નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

વિશ્વકપમાં જોખમી નિવડેલી પાંચ ભૂલો

વિશ્વકપ શરૂ થવાને હવે માત્ર ત્રણ દિવસની જ વાર છે. દરેક દેશની ટીમોએ વિશ્વકપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે આકરી મહેનત કરી છે. તેમણે કરેલી મહેનત કેવી રંગ લાવે છે તે તો વિશ્વકપની શરુઆત થયા બાદ જ માલુમ પડશે. પરંતુ વિશ્વકપ દરમિયાન કેટલીક વખત મુર્ખામી ભરેલા પગલા ટીમના ખેલાડી કે પછી સુકાની દ્વારા લેવામાં આવતાં હોય છે. અહિંયા એવા જ કેટલાક મુર્ખામી અને ભૂલ ભરેલા પગલાં અંગે જણાવવામાં આવ્યું છે.

માઇક ગેટિંગે ફટકારેલી રિવર્સ સ્વિપ

1987ના વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડની ટીમ દ્વારા આયોજનબદ્ધ રીતનો ખેલ દર્શાવવામાં આવ્યો હતો. એક સમયે સ્થિતિ પણ એવી નિર્માણ થઇ હતી કે ઇંગ્લેન્ડ મેચ જીતી જશે તેમ લાગતું હતું. પરંતુ તે સમયે ખરા અર્થમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહેલા માઇક ગેટિંગે એક મુર્ખામી ભરેલી રિવર્સ સ્વિપ ફટકારવા જતાં વિકેટ કીપરના હાથમાં તે ઝલાઇ ગયો હતો અને ઓસ્ટ્રેલિયા 1987ના વિશ્વકપનું ચેમ્પિયન બન્યું હતું.

ડકવર્થ લુઇસનો વરસાદનો નિયમ

કેટલીક વખત માત્ર ખેલાડીઓથી ભૂલ થતી નથી હોતી પરંતુ ક્યારેક નીયમોમાં રહી ગયેલી ક્ષતિના કારણે પણ ટીમને તેનો ભોગ બનવું પડે છે. 1992ના વિશ્વકપમાં દક્ષિણ આફ્રિકાને વરસાદના નિયમનો ભોગ બનવું પડ્યું હતું. વિજયના દરવાજે ઉભેલુ દક્ષિણ આફ્રિકા વરસાદ પડતાં હારના દરિયામાં ગરકાવ થઇ ગયું હતું. એક સમયે તેને 13 બોલમાં 22 રન કરવાના હતાં જે આસાનીથી થઇ પણ ગયાં હોત પરંતુ 12 મિનિટ સુધી વરસાદ પડ્યો અને નિયમ પ્રમાણે દક્ષિણ આફ્રિકાને એ મેચમાં એક બોલમાં 22 રનનો લક્ષ્યાંક આવી ગયો જેમાં તેનો પરાજય થયો હતો.

ભારતે 1996માં ટોસ જીતીને ફિલ્ડિંગ લેવી

1996માં ભારત અને શ્રીલંકા વચ્ચે ઇડન ગાર્ડનમાં સેમી ફાઇનલ રમાઇ હતી. જેમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાના બદલે બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે તેને ભારી પડી ગયો હતો. શ્રીલંકાએ બેટિંગની તક મળતાં ભારત સામે 250 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. જેના જવાબમાં સચિનની વિકેટ પડ્યાં બાદ ભારતનો ધબડકો વળી ગયો હતો અને મેદાન પર પ્રેક્ષકો ગુસ્સે ભરાયાં હતા.

1999માં એલાન ડોનાલ્ડ રન આઉટ

ફરી એક વખત દક્ષિણ આફ્રિકા ભૂલ અને મુર્ખામીનો શિકાર બન્યો હતો. જો કે, આ વખતે તે ડકવર્થ લુઇસના નિયમનો ભોગ બન્યું ન હતું પરંતુ બોલર એલાન ડોનાલ્ડની ભૂલનો ભોગ બન્યું હતું. ઓસ્ટ્રેલિયા સામે તેને નવ રન જીત માટે જોઇતાં હતા. લાન્સ ક્લુઝનરે બે ચોગ્ગા ફટકારીને સ્કોર ઇકવલ કરી નાંખ્યો હતો અને જીત માટે એક રન બનાવવાની જરૂર હતી. લાન્સ ક્લુઝનરે રન લેવાની શરૂઆત કરી હતી પરંતુ ડોનાલ્ડે ક્રિઝ છોડી ન હતી. બાદમાં ભૂલનું ભાન થતાં તેણે ક્રિઝ છોડી હતીં પરંતુ તે આઉટ થઇ ગયો હતો.

ટોટલ વાંચવામાં ભૂલ કરી

2003ના વિશ્વકપમાં દક્ષિણ આફ્રિકા દ્વારા ફરી એક વખત ભૂલનું પૂનરાવર્તન કરવામાં આવ્યું હતું. દક્ષિણ આફ્રિકાને આ મેચ શ્રીલંકા સામે જીતવી પડે તેવી જ હતી. વરસાદના ભય સાથે એ મેચ રમાઇ હતી. જેમાં સ્કોર બોર્ડ પર ઓવરના અંતે છ રનની જરૂર તેમ જણાવવામાં આવ્યું હતું. માર્ક બાઉચરે છગ્ગો ફટકાર્યો હતો. તેને એમ હતું કે તેઓ જીત ગયાં પરંતુ પછી ખબર પડી કે જીત માટે નહીં સ્કોર ઇકવલ કરવા માટે છ રનની જરૂર હતી. વરસાદ બંધ નહીં થતાં દક્ષિણ આફ્રિકા ઘર આંગણે જ વિશ્વકપમાંથી ફેંકાઇ ગયું હતું.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી