નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

રતન ટાટા આજે ઉડાવશે વિશ્વનું સૌથી શક્તિશાળી વિમાન

ટાટા સમૂહના ચેરમેન રતન ટાટા લાઇસન્સ હોલ્ડર પાયલટ છે, અને કેટલીય વખત વિમાનમાં પોતે ઉડ્યન કરે છે. અને હવે તેઓ આ કારનામો ફરી એક વખત કરવા જઈ રહ્યાં છે.

બેંગ્લોરમાં યોજાઈ રહેલા એરો શોમાં રતન ટાટા વિશ્વનું સૌથી અત્યાધૂનિક ફાઇટર પ્લેન એફ એ-018 હૉર્નેટ ઉડાવવા જઈ રહ્યાં છે. આ વિમાન બોઈંગ કંપની દ્વારા બનાવવામાં આવ્યુ છે, અને આ શોમાં તે પ્રદર્શિત કરવામાં આવશે.

બોઈંગ આ અત્યાધૂનિક ફાઈટર પ્લેન ભારતીય વાયુસેનાને વેચવા ઇચ્છે છે. આ અંગેનો કરાર પણ હવે અંતિમ ચરણોમાં છે અને તેની ઉપર 10.8 અબજ ડૉલરનો ખર્ચ આવશે.

રતન ટાટા, એરો ઇન્ડિયા 2011ના મહત્વપૂર્ણ અતિથિઓમાં એક છે. વાચક મિત્રો તમને જણાવીએ કે તેઓએ અગાઉ પણ કેટલાય ફાઇટર વિમાન ઉડાવ્યા છે. તેમનું સમૂહ ટાટા, એક એરલાઇન્સ ઉપર લાવવા ઇચ્છતુ હતુ પરંતુ અમુક કારણોસર તેમનું આ કાર્ય પુરૂં થઈ ન શક્યુ.

અભિનેતા શાહિદ કપૂર પણ એક અન્ય અમેરિકન ફાઇટર પ્લેન એફ-16 સુપર વાઇપરને ઉડાવશે. ભારતમાં યોજાઈ રહેલા આ શોમાં 30 દેશો ભાગ લઈ રહ્યાં છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી