નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પ્રેમ કરતાં પહેલા...

આખરે પ્રેમીઓનો માનીતો પર્વ એટલે કે વેલેન્ટાઈન્સ ડે આવી પહોંચ્યો. સામાન્ય દિવસે ગાર્ડનમાં કે કોઈ ખૂણે-ખાંચરે પ્રેમાલાપ કરતાં લવ બર્ડ્ઝ આજે કદાચ જાહેરમાં પણ રોમાન્સ કરવામાં ઝાઝી શરમ નહીં અનુભવે તો જૂની વિચારસરણીવાળા વડીલો અથવા યુવાનો પોતે રહી ગયા હોવાનો બળાપો વેલેન્ટાઈન્સ ડે ભારતીય સંસ્કૃતિ પર પાશ્ચાત્ય આક્રમણની અસર હોવાનું કહી આ બધા ધતીંગો બંધ કરવા જોઈએ તેમ કહીને કાઢશે, તો વળી ક્યાંક જાતે બની બેઠેલા દિન્દુ સભ્યતાના કહેવાતા જમાદારો પ્રેમીઓને ખૂણે-ખાંચરેથી પકડી લાવીને જાહેરમાં ફટકારતા પણ અચકાશે નહીં.

વેલેન્ટાઈન્સ ડેને કોઈ ચોક્કસ દેશ કે ધર્મની સભ્યતા સાથે ન સાંકળતા તેને માત્ર અને માત્ર પ્રેમના પ્રતિક તરીકે જ જોઈએ તો પ્રેમના પ્રતિકસમા આ દિનની હાલના ટ્રેન્ડ પ્રમાણે થતી ઉજવણી થોડાઘણાં અંશે ચિંતા ઉપજાવનારી છે. પશ્ચિમી જગતમાંથી આપણે વેલેન્ટાઈન્સ ડે તો લઈ આવ્યા પરંતુ કોઈને પ્રેમ કરવાની કે કોઈનો પ્રેમ પામવાની કાબેલીયત આપણે ક્યાંથી લાવીશું?

આજના સમયમાં જ્યારે એકપણ ક્ષેત્ર ગળાકાપ સ્પર્ધામાંથી બાકાત નથી રહ્યું ત્યારે કોમ્પિટિશન, ઈર્ષ્યા, અદેખાઈ, એકબીજાને પાડી દેવાની કે બતાવી દેવાની વૃત્તિમાં નિસ્વાર્થ પ્રેમને તો શોધવો પણ મુશ્કેલ પડે તેવી સ્થિતિ છે.

વધુમાં હવે તો આપણા સમાજના પ્રતિક સમાન ફિલ્મો અને સીરિયલોમાં પણ પ્રેમના નામ પર પ્રેમ સિવાય બધું જ બતાવવામાં આવે છે અને તેને જ પ્રાધાન્ય અપાય છે. યાદ હોય તો, ઈમોશનલ અત્યાચાર, અને લવ સેક્સ ઔર ધોખા.. આજના આ દિવસે અહીં આપણી સંસ્કૃતિ અને વેલેન્ટાઈન્સ ડે ની ઉજવણી કે પછી વેલેન્ટાઈન્સ ડે કેટલું મહાન કાર્ય કરી ગયા જેવા વિષય પર લેક્ચર આપવાનો જરાય નથી. ઈરાદો છે તો લવબર્ડ્ઝને એટલું જ કહેવાનો કે પ્રેમના નામે એકબીજાને પ્રેમ કરજો, તેના નામે ઈર્ષ્યા, ઝઘડા, એકબીજાને નીચું બતાવવાની વૃત્તિ જેવી બાબતો નહીં.

માણસ તો ભાવ નો ભૂખ્યો છે. એકવાર પોતાના પ્રેમીપાત્રને નિસ્વાર્થ પ્રેમ કરીને તો જોજો, તેની ખુશી આપના માટે આખા વિશ્વને બીજી તરફ મુકી દેનારી હશે. અને પ્રેમ પામતા પહેલા તો પ્રેમ કરતાં શીખવું પડે અને તે પણ નિસ્વાર્થ હોવો જોઈએ. બિઝનેસ જેવો નહીં કે જેમાં રોકાણનું સારામાં સારૂં અને જલ્દીથી જલ્દી વળતર મેળવવાની વૃત્તિ દિલો-દિમાગ પર સવાર હોય.

તો આ વેલેન્ટાઈન્સ ડે પર એક મેચ્યોર પ્રેમી બનવાનો પ્રયાસ ચોક્કસ કરજો. અને વેલેન્ટાઈન ડેને માત્ર કેન્ડલ લાઈટ ડિનર, લોંગ ડ્રાઈવ, ગિફ્ટ્સ અને ડેટ પુરતો મર્યાદિત ન રાખતા પોતાના પ્રેમીપાત્રને નિસ્વાર્થ પ્રેમ કરવાની કોશિષ કરજો. કારણકે, દુનિયામાં નિસ્વાર્થ પ્રેમ કરતાં બીજી કોઈ મોટી ચીજ નથી. અને પ્રેમ પામતા પહેલા પ્રેમ આપતા શીખવું પડે તે હંમેશા યાદ રાખજો. અને પ્લીઝ પ્રેમના નામ પ્રેમ સિવાય બીજું કાંઈજ નહીં.... સો ધીસ વેલેન્ટાઈન્સ ડે, ટ્રાય ટૂ બી અ મેચ્યોર વેલેન્ટાઈન. અઘરૂં છે પણ અશક્ય તો નથી જ.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી