રોમ
હોવું એટલે કોઇપણ ક્ષેત્રમાં ‘હીરો’ને સ્થાને હોવું, અને ‘મલ્ટિ સ્ટેરર’
ફિલ્મોમાં પણ જેમ મુખ્ય હીરો તો એક જ હોય છે, એમ કોઇ પણ ક્ષેત્રની વાત કરીએ
ત્યાં એકાધિક સ્ટાર હોવા છતાં ‘મેઇન રોલ’ તો એકના નસીબે અને શિરે જાય છે.
આઝાદીના સંગ્રામમાં રાણી લક્ષ્મીબાઇથી માંડી સરદાર વલ્લભભાઇ જેવા સ્ટારની
ફૌજ છે છતાં હીરો તો ગાંધીજી છે અને રહેવાના છે. જેમ રામાયણમાં રામની સાથે
સતત રહેવા છતાં લક્ષ્મણ ‘લક્ષ્મણ’ છે એમ જ ભારતીય ક્રિકેટમાં ભારતને એક
કરતાં વધુ વખતે વિકટ પરિસ્થિતિઓમાં ટેસ્ટ મેચ જીતાડવા છતાં વી.વી.એસ.
લક્ષ્મણે ‘લક્ષ્મણ’ બનીને જ રહેવાનું હોય છે. હિયર ‘રામ’ ઇઝ ‘સચિન’.
યુ મે કોલ ધીસ અ પાવર ઓફ વન ઓર બ્લાઇન્ડ હીરોવિર્શપ, પણ આ હકીકત નજર અંદાજ
થઇ શકે એમ નથી. ફિલ્મી પ્લેબેક સિંગગની વાત આવે એટલે લતા મંગેશકર છવાઇ જાય
છે. કહેવાનો અર્થ એ તો નથી જ કે આ બધા ‘રામ’ અયોગ્ય રીતે રામ બની બેઠા છે!
ધે હેવ ગિવન ધેર લાઇફ! પાબ્લો પિકાસો એકવાર ગલીઓમાં આંટા મારતો હતો અને એક
સુંદર સ્ત્રીએ એને રોકીને કહ્યું, તમે આટલા મોટા ગજાના ચિત્રકાર છો તો શું
મારો સ્કેચ અબઘડી બનાવી શકો? પિકાસોએ ગણતરીને સેકન્ડોમાં એ સ્ત્રીનો સ્કેચ
બનાવી દીધો.
પેલી સ્ત્રી આબેહૂબ સ્કેચ જોઇને દંગ થઇને બોલી, માય ગોડ! આવું સુંદર કામ
અને માત્ર સેકન્ડોમાં! હું તો મારું આખું જીવન આવું દોરી શકવા પાછળ આપી
દઉં! એન્ડ ધસ સ્પોક પિકાસો: મેડમ, આઇ હેવ ગિવન માય લાઇફ! સચિન, અમિતાભ,
ગાંધીજી, લતા મંગેશકર, આઇન્સ્ટાઇન એમ જે તે ક્ષેત્રના નંબરવન એટલે કે ‘રામ’
લોકોએ એમનું જીવન આપી દીધું હોય છે એટલે ત્યાં બેઠાં છે.
પડછાયામાંથી બહાર આવી શકાય તો જ સ્વયં પડછાયો પાડી શકાય છે. અને એક રીતે
સફળતા એટલે સ્વયંનો આગવો અને યુનિક પડછાયો ઊભો કરવો! લક્ષ્મણ બનવામાં
ધન્યતા અનુભવાતી હશે? યસ સમટાઇમ્સ! જ્યારે કોઇ ઉદાત્ત ગોલ સાથે સંકળાઇને
જીવન સમર્પિત કરી દેવામાં આવે છે ત્યારે આ શક્ય બને છે. અધરવાઇઝ, ધારો કે
ગાંધીજી અને સરદાર અત્યારના કન્ટેમ્પરરી પોલિટિકસમાં હોત તો યુ કેન બી
શ્યોર કે સરદાર ગાંધીના પડછાયામાંથી બહાર નીકળી ગયા હોત! શક્ય છે કે સરદારે
ગાંધીજીને આઉટ સ્માર્ટ પણ કરી દીધા હોત! જેમ કલેશ ઓફ સિવિલાઇઝેનની ઘટના
સંભવ છે એમ કલેશ ઓફ પર્સનાલિટિઝ તો હકીકત છે. પણ ઉદાત્ત લક્ષ્ય સાથે
સંકળાયેલા પર્સનાલિટી બિલ્ડિંગમાં પડતા જ નથી અને એટલે જ કલેશ થતો નથી.
શા માટે ‘રામ’ એક જ હોઇ શકે? એવું કેમ ન બને કે જનસમૂહમાં એક કરતાં વધુ
ઇકવલી રિસ્પેક્ટેડ હીરો હોય? અને કહેવાવાળા કહે છે, દરેકનો રોલ અલગ છે,
દરેકની શખ્સિયત ભિન્ન છે. અગેઇન લેટ્સ ટેઇક ધ એનાલોજી ઓફ ક્રિકેટ, રાહુલ
‘વોલ’ છે, વી.વી.એસ. ‘વેરી વેરી વેરી સ્પેશિયલ’ છે, સૌરવ ‘દાદા’ હતો,
કુંબલે ‘કિલર’ તરીકે ઓળખાયો, ધોની ‘ટેલેન્ટેડ’ પણ સચિન ઇઝ ગોડ! કદાચ એવું
પણ બની શકે કે સચિન એટલા માટે ‘રામ’ છે કારણ કે એનામાં એકાધિક લક્ષ્મણ એક
સાથે સમાવિષ્ટ છે! સચિન રાહુલની જેમ વિકેટ બચાવી શક્યો છે. લક્ષ્મણની જેમ
સ્પેશિયલ ઇનિંગ્સ રમી શક્યો છે, જરૂર પડ્યે સૌરવની જેમ હરીફ ટીમ ઉપર
દાદાગીરી કરી શક્યો છે, ભલભલા બોલરોના છોતરાં કાઢનાર કિલર બની શક્યો છે અને
ધોનીની જેમ ટેલેન્ટની કોઇ કમી નથી!
જિંદગી કેવી મસ્ત રમત છે! પ્રથમ આદર્શ પડછાયા જેવું કદ ઊભું કરવાની ક્ષમતા
કેળવવી અને પછી એ પડછાયામાંથી બહાર નીકળી જવા મથામણ કરવી. ‘વન્સ અપોન અ
ટાઇમ ઇન મુંબઇમાં’ આ વાત સુંદર રીતે દર્શાવવામાં આવી છે. કહેવાય છે કે
ફિલ્મમાં હાજી મસ્તાન અને દાઉદ ઇબ્રાહીમના જીવનને દર્શાવવાનો પ્રયત્ન
કરવામાં આવ્યો છે. એ જે હોય તે, પણ આપણી ‘નંબર વન’વાળી વાતના સંદર્ભમાં
ફિલ્મમાં એક દ્રશ્યમાં ઇમરાન હાશ્મી બોલે છે, બમ્બઇ પર દો લોગ રાજ નહીં કર
સકતે... કિસી એક કો મરના હોગા! અને બાલ ઠાકરેથી રાજ ઠાકરે આજ કારણે નવો
ચીલો ચાતરે છે.
જ્યારે ઝહનમાં દ્રઢ પ્રતીતિ થઇ આવે છે કે શું મારે આખી જિંદગી ‘બે નંબરે’
બની રહેવાનું, ત્યારે પડછાયામાંથી નીકળી જવાની રમત શરૂ થાય છે. જે
પર્સનાલિટીઝ એવું સ્વીકારી લે છે કે તેઓ ‘સેકન્ડરી’ રહેવા જ સર્જાયા છે
તેઓના ઉધામા શાંત બની રહે છે. સ્વાતંત્રય સંગ્રામના અગણિત ગુમનામ
‘લક્ષ્મણો’ને હવે ખૂણેખાંચરેથી શોધી શોધીને હાઇલાઇટ કરવાની કવાયત ચાલી રહી
છે. એક વાત તો છે કે ‘રામ’ એક જ હોઇ શકે છે અને આ વિશ્વનો ઈતિહાસ છે. ચાલો,
સારું થયું કે ‘લક્ષ્મણ’ને પદ્મશ્રી આપવાનું નક્કી થયું છે...
Comments
Post a Comment