નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બિગ બી દીકરીને યાદ કરીને લાગણીશીલ બની ગયા...!

- બિગ બીએ પોતાની પુત્રી શ્વેતા નંદાને યાદ કરી
- બિગ બીને ખ્યાલ જ ના રહ્યો કે, તેમની પુત્રી ક્યારેય મોટી થઈ ગઈ


બુધવાર રાત્રે 11.32 વાગે અમિતાભ બચ્ચને પોતાનો બ્લોગ અપડેટ કર્યો છે. હાલમાં તેઓ ભોપાલમાં ફિલ્મ આરક્ષણનું શુટિંગ કરી રહ્યા છે. ભોપાલમાં વરસાદ પડ્યો હતો અને આ વાતનો ઉલ્લેખ બિગ બીએ પોતાના બ્લોગમાં લખ્યું છે.

ઈદની શુભકામના આપતી વખતે બિગ બી ભાવુક થઈ ગયા હતા. તેમણે 16 ફેબ્રુઆરી 1994માં પોતાની પુત્રી શ્વેતા નંદાના લગ્નની વાત પણ કરી હતી.

બોલિવૂડ શહેનશાહે કહ્યું હતું કે, તેમણે ખ્યાલ જ ના આવ્યો કે, ખોળામાં રમતી તેમની દીકરી ક્યારે લગ્નલાયક થઈ ગઈ અને તે બે સંતાનોની માતા બની ગઈ.

શ્વેતાને યાદ કરતાં બિગ બીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ દીકરીઓના નામે છે. એક બાજુ શ્વેતા છે અને બીજી બાજુ ફિલ્મ આરક્ષણમાં મારી પુત્રી પૂર્વી(દીપિકા પાદુકોણ) છે.

શુટિંગ અંગે બિગ બીએ જણાવ્યું હતું કે, હવેના ફિલ્મી સીન ગંભીર છે અને તમામ પાત્રો પોતાના અભિનયથી ફિલ્મમાં જીવ રેડી રહ્યા છે. અમે તો ફક્ત દિગ્દર્શકની આજ્ઞાનું પાલન જ કરીએ છીએ. હું વિચારૂં છું કે, કાશ હું ફરીથી ફિલ્મના દ્રશ્યોનું શુટિંગ કરી શકું પરંતુ તે સીનનું શુટિંગ થઈ ગયુ છે.

એ વાત સાચી છે કે, શરૂઆતમાં અમે પાત્રને સમજી શકતા નથી પરંતુ જેમ જેમ પાત્રને સમજતા જઈએ તેમ તેમ અમારી મહેનતની પરીક્ષા થાય છે. ફિલ્મ પ્રિવ્યૂના દિવસે અમે અંધારા હોલમાં બેઠા બેઠઆ વિચારી રહ્યા હોઈએ છીએ કે, અમે અદ્રશ્ય થઈ જઈએ અને કોઈને દેખાઈ પણ ના શકીએ.

ડર, અક્ષમતાનો ભાવ અને ફિલ્મને ઉત્તમ બનાવવાની તીવ્ર ઈચ્છા તમને ઘેરી વળે છે. હવે તો એક કે બે દિવસમાં ફિલ્મની પ્રિન્ટ એડિટિંગ માટે મોકલવામાં આવે છે. ઘણાં કલાકોની મહેનત બાદ બેકગ્રાઉન્ડ સંગીત મૂકવામાં આવે છે અને ત્યારબાજ ફિલ્મમાં કામ કરનારાઓનું નામ ઉમેરવામાં આવે છે.

ઘણાં મહિનાઓની મહેનત બાદ ફિલ્મ દર્શકોની સામે મૂકવામાં આવે છે અને દર્શકો માત્ર બે કલાકમાં જ પોતાનો નિર્ણય સંભળાવી દે છે. ફિલ્મ સારી, ખરાબ, તદ્દન હટકે કે કંઈ પણ તેવું ટેગ લગાવી દે છે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!