નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

શેરબજારમાં આજનો દિવસ રહ્યો 'હેપ્પી વેલેન્ટાઇન'

મજબૂત વૈશ્વિક સંકેતો અને મોંઘવારી દરમાં ઘટાડો થવાના સારા સમાચારથી ભારતીય શેર બજારના પ્રમુખ સૂચકાંકોમાં આજે જબર્દસ્ત તેજી જોવા મળી છે.

સેન્સેક્સે 18,000ની મનોવૈજ્ઞાનિક સપાટીને ફરી પાર કરી લીધી છે. નિફ્ટીએ પણ તેની 5,400ની મનોવૈજ્ઞાનિક સપાટી કુદાવી લીધી છે.

બીએસઈ સેન્સેક્સ 473 પૉઇન્ટ એટલે કે 2.67ટકાના વધારા સાથે 18,202 ઉપર રહ્યો છે. નિફ્ટી 146 પૉઇન્ટ એટલે કે 2.75 ટકાના વધારા સાથે 5,456 ઉપર બંધ થયો છે.

એનએસઈના મધ્યમ કક્ષાના સૂચકાંક સીએનએક્સ મિડકેપમાં 3.11ટકાની તેજી રહીં છે. બીએસઈ મિડકેપ સૂચકાંકમાં 3.52 ટકા અને બીએસઈ સ્મૉલકેપમાં 3.94ટકાની મજબૂતાઈ રહીં છે.

આજના કારોબારમાં કેપિટલ ગુ઼ડ્સ અને ઑટો ક્ષેત્રમાં સૌથી વધારે ખરીદ્દારીનું વલણ રહ્યું હતુ. સેક્ટર ઓલ ઇન્ડેક્સના પરિણામે આજે કેપિટલ ગુડ્સ સૂચકાંકમાં સૌથી વધારે 5.26 ટકાની તેજી રહીં છે.

ઑટોને 3.79ટકા, ધાતુને 3.53ટકા, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સને 3.40ટકા, બેન્કિંગને 3.37 ટકા, પાવરને 3.02ટકા, એફએમસીજીને 2.79ટકા પીએસયૂને 2.37ટકા, આઈટીને 2.12 ટકા, ટીઈસીકેને 2.06ટકા, રિયલ્ટીને 2.01ટકા અને હેલ્થકેરને 1.97ટકાનો લાભ થયો છે. તેલ-ગેસમાં 0.97 ટકાનો વધારો રહ્યો છે.

બપોરે 3.10 વાગ્યે

બજારમાં ચોતરફ લેવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. તમામે તમામ પ્રકારના સેકટરોલ ઇન્ડેક્સ તેજીમાં ઝૂમી રહ્યા છે. એક્સપર્ટોનું કહેવું છે કે આજે બજારમાં દિવસભર તેજી જોવા મળી શકે છે.

મજબૂત વૈશ્વિક પાછળ બજારમાં ચોતરફ લેવાલીનો દોર છે. બપોરે 3.10 વાગ્યે બીએસઇ ખાતે સેન્સેક્સ 454 અંક એટલે કે 2.58ટકાના વધારા સાથે 18182.68 પર ટ્રેડ કરીરહ્યો હતો. જ્યારે નિફ્ટી 140 અંક એટલે કે 2.65 ટકાનાવધારા સાથે 5450.95 પર ટ્રેડ કરી રહી હતી.

બપોરે 1.25 વાગ્યે
 બીએસઇ ખાતે ઓટો અને કન્ઝયુમર ગુડઝ ઇન્ડેક્સમાં સૌથી વધુ તેજી તરફી ધ્યાન જોવા મળ્યું છે. બંને ઇન્ડેક્સમાં અનુક્રમે 3.90 ટકા અને 3.42 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

બપોરે 1.25 વાગ્યે બીએસઇ ખાતે સેન્સેક્સ બપોરે 1.25 વાગ્યે 397.92 અંકના વધારા સાથે 18126.53 પર ટ્રેડ થઇ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 123 અંકના વધારા સાથે 5433.70 પર ટ્રેડ થઇ રહી હતી.

બપોરે 12:30 કલાકે

બીએસઈ મિડકેપ સૂચકાંકમાં 2.65 ટકાની તેજી સાથે સ્મૉલકેપ સૂચકાંક 3.45 ટકાની મજબૂતાઈ અને સીજી, ઑટો સેક્ટરમાં શાનદાર ખરિદ્દારીના પરિણામે સેન્સેક્સ-નિફ્ટીએ મોટી છલાંગ લગાવી છે.

સીજી સેક્ટરમાં 3.46 ટકાની તેજી છે, અને ઑટો શેરોમાં ભારે ખરિદ્દારીનું વલણ જોવા મળી રહ્યું છે.

મુંબઈ સ્ટૉક એક્સચેન્જનો સેન્સેક્સ 352 પૉઇન્ટ ઉચકાઈને 18081.53 અને નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી  113.65 ટકા ઉપર જઈ 5418 ઉપર કારોબાર કરી રહ્યો છે.

સવારે 9:30 કલાકે
ભારતીય શેર બજારના પ્રમુખ સૂચકાંકોમાં આજે સવારે સારી તેજીનું વલણ જોવા મળી રહ્યું છે.

સવારે 9:30 કલાકે સેન્સેક્સ 194 પૉઇન્ટના વધારા સાથે 17,923 ઉપર છે. નિફ્ટી 57 પૉઇન્ટના વધારા સાથે 5,367 ઉપર છે.

એનએસઈના મધ્યમ કક્ષાના સૂચકાંક સીએનએક્સ મિડકેપમાં 1.30 ટકાની મજબૂતાઈ છે. બીએસઈ સ્મોલકેપમાં 1.63 ટકા અને બીએસઈ મિડકેપમાં 1.98 ટકાની તેજી છે.

સેક્ટર ઓલ ઇન્ડેક્સના પરિણામે બીએસઈના તમામ સૂચકાંકોમાં મજબૂતાઈનું વલણ છે. સૌથી વધારે તેજી ઑટો સૂચકાંકમાં જોવા મળી રહીં છે.

આ સૂચકઆંક 2.99 ટકા ઉપર છે. સેન્સેક્સના 25 શેરોમાં મજબૂત તેજી છે, જ્યારે 5 જ શેરોમાં ઘટાડો છે. સૌથી વધારે તેજી ટાટા મોટર્સના શેરમાં છે. તેનો શેર 6.06 ટકા ઉપર છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી