નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પ્રેમ સીમિત શબ્દ નથી

ફ્રેડરિક લેંગ્ટન (જન્મ : ૩ ડિસેમ્બર, ૧૮૩૦, મૃત્યુ : ૨૫ જાન્યુઆરી, ૧૮૯૬) અંગ્રેજ ચિત્રકાર અને શિલ્પી હતા. એમનાં ચિત્રોમાં ઐતિહાસિકતા, સૌંદર્ય અને જીવનની ભવ્યતા છે.

પ્રેમ સાથે જોડાયેલી દરેક ચીજ, દરેક વાત પોતાનાં સમય અને પરિસ્થિતિમાંથી જ ઉત્પન્ન થાય છે. પ્રેમનો એક નિશ્વિત દેશ-કાળ હોય છે. એ અલૌકિક પણ હોય છે - એ અર્થમાં કે એ પ્રેમ કરનારા દુનિયાની ઘણી સીમા અને ક્ષુદ્રતાથી ઉપર ઉઠાવવાની શક્તિ ધરાવે છે.

એક લેખકે લખેલું કે ‘પ્રેમ એક સર્વોપરી તીવ્ર ભાવના છે.’ સાથે જ એમણે એ પણ ઉમેરેલું કે આપણી સભ્યતાએ એવા માણસનું નિર્માણ કર્યું છે, જે પ્રેમ જેવી તીવ્ર અને સઘન ભાવનાને ધારણ કરી શકવા અસમર્થ છે.

પ્રેમને એક અલૌકિક ભાવ કહેવાયો છે. અલૌકિકનો અર્થ છે આ લોકની પારનું કશુંક પરંતુ પ્રેમ શું ખરેખર એવો છે? કદાચ હા, કદાચ ના. એટલા માટે કે એ આ લોકમાં જ આકાર લે છે. એ માણસોનો આપસનો ભાવ છે. પ્રેમ સાથે જોડાયેલી દરેક ચીજ, દરેક વાત પોતાનાં સમય અને પરિસ્થિતિમાંથી જ ઉત્પન્ન થાય છે. પ્રેમનો એક નિશ્વિત દેશ-કાળ હોય છે. એ અલૌકિક પણ હોય છે - એ અર્થમાં કે એ પ્રેમ કરનારા દુનિયાની ઘણી સીમા અને ક્ષુદ્રતાથી ઉપર ઉઠાવવાની શક્તિ ધરાવે છે. એ વ્યક્તિનું સ્વરૂપાંતર કરે છે.

પ્રેમની કોને ખબર કેટલી વ્યાખ્યા કરવામાં આવી છે, કોને ખબર કેટલી પરિભાષામાં એને બાંધવાની કોશિશો થઈ છે પરંતુ પ્રેમ પોતાના તાત્વિક રૂપમાં છે શું? મીરાંબાઈ માટે એ કૃષ્ણ સુધી પહોંચાડતી ભાવનાત્મક તન્મયતાની કેડી છે. પ્રસાદ માટે એ ઘનીભૂત વેદના છે, કીટ્સ માટે એ સત્ય અને સૌંદર્ય છે, દાન્તે માટે એ અસ્તિત્વ અને ચેતનાને ઉચ્ચતર સ્તર પર લઈ જતો માર્ગ છે, રવીન્દ્રનાથ માટે પ્રકૃતિની સઘન અનુભૂતિ છે, ઘણા બધા માટે તે એક પૂરી જીવનયાત્રા છે, શોધ છે. સમાન વિચારવાળા બે જણ માટે એ સમાન ભૂમિકાએ આદાનપ્રદાન છે...

પ્રેમ કવિતા છે, કળા છે, દર્શન છે, જીવન છે. પ્રેમનાં અગણિત રૂપો છે, પાસાં છે. બર્ટાડ રસેલે કહ્યું કે પ્રેમ જ એમના જીવનની મુખ્ય ચાલકશક્તિ રહ્યો છે. એરિક ફ્રોમે એને જીવનની અર્થપૂર્ણતાનું પરિણામ ગણાવ્યો છે. એંગલ્સ કહી ગયા છે કે વર્ગોમાં વહેંચાયેલા સમાજમાં નર-નારીનો પ્રેમ પણ અસમાનતા અને શોષણનું જ એક રૂપ હોય છે...

એક વાત સુનિશ્વિત છે કે બાળપણથી મનુષ્યમાં પ્રેમ કરવાની અને પ્રેમ પામવાની તીવ્ર ઝંખના હોય છે. વ્યક્તિનું કૌટુંબિક-સામાજિક વાતાવરણ એવું હોવું જોઈએ કે પુરુષની તેમ જ સ્ત્રીની આ ઝંખનાનો સ્વસ્થ અને સંપૂર્ણ વિકાસ થઈ શકે. તો જ સ્ત્રી-પુરુષ પરસ્પર સહચર્યવાળા એ ગહન પ્રેમનો અનુભવ કરી શકશે - જેને માણસે પોતાની વિકાસયાત્રામાં બચાવી તો રાખ્યો છે, સાથોસાથ એને વિકસાવ્યો પણ છે. આજના જીવનનું સત્ય એ છે કે એક શિશુ પુખ્ત થાય ત્યાં સુધીમાં એની આ ઝંખના નકારાત્મકરૂપે પ્રભાવિત થાય છે. પ્રેમ પ્રેમ ન રહેતાં જાતજાતનાં બંધન, તોડ-જોડ, સત્તા-સંબંધ, અસુરક્ષા, ઉથાપન વગેરેની એક અભિવ્યક્તિ બની રહે છે.

એક લેખકે લખેલું કે ‘પ્રેમ એક સર્વોપરી તીવ્ર ભાવના છે.’ સાથે જ એમણે એ પણ ઉમેરેલું કે આપણી સભ્યતાએ એવા માણસનું નિર્માણ કર્યું છે, જે પ્રેમ જેવી તીવ્ર અને સઘન ભાવનાને ધારણ કરી શકવા અસમર્થ છે.

સંસ્કૃતિના વિકાસની સાથે મનુષ્યના હૃદયની આ ‘તીવ્ર ભાવના’ પરિષ્કૃત થવાને બદલે એનું હૃદય આ ભાવનાને યોગ્ય ન રહ્યું એ એક વિડંબના છે. આ આપણા યુગનું સૌથી વધુ મોટું સત્ય છે. બીજી બાજુ એટલું જ મોટું સત્ય એ પણ છે કે પ્રેમની એક નકલી દુનિયા લોકોના મગજથી માંડીને સંબંધો સુધી પોતાનાં મૂળિયાં જમાવી ચૂકી છે. આ પ્રેમનાં બધાં જ પાસાં ઉપભોકતા-સમાજની શરતોથી સંચાલિત થાય છે.

પ્રેમ એક સીમિત શબ્દ નથી - સ્ત્રી પુરુષનો પ્રેમ પણ નહીં. એનામાં વ્યક્તિને સમૂળગી બદલી નાખવાની ક્ષમતા છે. પ્રેમમાં હોવું એટલે જીવનને નવેસરથી ઘડવાની કામના ધરાવવી. આ કામનાથી વંચિત આપણા સમયના લોકો એને જાણે, શોધે, પામે, જેથી પ્રેમનું એક સશકત, વાસ્તવિક અને ઊંડું રૂપ માનવ સમાજને પુનનિર્મિત કરી શકે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી