નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ભારત-પાક મેચમાં થયું હતું ધોની-સાક્ષીનું લવ-ફિક્સિંગ

ટીમ ઇન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોની માત્ર ક્રિકેટના મેદાન પર જ ચોગ્ગા-છગ્ગા લગાવતો નથી, પરંતુ પ્રેમની પીચ પર પણ તે એક દિગ્ગજ ખેલાડી છે. માહીનો પ્રેમ ભલે નાનપણનો ન હોય પરંતુ તેની પત્ની સાક્ષી રાવત તેની સ્કૂલ સમયની મિત્ર છે.

ધોની અને સાક્ષી એક સાથે રાંચીની ડીએવી સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. બન્નેના પરિવારજનો વચ્ચે પણ સુમેળ ભર્યા સંબંધો હતા. સાક્ષીનો પરિવાર બાદમાં દહેરાદૂન જતો રહ્યો. વર્ષ 2010માં બન્નેની મિત્રતાં લગ્ન બંધનમાં ફરેવાઇ ગઇ.

ધોની અને સાક્ષી એકબીજાને નાનપણથી જાણતાં હતાં, પરંતુ તેમની પ્રેમ કહાનીની શરૂઆત થઇ હતી 2007માં રમાયેલી ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચથી. કોલકતાની તાજ હોટલમાં બન્નેની આંખો મળી હતી અને ત્રણ વર્ષ બાદ બન્ને એક થઇ ગયાં હતાં.

માહીના પ્રેમની ફિક્સિંગ કરી હતી તેના મેનેજર યુદ્ધજીત દત્તાએ. હોટલ મેનેજમેન્ટની વિદ્યાર્થિની સાક્ષી હોટલ તાજમાં ટ્રેનિંગ માટે આવી હતી. સાક્ષી અને યુદ્ધજીત બન્ને મિત્રો હતા. યુદ્ધજીતે જ ધોની અને સાક્ષીની મુલાકાત કરાવી હતી.

કોલકતામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ મેચ રમાઇ રહી હતી અને ટીમ ઇન્ડિયા તાજડ હોટલમાં રોકાઇ હતી. દત્તાએ જેમ-તેમ કરીને સાક્ષી અને ધોનીની મુલાકાત કરાવી હતી. જો કે, તે દિવસ સાક્ષીની ટ્રેનિંગનો અંતિમ દિવસ હતો. પંરતુ ધોની તો સાક્ષીને જોઇને તેના પર ફિદા જ થઇ ગયો હતો. ધોનીએ દત્તા પાસે સાક્ષીનો ફોન નંબર માંગ્યો અને એસએમએસ કર્યો.

સાક્ષીને વિશ્વાસ ન હતો કે, ધોનીએ તેને મેસેજ કર્યો છે. ત્યાર બાદ બન્ને વચ્ચે વાતોનો સિલસિલો શરૂ થઇ ગયો. પરંતુ બન્ને વચ્ચેનો પ્રેમ ગાઢ 2008માં થયો હતો. સાક્ષીએ 2008માં ધોનીની બર્થડે પાર્ટીમાં હાજરી આપી હતી. પાર્ટી પૂર્ણ થયા બાદ ધોનીએ સાક્ષીને લીફ્ટ આપી હતી. બે વર્ષ બાદ 2010માં પ્રેમ યુગલ લગ્નનાં બંધનમાં બંધાઇ ગયું હતું.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!