નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

1 રનનું મહત્વ કેટલું હોય છે તે તો આમને જ પૂછો

વર્લ્ડ કપ જેવી મોટી ટૂનૉમેન્ટમાં એક એક રન માટે પણ બેટ્સમેન, બોલર તથા ફિલ્ડર જાનની બાજી લગાવી દે છે. ઘણી વખત તો આ ખેલાડીઓ જ લાપરવાહીના કારણે હરીફ ટીમને રન પણ ભેટમાં આપી દેતા હોય છે. વર્લ્ડ કપમાં એવા કેટલાક પ્રસંગો પણ બન્યા છે જ્યારે એક રનના અંતરથી ટીમો ઈતિહાસ બદલવાની તક ચૂકી ગઇ છે.

ગણતરીમાં ગરબડ થઈ

૨૦૦૩ના વર્લ્ડ કપમાં શ્રીલંકા સામેની મેચમાં ગણતરીમાં થયેલી મોટી ભૂલ યજમાન સાઉથ આફ્રિકાની આશા પર પાણી ફેરવી ગઇ હતી. ગ્રૂપ-બીની આ મેચમાં શ્રીલંકાએ ૨૬૮ રન બનાવ્યા હતા. જવાબમાં સાઉથ આફ્રિકા વિજય તરફ કૂચ કરી રહ્યું હતું ત્યારે વરસાદની સંભાવનાના કારણે ટીમો વારંવાર સંદેશા મોકલી રહી હતી. મેચનો નિર્ણાયક સમય આવ્યો હતો ૪૫મી ઓવરે. સાઉથ આફ્રિકાએ મુરલીધરનની આ ઓવરમાં ૧૩ રન બનાવ્યા હતા. પાંચમા બોલે છગ્ગો ફટકારીને બાઉચરે હવામાં છલાંગ લગાવીને મેચ જીતી લીધી હોય તેવો સંકેત આપ્યો હતો. જંગ ડકવર્થ લૂઇસ નિયમ મુજબ રનરેટમાં આગળ રહેવા માટેનો હતો. આગામી બોલે રન બન્યો નહોતો. ફરીથી વરસાદ આવ્યો હતો ત્યારે સાઉથ આફ્રિકાનો સ્કોર છ વિકેટે ૨૨૯ રનનો હતો. મેચ ટાઇ રહી હતી અને યજમાન ટીમ ટૂનૉમેન્ટના બીજા રાઉન્ડમાં પણ પહોંચી શકી નહોતી.

ડોનાલ્ડ કઈ ધૂનમાં હતો....

ક્રિકેટમાં જ્યારે રોમાંચક મુકબલાની ચર્ચા થાય છે ત્યારે સૌથી પહેલાં ૧૯૯૯ના વર્લ્ડ કપની સેમિફાઇનલ યાદ આવે છે. ઓસ્ટ્રેલિયાના ૨૧૩ રનના જવાબમાં સાઉથ આફ્રિકાને છેલ્લી ઓવરમાં વિજય માટે નવ રનની જરૂર હતી અને એક વિકેટ બાકી હતી. લાન્સ ક્લૂઝનરે ડેમિયન ફ્લેમિંગના પ્રથમ બે બોલે બાઉન્ડ્રી ફટકારીને પરાજયને ખાળ્યો હતો. ત્રીજા બોલે રન બની શક્યો નહોતો. ચોથા બોલે ક્લૂઝનરે બોલને મિડઓફ ઉપર મોકલ્યો હતો અને રન માટે ભાગ્યો હતો, પરંતુ નોન સ્ટ્રાઇકર એલન ડોનાલ્ડ ખબર નહીં કઇ ધૂનમાં કે વિચારમાં હતો અને તે બોલને જોતો રહ્યો હતો, જ્યારે તેણે દોડવાનું શરૂ કર્યું ત્યારે ઘણું મોડું થઇ ચૂક્યું હતું. સ્ટમ્પ પરથી બેઇલ્સ વોખેરવા માં આવી ત્યારે ડોનાલ્ડ અડધી પિચ પર હતો. મેચ ટાઇ થઇ હતી અને આ સાથે સાઉથ આફ્રિકા ટૂનૉમેન્ટમાંથી બહાર થઇ ગયું હતું.

ઓસી.એ ભારતને કર્યું રનઆઉટ

૧૯૯૨ના વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ હાર્યા બાદ બીજી મેચ રદ થવાના કારણે ભારતને વિજયની અત્યંત જરૂર હતી. ત્રીજી મેચમાં તેનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થયો હતો જેણે ૫૦ ઓવરમાં ૨૩૭ રન બનાવ્યા હતા. મેચમાં અધવચ્ચે વરસાદ થયો હતો. આ કારણથી ભારતીય ટીમની ત્રણ ઓવર ઓછી થઇ હતી પરંતુ લક્ષ્યાંક માત્ર બે રન ઘટ્યો હતો. સુકાની અઝહરુદ્દીન (૯૩) અને સંજય માંજરેકરે (૪૭) જોરદાર બેટિંગ કરી હતી. અંતિમ ઓવરમાં ભારતને વિજય માટે ૧૩ રન બનાવવાના હતા. મૂડીના પ્રથમ બે બોલમાં બાઉન્ડ્રી ફટકારીને કિરણ મોરે ત્રીજા બોલે બોલ્ડ થયો હતો.ચોથા બોલે એક રન બનાવીને પ્રભાકર આઉટ થયો હતો. અંતિમ બોલે શ્રીનાથે મિડવિકેટ પર ફટકો માર્યો હતો પરંતુ સ્ટિવ વોએ બાઉન્ડ્રી ઉપર કેચ છોડ્યો હતો. આ દરમિયાન ભારતે બે રન પૂરા કર્યા હતા પરંતુ ત્રીજા રનના પ્રયાસમાં રાજુ રનઆઉટ થતાં ભારત એક રનથી હારી ગયું હતું.

મનિન્દર એક રન બનાવી ના શક્યો

૧૯૮૭ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામેની ગ્રૂપ મેચ જીતવા માટે ભારતને બે બોલમાં બે રનની જરૂર હતી અને એક વિકેટ બાકી હતી, પરંતુ મનિન્દરસિંઘ આ એક રન બનાવી શક્યો નહોતો. સ્ટિવ વોએ તેને જ્યારે બોલ્ડ કર્યો ત્યારે ચેન્નાઈના (મદ્રાસ) ચેપાક સ્ટેડિયમમાં સન્નાટો છવાયો હતો. જોકે ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ટૂનૉમેન્ટની સેમિફાઇનલમાં પહોંચ્યા હતા પરંતુ તે સમયનો પરાજય ભારતના સમર્થકોને હજુ પણ યાદ છે. આ મેચમાં એક એવો પ્રસંગ પણ બન્યો હતો જેને લોકો પરાજયનું કારણ માને છે. હકીકતમાં ૩૯ રન બનાવનાર ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડીન જોન્સે મેચમાં બે સિક્સર ફટકારી હતી જેમાંની એક સિક્સરને અમ્પાયરે બાઉન્ડ્રી આપી હતી. ભારતીય સુકાની કપિલદેવે ખેલદિલી દાખવીને અમ્પાયરને સંકેત કર્યો હતો કે તે સિક્સર હતી. આ પ્રમાણે ઓસ્ટ્રેલિયાના સ્કોરમાં બે રન ઉમેરાયા હતા.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી