્સરને હાથ પગ પર લગાડો.
* તૈલી ત્વચા માટે લીંબુનો રસ અને પાણી ભેળવીને લગાડો. ઈંડાની સફેદીમાં લીંબુનો રસ ભેળવીને લગાડવાથી ડાઘ જતા રહેશે.
* હાથ-પગની કડક થઈ ગયેલી ત્વચા પર લીંબૂુ ઘસો. કાળાશ જશે. માથામાં લીંબુ ઘસવાથી ખોડો જશે.
શિકાકાઈ
શિકાકાઈને પાણીમાં ભેળવીને વાળને સ્વચ્છ કરવા ઉપયોગમાં લેવામાં આવે છે. તેમાં પીએચ બેલેન્સ ઓછું હોય છે. એટલે વાળમાં જરૂરી તેલ રહે છે. તેના પાવડરથી વાળમાં જમા થયેલી ગંદકી જલ્દી દૂર થાય છે.
* ઘરમાં શિકાકાઈને કાપીને ૨ નાના ચમચા આમળા અને મેથીને સાથે મેળવો. તેમાં સુકા મીઠા લીમડાના પાન તથા હિબિસકસના ફૂલ મેળવો. થોડા પાણીમાં ભેળવીને સ્કેલ્પ પર લગાડો. આનાથી વાળ વધશે અને ઠંડક મળશે.
* આમળાથી વાળનો રંગ ઘેરો થાય છે.
* શિકાકાઈમાં એસ્ટ્રીજન્ટ તત્વ હોય છે. એટલે ખોડામાંથી રાહત મળે છે.
Comments
Post a Comment